પેટ્રોલિયમ મંત્રાલયમાં જાસૂસીના આરોપમાં પાંચની ધરપકડ
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે સરકારી દસ્તાવેજોને લીક કરવાના આરોપમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં પેટ્રોલિયમ મંત્રાલયના બે અધિકારીનો પણ સમાવેશ થાય છે. પાંચેય પર મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજોને લીક કરવાનો આરોપ લાગેલો છે.
જ્યારે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે અમે ઘણા દિવસોથી આ વાત પર નજર રાખી રહ્યા હતા. જે લોકો દસ્તાવેજોને લીક કરવામાં સામેલ છે તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ પ્રકારની ચીજો પર અમે નજર બનાવીને બેઠા છીએ. જ્યારે પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે આ મામલામાં જે પણ સામેલ છે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

પેટ્રોલિયમ મંત્રાલયના દસ્તાવેજોને લીક કરવાનો આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે આવનારા થોડાક જ સમયમાં બજેટ સત્ર શરૂ થવાનો છે. જોકે આ વાતનો હજી ખુલાસો નથી થઇ શક્યો કે કઇ પેટ્રોલિયમ કંનપીઓ માટે દસ્તાવેજોને લીક કરવામાં આવતા હતા.
નોંધનીય છે કે નવી સરકારના આવ્યા બાદ સરકારી ઓફીસોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જેના દ્વારા સરકારી દસ્તાવેજોના લીક થવા પર પ્રતિબંધ લગાવી શકાય.












Click it and Unblock the Notifications
