ફ્લેશબેક 2019: એ દિગ્ગજ નેતાઓ જેમણે આ વર્ષે દુનિયાને કહી અલવિદા
વર્ષ 2019ને અલવિદા કરવામાં હવે બહુ થોડાક દિવસો બચ્યા છે અને ટૂંક સમયમાં આપણે નવા વર્ષ 2020માં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ભલે વર્ષ 2019 હવે જવામાં છે પરંતુ આ વર્ષ કોઈના માટે ઢગલો ખુશીઓ લઈને આવ્યુ તો કોઈને ક્યારેય ન ભૂલાય તેવી દુઃખ આપી ગયુ.

અચાનક નિધન
2019માં દેશના ઘણા રાજકીય દિગ્ગજોએ પણ દુનિયાને અલવિદા કહી દીધી. આમાંથી અમુક દિગ્ગજો એવા પણ છે જેમના અચાનક નિધન વિષે જાણીને આખો દેશ અચંબિત રહી ગયો. તેમના નિધનથી માત્ર દેશવાસીઓને જ નહિ પરંતુ રાજકીય પાર્ટીઓને પણ ભારે ક્ષતિ થઈ. આવો જાણીએ કોણ-કોણ છે મોટા નેતાઓ જેમણે વર્ષ 2019માં દુનિયાને અલવિદા કહ્યુ...

સુષ્મા સ્વરાજનુ નિધનઃ 6 ઓગસ્ટ, 2019
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધી. તે લાંબા સમયથી બિમાર હતા. 6 ઓગસ્ટની રાતે તેમને દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. માહિતી મુજબ હ્રદય રોગનો હુમલો આવવાના કારણે 67 વર્ષીય વરિષ્ઠ ભાજપ નેતા સુષ્મા સ્વરાજનુ નિધન થયુ. નવ વાર સાંસદ રહી ચૂકેલા સુષ્મા સ્વરાજ માત્ર સામાન્ય જીવન જ નહિ પરંતુ સોશિયલ મીડિયા પર પણ ઘણા સક્રિય હતા અને સામાન્ય લોકોમાં ઘણા લોકપ્રિય હતા. તેમના અચાનક નિધનથી સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. 2014માં પીએમ મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં તે સૂચના તેમજ પ્રસારણ મંત્રી અને આરોગ્ય મંત્રી હતા. તે દિલ્લીના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા.
આ પણ વાંચોઃ દેશના પહાડી ભાગોમાં થયેલી ભારે હિમવર્ષાના સુંદર અને નયનરમ્ય દ્રશ્યો

અરુણ જેટલીનુ નિધનઃ 24 ઓગસ્ટ, 2019
ભાજપના કદાવર નેતા અરુણ જેટલીએ પણ આ વર્ષે 24 ઓગસ્ટ (શનિવાર)ના રોજ દુનિયાને અલવિદા કહી દીધી. તે લાંબા સમયથી બિમાર હતા. તેમણે દિલ્લીની એઈમ્સમાં 24 ઓગસ્ટના રોજ બપોરે લગભગ 12 કલાકે અંતિમ શ્વાસ લીધા. તે 66 વર્ષના હતા. તેમને બે સપ્તાહ પહેલા શ્વાસ લેવામાં તકલીફ પડવાના કારણે એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. અતિ શિષ્ટ, વિનમ્ર અને રાજકીય રીતે ઉત્કૃષ્ટ રણનીતિકાર રહેલા અરુણ જેટલી ભાજપ માટે એક સંકટમોચકની જેમ હતા. તેમણે લગભાગ ચાર દશક સુધી રાજકારણમાં સક્રિય હતા. જો કે આરોગ્યના કારણે તેમને માત્ર 66 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહેવુ પડ્યુ.

મનોહર પરિકરનુ નિધનઃ 17 માર્ચ, 2019
પૂર્વ સંરક્ષણ મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરનુ લાંબી બિમારી બાદ 17 માર્ચના રોજ નિધન થઈ ગયુ. ભાજપના વરિષ્ઠ નેતા મનોહર પરિકર લાંબા સમયથી બિમાર હતા. તેમણે 63 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદ કહી દીધુ. મનોહર પરિકર પોતાની સાદગી માટે જાણીતા હતા અને તેમી પાર્ટી સાથે સાથે સામાન્ય જનતા પણ તેમની આ સાદગીને ખૂબ પસંદ કરતી હતી. મોદી સરકારમાં મનોહર પરિકર 2014થી 2017 સુધી દેશના સંરક્ષણ મંત્રી રહ્યા. તેમના સંરક્ષણ મંત્રી રહેતા ભારતીય સેનાએ 28 સપ્ટેમ્બર, 2016ના રોજ પીઓકેમાં જઈને સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો. પરિકર ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ હતા. પરિકર પહેલી વાર વર્ષ 2000માં ગોવાના મુખ્યમંત્રી બન્યા. જો કે પહેલી વાર તેમનો મુખ્યમંત્રીનો કાર્યકાળ ફેબ્રુઆરી 2002 સુધી રહ્યો. ત્યારબાદ જૂન 2002માં તે એકવાર ફરીથી સીએમ ચૂંટાયા અને પોતાનો કાર્યકાળ પૂરો કર્યો. ફરીથી 2012માં વિધાનસભા ચૂંટણીમાં તેમણે ગોવામાં ફરીથી વાપસી કરાવી અને ફરીથી સીએમ બન્યા.

શીલા દીક્ષિતનુ નિધનઃ 20 જુલાઈ, 2019
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે પણ આ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધી. 20 જુલાઈના રોજ દિલ્લીના એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તે 81 વર્ષના હતા અને લાંબા સમયથી બિમાર હતા. દિગ્ગજ કોંગ્રેસી શીલા દીક્ષિત 1998થ 2013 સુધી સતત 15 વર્ષ દિલ્લીના મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા. 2019 લોકસભા ચૂંટણી દરમિયાન તેમને દિલ્લી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. થોડા સમય માટે તે કેરળના રાજ્યપાલ પણ રહ્યા હતા.

બિહારના પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રાનુ નિધનઃ 19 ઓગસ્ટ, 2019
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનુ 19 ઓગસ્ટના રોજ નિધન થઈ ગયુ. તે લાંબા સમયથી બિમાર હતા અને દિલ્લીની હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. 82 વર્ષના જગન્નાથ મિશ્રા ત્રણ વાર બિહારના મુખ્યમંત્રી રહ્યા હતા. 1975માં તે પહેલી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા, બીજી વાર 1980 અને ત્રીજી વાર 1989થી 1990 સુધી તે બિહારના સીએમ પદ પર રહ્યા. તેમને 90ના દશકમાં કેન્દ્રીય કેબિનેટમાં પણ જગ્યા મળી હતી. જગન્નાથ મિશ્રાએ બિહારમાં કોંગ્રેસને બુલંદીઓ પર પહોંચાડ્યુ હતુ. હાલમાં તે જેડીયુના સભ્ય હતા.

કૈલાશ જોશીનુ નિધનઃ24 નવેમ્બર, 2019
ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પહેલા બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કૈલાશ જોશીનુ નિધન 91 વર્ષની ઉંમરમાં થઈ ગયુ. તે લાંબા સમયથી બિમાર હતા. કૈલાશ જોશી ભોપાલમાં સાંસદ પણ રહ્યા. તેમનો જન્મ 14 જુલાઈ, 1929ના રોજ દેવાસ જિલ્લામાં થયો હતો. તે 1951માં સ્થાપિત જનસંઘના સંસ્થાપકસભ્ય પણ રહ્યા. ત્યારબાદ તેમણે 1954થી 1960 સુધી દેવાસ જિલ્લામાં જનસંઘના મંત્રી તરીકે કામ કર્યુ. 24 જૂન, 1977ના રોજ કૈલાશ જોશી મધ્ય પ્રદેશના ઈતિહાસમાં પહેલા બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા. જો કે 1978માં આરોગ્યના કારણોસર તેમણે મુખ્યમંત્રીપદ છોડી દીધુ.

એમપીના પૂર્વ સીએમ બાબુલાલ ગૌરનુ નિધનઃ 21 ઓગસ્ટ, 2019
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બાબુલાલ ગૌરનુ 21 ઓગસ્ટની સવારે નિધન થઈ ગયુ. 89 વર્ષના બાબુલાલ ગૌર લાંબા સમયથી બિમાર હતા. થોડા દિવસો પહેલા જ તેમને શ્વાસ લેવામાં તકલીફ બાદ ભોપાલની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના ઘમા અંગોએ કામ કરવનુ બંધ કરી દીધુ હતુ. 2004માં ઉમા ભારતીના મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી હટ્યા બાદ બાબુલાલ ગૌરે સીએમ પદના શપથ લીધા હતા. તે 1974થી 2013 સુધી દક્ષિણ ભોપાલ અને ગોવિંદપુરા સીટથી સતત 10 વાર ધારાસભ્ય રહ્યા હતા.

પૂર્વ કાયદા મંત્રી રામ જેઠમલાણીનુ નિધનઃ 8 સપ્ટેમ્બર, 2019
આ વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વરિષ્ઠ વકીલ અને પૂર્વ કાયદામંત્રી રામ જેઠમલાણીનુ નિધન થઈ ગયુ. તે 95 વર્ષના હતા અને લાંબા સમયથી બિમાર હતા. તે ઘણા નબળા પણ થઈ ગયા હતા. રામ જેઠમલાણીની ગણતરી દેશના વરિષ્ઠ વકીલોમાં થતી હતી. વર્ષ 2010માં તેમને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. તે ઉપરાંત છઠ્ઠી અને સાતમી લોકસભામાં તેમણે ભાજપની ટિકિટ પર મુંબઈથી ચૂંટણી પણ જીતી હતી. તે અટલ બિહારી વાજપેયી સરકારમાં કાયદા મંત્રી અને શહેરી વિકાસ મંત્રી પણ રહ્યા હતા.