• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્લેશબેક 2019: મોદી સરકારના એ મોટા નિર્ણયો, જે ઐતિહાસિક બની ગયા

મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના અમુક મહિનામાં ઘણા ઐતિહાસિક નિર્ણય લીધા છે.
|
Google Oneindia Gujarati News

મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના અમુક મહિનામાં ઘણા ઐતિહાસિક નિર્ણય લીધા છે. તેમાંના મોટાભાગના નિર્ણયોનો વિરોધ પણ થયો છે પરંતુ એટલુ તો કહી શકાય કે બધા નિર્ણય ઐતિહાસિક કહી શકાય છે જેનો પ્રભાવ આવનારા દશકો કે સદીઓ સુધી રહેવાનો છે. પરંતુ આ વર્ષે મોટા નિર્ણયોની શરૂઆત મોદીના પહેલા કાર્યકાળમાં થઈ ચૂકી હતી. જ્યારે ભારતીય વાયુસેનાના પાયલટોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી કેમ્પોને બોમ્બ વરસાવીને નષ્ટ કરી દીધા. આવો એક નજર એ તમામ મહત્વના નિર્ણયો પર નાખીએ જે આ વર્ષે કેન્દ્ર સરકારે લીધા છે જેનાથી દેશનો દરેક નાગરિક કોઈને કોઈ રૂપથી પ્રભાવિત થયો છે.

નાગરિકતા સુધારા કાયદો

નાગરિકતા સુધારા કાયદો

2019ના ડિસેમ્બર મહિનામાં નાગરિકતા સુધારા કાયદો બન્યો. આ વર્ષના સૌથી મહત્વના નિર્ણયોમાંથી એક સાબિત થયો છે. નાગરિકતા સુધારા બિલને લોકસભાએ 2 ડિસેમ્બરે પાસ કર્યુ, પછી 4 ડિસેમ્બરે આના પર રાજ્યસભાએ પણ પોતાની મહોર લગાવી દીધી. આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર, 2014 સીધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ધાર્મિક ઉત્પીડનના શિકાર થઈને ભારત આવેલા હિંદુ, સિખ, ક્રિશ્ચિયન, જૈન, બૌદ્ધ અને પારસી સમાજનાલોકોને નાગરિકતા આપવાનીજોગવાઈ છે. જો કે અસમ સહિત ઉત્તર પૂર્વના અમુક રાજ્યોમાં આનો વિરોધ થયો છે. આની સામે ગુવાહાટીથી લઈને પશ્ચિમ બંગાળ, દિલ્લીના જામિયા મિલાય ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં પણ હિંસક વિરોધ જોવા મળ્યો છે. દિલ્લીના સલીમપુર-જાફરાબાદ વિસ્તારમાં પણ હિંસક વિરોધ થયો. દેશના બીજા ઘણા ભાગોમાં આનો વિરોધ થયો છે અને ક્યાંક ક્યાંક ઉપદ્રવ પણ કરવામાં આવ્યા છે. અમુક લોકો આ કાયદા સામે અદાલત પણ પહોંચ્યા છે.

મોટર વાહન સુધારા કાયદો

મોટર વાહન સુધારા કાયદો

1 સપ્ટેમ્બર, 2019ના રોજ લાગુ થયો. વાહન ચલાવતી વખતે નિયમોના ઉલ્લંઘન પર લાગતા દંડોમાં 10 ગણો કે અમુક બાબતોમાં તેનાથી પણ વધુ વધારો કરી દેવામાં આવ્યો. મોટર વાહન કાયદાને કડક કરવાનો હેતુથી માર્ગ અકસ્માતમાં થતા મોત અને ઘાયલ લોકોની સંખ્યા ઘટાડવાનો છે. જેમ કે નવા નિયમો હેઠળ હેલમેટ વિના ટુ વ્હીલર ચલાવવા પર લાગતો દંડ 100 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા, સીટ બેલ્ટ નહિ લગાવવાનો દંડ 1000 રૂપિયા, નક્કી કરેલ સીમાથી વધુ સ્પીડમાં ગાડી ચલાવવા પર દંડ 500 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવ્યો છે. આ રીતે વેલિડ લાયસન્સ વિના ગાડી ચલાવવા પર દંડ 5,000 રૂપિયા કરવામાં આવ્યો છે. આ રીતે કોઈ સગીર ગાડી ચલાવતા પકડાઈ જાયતો તેના ગાર્ડિયન કે વાહન માલિક પર 25,000 રૂપિયા દંડ અને ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે. જ્યારે પ્રદૂષણ ફેલાવતા વાહનો પર 10,000 રૂપિયાનો દંડ લગાવવાની જોગવાઈ છે. જો કે ઘણા રાજ્યોએ પોતાના અધિકાર ક્ષેત્રવાળા વિષયોમાં દંડની રકમ ઘટાડી દીધી છે.

આ પણ વાંચોઃ દિલ્લીની ઠંડીએ તોડ્યો 16 વર્ષનો રેકોર્ડ, હજુ ગગડશે પારો, જાણો ઠંડી વધવાના કારણઆ પણ વાંચોઃ દિલ્લીની ઠંડીએ તોડ્યો 16 વર્ષનો રેકોર્ડ, હજુ ગગડશે પારો, જાણો ઠંડી વધવાના કારણ

બેંકોનુ વિલય

બેંકોનુ વિલય

30 ઓગસ્ટ, 2019ના રોજ સરકારે 10 સરકારી બેંકોના વિલય કરીને ચાર મોટી બેંકોના રચનાની ઘોષણા કરી. આ નિર્ણય બાદ 2017માં દેશમાં જે સરકારી બેંકોની સંખ્યા 27 હતી તે ઘટીને 12 રહી ગઈ. સરકારે આ પગલા નૉન પર્ફોર્મિંગ અસેટ્સ (એનપીએ) સાથે ઝઝૂમી રહેલ સરકારી બેંકોને રાહત પહોંચાડવા અને બેંક ઉપભોક્તાઓને સારી સુવિધાઓ આપવાના હેતુથી કર્યો છે. આ ઉપરાંત સરકારે સરકારી બેંકોનો પાયો મજબૂત કરવા માટે 55,250 કરોડ રૂપિયાની મદદ કરવાની પણ ઘોષણા કરી.

આતંકવાદ વિરોધી કાયદો

આતંકવાદ વિરોધી કાયદો

આતંકવાદ સામે ઝીરો ટૉલરન્સ નીતિ હેઠળ આતંકવાદ વિરોધી કાયદો 14 ઓગસ્ટે આખા દેશમાં લાગુ કરવામાં આવ્યો. સંસદના બંને ગૃહોમાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આના પર મહોર લગાવી. આ કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ આતંકવાદી ઘોષિત કરવા અને તેની સંપત્તિઓ જપ્ત કરવાની જોગવાઈ છે. ધ અનલૉફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) અમેન્ડમેન્ટ એક્ટ, 2019 હેઠળ ઘોષિત આતંકીની ક્યાંય અવરજવર પર પ્રતિબંધ લગાવવાની પણ જોગવાઈ છે.

આર્ટિકલ 370 ખતમ

આર્ટિકલ 370 ખતમ

જમ્મુ કાશ્મીર અને લદ્દાખનુ વિભાજન 5 ઓગસ્ટ, 2019ના રોજ મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળમાં સૌથી મોટો રાજકીય નિર્ણય લીધો. જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ-370 ખતમ કરી દેવામાં આવી અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખને બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનુ એલાન કરવામાં આવ્યુ છે.આ નિર્ણય પહેલા જમ્મુ કાશ્મીરના બધા મોટો નેતાઓને નજરબંધ કરી દેવામાં આવ્યા અને રાજ્યમાં સંચારની સેવાઓ પણ ઠપ્પ કરી દેવામાં આવી. બાદમાં કેન્દ્ર સરકારના આ નિર્ણયને સંસદના બંને ગૃહોમાં પાસ કરી દેવામાં આવ્યો. બંધારણની આ કલમને ખતમ થવા સાથે જ જમ્મુ કાશ્મીરની બંધારણીય સ્થિતિ એવી થઈ ગઈ જેવી દેશના બીજા વિસ્તારોની છે. બાદમાં 31 ઓક્ટોબરથી જમ્મુ અને કાશ્મીર રાજ્ય બે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા અને એ દિવસથીબંને જગ્યાઓએ ઉપરાજ્યપાલએ શાસન વ્યવસ્થાની જવાબદારી સંભાળી લીધી. હવે જમ્મુ કાશ્મીરમાં એક વિધાનસભાની જોગવાઈ યથાવત છે પરંતુ તેની સ્થિતિ દિલ્લી કે પુડુચેરી જેવી થઈ ગઈ છે.

ટ્રિપલ તલાક ગેરકાયદેસર ઘોષિત

ટ્રિપલ તલાક ગેરકાયદેસર ઘોષિત

આ વર્ષે સત્તામાં વાપસી બાદ મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય ટ્રિપલ તલાક કાયદો બનાવવો રહ્યો. ગઈ વખતે બે-બે વાર લોકસભામાં આ બિલ પાસ થઈ ગયા બાદ રાજ્યસભામાં આ બિલ અટકી જતુ હતુ. પરંતુ આ વખતે ટ્રિપલ તલાક જુલાઈમાં બંને ગૃહોમાં પાસ થઈને છેલ્લા 6 મહિનાથી કાયદા તરીકે લાગુ છે.આ કાયદો બન્યા બાદ મુસલમાનોમાં એક સાથે કે ઈન્સ્ટન્ટત્રણ તલાક આપવાની પ્રથા ગેરકાયદેસર બની ચૂકી છે. ત્રણ તલાક બોલવુ, લખવુ, એસએમએસ કે વૉટ્સએપ કરવાનો પણ ગેરકાયદેસર બની ચૂક્યો છે. પત્નીને ત્રણ તલાક આપનાર કોઈ પણ વ્યક્તિને ત્રણ વર્ષની જેલની સજા ભોગવવી પડી શકે છે અથવા દંડ પણ આપવો પડી શકે છે.

બાલાકોટમાં એર સ્ટ્રાઈક

બાલાકોટમાં એર સ્ટ્રાઈક

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલાના જવાબમાં વાયુસેનાએ 26 ફેબ્રુઆરીની રાતે પાકિસ્તાનની સીમામાં ઘણી કિલોમીટર ઘૂસીને બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદ કેમ્પને નષ્ટ કરી દીધા હતા. આ એર સ્ટ્રાઈકને નામ આપવામાં આવ્યુ અને આમાં 300થી વધુ આતંકીઓના માર્યા જવાના સમાચારો આવ્યા પરંતુ પાકિસ્તાને આજ સુધી આના પુષ્ટિ કરી નથી. જો કે પહેલા તો પાકિસ્તાને કહ્યુ હતુ કે જંગલોમાં અમુક ઝાડીઓ સળગી છે પરંતુ બાદમાં ઈમરાન કહેતા સંભળાયા હતા કે ભારત બાલાકોટથી પણ મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યુ છે.

English summary
Flashback 2019:Modi government's big decisions which became historic this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X