For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Flashback 2020: CAA અને લૉકડાઉનથી લઈ ખેડૂત આંદોલન સુધી દેશના તમામ રાજનૈતિક ઘટનાક્રમ

Flashback 2020: CAA અને લૉકડાઉનથી લઈ ખેડૂત આંદોલન સુધી દેશના તમામ રાજનૈતિક ઘટનાક્રમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દુનિયાના હરેક શખ્સ માટે વર્ષ 2020 યાદગાર બની ગયું છે, જેમાં કોરોના વાયરસ સાથે જોડાયેલ કડવી યાદો કદાચ ક્યારેય પણ દિમાગથી નહિ જાય. પરંતુ વિવિધતાથી ભરપૂર ભારત વર્ષમાં આ વર્ષ પણ રાજનૈતિક ઘટનાક્રમોથી ભરપૂર રહ્યું છે. આ વર્ષની શરૂઆત પણ એક ભીષણ રાજનૈતિક વિરોધ સાથે થઈ હતી અને અંત પણ જબરા વિરોધ પ્રદર્શનોથી જ થઈ રહ્યો છે. આમ તો આ ખું વર્ષ રાજનૈતિક રૂપે પણ મુખ્ય રૂપે કોરોના અને તેના કહેરથી પેદા થતા હાલાતો પર ફોકસ રહ્યું, પરંતુ છતાં પણ આમાં કેટલીય ઘટનાક્રમ સામેલ છે, જે ભારતનું ભવિષ્ય નક્કી કરશે. અહીં આવી જ પ્રમુખ ઘટનાક્રમો પર નજર નાખી રહ્યા છીએ.

નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ

નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ

કેન્દ્રની મોદી સરકારે પાછલા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ નાગરિકતા સંશોધન કાનૂન બનાવ્યો હતો. આ કાનૂન પાસ થયાના થોડા દિવસ બાદ એવી બબાલ શરૂ કરવામાં આવી જેની અસર મહિનાઓ સુધી જોવા મળી. જ્યારે વર્ષ 2020ની શરૂઆત થઈ, ત્યાર સુધી દિલ્હીના શાહીન બાગ સહિત કેટલાય વિસ્તારો સીએએ આંદોલનનું કેન્દ્ર બની ચૂક્યા હતા. જામિયા નગર પાસે શાહીન બાગ તો સીએએ અને એનઆરસીના વિરોધમાં પ્રોટેસ્ટનું એક મોડલ બની ગયું, જેના ફ્રંટ પર આગેવાની સ્થાનિક યુવા અને વૃદ્ધ મહિલાઓના હાથમાં હતી. આવા પ્રદર્શન દેશભરના કેટલાય શહેરો અને કસ્બાઓમાં ચાલી રહ્યાં હતાં. જે અંતર્ગત પ્રદર્શનકારીઓ કેન્દ્ર સરકાર પર આ કાનૂન પરત લેવાની માંગ કરતાં રસ્તાઓ પર જામ કરી બેઠા હતા. આ વિરોધ પ્રદર્શનોના છાયાંમાં ફેબ્રુઆરીમાં અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રા દરમ્યાન જ ઉત્તર- પશ્ચિમી દિલ્હીમાં દંગા ભડકી ઉઠ્યા, જેમાં 50થી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા. પરંતુ જ્યારે દેશમાં કોરોના વાયરસનો કહેર શરૂ થયો તો દિલ્હી પોલીસે 24 માર્ચે ત્રણ મહિનાથી ચાલી રહેલ આ આંદોલનને જબરદસ્તી ખતમ કરાવી દીધું.

નમસ્તે ટ્રમ્પ

નમસ્તે ટ્રમ્પ

આ વર્ષ 24 ફેબ્રુઆરીએ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સાથે ભારત યાત્રા પર પહોંચ્યા. અહીં તેમના સ્વાગતમાં અમદાવાદના શાનદાર મોટેરા સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને નમસ્તે ટ્રમ્પ નામ આપવામાં આવ્યું. અમેરિકી પ્રેસિડેન્ટની મેજબાની માટે મોટેરા સ્ટેડિયમમાં ખુદ પીએમ મોદી હાજર રહ્યા હતા. પોતાના શાનદાર સ્વાગત અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ મોટેરા સ્ટેડિયમમાં 1 લાખથી વધુ લોકો જમા થયા હતા. જાણકારી મુજબ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે મોટેરા સ્ટેડિયમમાં 1 લાખથી વધુ લોકો એકઠા થયા હતા. 36 કલાકની ભારત યાત્રા પર આવેલ ટ્રમ્પ દંપત્તિએ નવી દિલ્હી જતા પહેલા આગરા જઈ તાજમહેલનો પણ દીદાર કર્યો. પ્રેસિડેન્ટ ભવનમાં 25 ફેબ્રુારીએ તેમનું સત્તાવાર સ્વાગત કરવામાં આવ્યું. પછી હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે તેમની પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ.

કોરોના સંક્રમણ

કોરોના સંક્રમણ

ભારતમાં કોરોના સંક્રમણનો પહેલો મામલો આ વર્ષે 30 જાન્યુઆરીએ કેરળના ત્રિશૂર જિલ્લામાં સામે આવ્યો. આ પીડિત ચીનના વુહાન યૂનિવર્સિટીથી રજામાં પોતાના ઘરે આવ્યો હતો. ભારત સરકાર ચીનમાં શરૂ થઈ ચૂકેલ આ ભયાનક બીમારીને કહેરને લઈ પહેલેથી જ સતર્ક હતી. 1 ફેબ્રુઆરીએ જ એર ઈન્ડિયાનું પહેલું વિમાન ચીનના વુહાનમાં રહેતા 324 ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે દિલ્હી પહોંચી ચૂક્યું હતું. આ મિશન ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી ત્યાંના તમામ વાપસીના ઈચ્છુક નાગરિકોને કાઢી મૂકવામાં ના આવ્યા. તેમ છતાં બીજો અને ત્રીજો કેસ પણ ફેબ્રુઆરીની શરૂઆતમાં કેરળમાંથી જ મળ્યો અને તે બધાની લિંક વુહાન સાથે જોડાયેલ હતી. કેરળથી બહાર પહેલીવાર 2 માર્ચે કેસ સામે આવ્યો, જે શખ્સ ઈટલીથી દિલ્હી આવ્યો હતો. જે બાદ આ મહામારીએ ધીરે ધીરે પોતાના રફ્તાર પકડવી શરૂ કરી લીધી. દેશભરમાં યુદ્ધ સ્તરે ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવવાં શરૂ થઈ ગયાં અને ત્યાં વિદેશથી આવતા યાત્રીઓને રાખવામાં આવવા લાગ્યા. ભારતીય રેલવેએ ટ્રેનના ડબ્બાને પણ આ કાર્ય માટે તૈયાર કરવા શરૂ કરી દીધા. હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવવા લાગ્યા. આઈસીયૂ અને વેંટેલિટરની સંખ્યા વધારવી શરૂ કરી દેવામાં આવી.

પીએમ મોદી આજે વર્ચ્યુઅલ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસને 10.45 વાગે કરશે સંબોધિતપીએમ મોદી આજે વર્ચ્યુઅલ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસને 10.45 વાગે કરશે સંબોધિત

જનતા કર્ફ્યૂ

જનતા કર્ફ્યૂ

કોરોના વાયરસના સંક્રમણની ચેનને રોકવા માટે લૉકડાઉનની ઘોષણા પહેલાં પ્રધાનમંત્રીએ આ વર્ષ 22 માર્ચે એટલે કે રવિવારે દેશવાસીઓને જનતા કર્ફ્યૂની અપીલ કરી હતી. પીએમ મોદીની આ અપીલે દેશભરમાં અભૂતપૂર્વ અસર દેખાડી અને આખો દેશ સ્વૈચ્છિક રીતે બંધ રહ્યો. પીએમ મોદીએ લોકોને અપીલ કરી હતી કે એ દિવસે લોકો સવારે 7 વાગ્યેથી રાતે 9 વાગ્યા સુધી પોતના ઘરમાં જ રહ્યા. એ દિવસે સાર્વજનિક પરિવહનની સેવાઓ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. પ્રધાનમંતરીના જ આહ્વાન પર લોકોએ સાંજે પાંચ વાગ્યે તાળી-થાળી અને શંખ વગાડી કોરોના વોરિયરનું સન્માન કર્યું.

લૉકડાઉન

લૉકડાઉન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે 24 માર્ચે 8 વાગ્યે રાષ્ટ્રને નામ પોતાના સંદેશમાં 25 તારીખની રાતે 12 વાગ્યાથી 21 દિવસ માટે પહેલાં લૉકડાઉનનું એલાન કર્યું હતું. આ દરમ્યાન જરૂરી સેવાઓમાં લાગેલા લોકોને છોડી બધાને ઘરેથી નિકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો. પહેલીવાર આખા દેશમાં એક સાથે ટ્રેન અને હવાઈ પરિવહન યાત્રીઓની અવરજવર માટે પૂરી રીતે બંધ કરી દેવામાં આવી. જે બાદ એક પછી એક કરી કેટલાય લૉકડાઉનની ઘોષણા કરવામાં આવી. કેન્દ્ર સરકારે 8 જૂન બાદ ધીરે ધીરે અનલૉક શરૂ કર્યું. પરંતુ લૉકડાઉનના કારણે ફેક્ટરીઓ, કંપનીઓ અને કારોબાર ઠપ થવાથી લાખો લોકોની રોજી રોટી પર જબરો માર પડ્યો. સરકાર તરફથી જરૂરિયાતમંદો માટે કેટલાય પ્રકારના રાહત પેકેજનું એલાન કરવામાં આવ્યું.

પ્રવાસી મજૂરોનું દર્દ

પ્રવાસી મજૂરોનું દર્દ

લૉકડાઉનનું સૌથી ભયાનક રૂપ એવા લાખો પ્રવાસી મજૂરોના રૂપમાં જોવા મળ્યું, જેઓના કામ-ધંધા ઠપ થવાના કારણે પગપાળા જ હજારો કિલોમીટર દૂર પોતાના ગામ તરફ નિકળી પડ્યા. આ પ્રવાસી મજૂર જે મોટા શહેરોમાં કામ કરી રહ્યા હતા, ત્યાંની સરકારો તેમને રોકવાના પુખ્તા ઈંતેજામ આપી શકવામાં પૂરી રીતે નાકામ રહી. ટ્રેન અને બસ પહેલેથી જ બંધ હતી. તેમને સમજમાં નહોતું આવી રહ્યું કે કામ ધંધા વિના તેઓ વડાં-વડાં શહેરોમાં કેવી રીતે રહેશે, તેમના બૈરાં છોકરાંઓને શું ખવડાવશે. માટે તેઓ પગપાળા જ ગામ જવા માટે ચાલી નિકળ્યા. 1 મેના રોજ મજૂર દિવસના દિવસેથી ભારતીય રેલવેએ આવા પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનનો ઈંતેજામ શરૂ કર્યો. 12 મેથી વધુ કેટલીક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી. ધીરે ધીરે ઘરેલૂ અને વંદે ભારત મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય ઉડાણો પણ શરૂ કરવામાં આવી.

ભારત બંધઃ ગુજરાતમાં કલમ 144, ખેડૂતોના સમર્થનમાં આવ્યા ટેક્સટાઈલ લેબર અને ટ્રાન્સપોર્ટ સંગઠનભારત બંધઃ ગુજરાતમાં કલમ 144, ખેડૂતોના સમર્થનમાં આવ્યા ટેક્સટાઈલ લેબર અને ટ્રાન્સપોર્ટ સંગઠન

લોન મોરેટોરિયમ

લોન મોરેટોરિયમ

લૉકડાઉન દરમ્યાન કેટલાય લોકોની નોકરીઓ ચાલી ગઈ, કેટલાય ધંધા-ઉદ્યોગો ઠપ થઈ ગયા. આવા લોકોને લોન પર રાહત આપવા માટે 27 માર્ચે આરબીઆઈએ ઈએમઆઈ પર રાહત આપવા માટે લોન આપતી નાણાકીય સંસ્થાઓ અને બેંકોને ઈએમઆઈની બાકી ચૂકવણી પર પહેલાં 1 માર્ચથી 31 માર્ચ સુધી લોન મોરેટોરિયમની સુવિધા આપવા કહ્યું. બાદમાં આ સુવિધા 31 ઓગસ્ટ સુધી આગળ વધારી દેવામાં આવી. આ દરમ્યાન લોન લેનારા ઈએમઆઈ ચૂકવણી રોકવા માટે અરજી આપી શકતા હતા. જો કે આ દરમ્યાન વ્યાજથી છૂટ નહોતી મળતી, પરંતુ લોન ના ચૂકવી શકવાના કારણે તેમનો ક્રેડિટ સ્કોર ખરાબ નહોતો થતો.

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકારનું પતન

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકારનું પતન

આ વર્ષે માર્ચમ હિનામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથે બગાવત કરી દીધી તો ત્યાંની કમલનાથ સરકાર સંકટમાં આવી ગઈ. સિંધિયા સમર્થક 22 કોંગ્રેસી ધારાસભ્યોએ જેમાં કેટલાય કેબિનેટ મંત્રી હતા, તેમણે વિધાનસબાની સભ્યતાથી રાજીનામું આપી દીધું તો કમલનાથ સરકારની પડતી નક્કી થઈ ગઈ. સ્પીકર દ્વારા આ મામલાને લટકાવવાની કોશિશ થઈ. કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને આખરે તત્કાલીન મુખ્યમંત્રી કમલનાથે સદનમાં સબુમત સાબિત કરવા મજબૂર થવું પડ્યું તો તેમની સરકાર પડી ભાંગી. કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાંને પગલે ભાજપ બહુમતમાં આવી ગયું અને શિવરાજ સિંહ ચૌહાણ ફરીથી મુખ્યમંત્રી બની ગયા.

Bharat Bandh: 'ભારત બંધ'ના કારણે ઘણી ટ્રેનોના બદલાયા રૂટ, ઘણી કેન્સલ, જાણો આખી યાદીBharat Bandh: 'ભારત બંધ'ના કારણે ઘણી ટ્રેનોના બદલાયા રૂટ, ઘણી કેન્સલ, જાણો આખી યાદી

રાજસ્થાનનું રાજનૈતિક સંકટ

રાજસ્થાનનું રાજનૈતિક સંકટ

આ વર્ષે જુલાઈમાં કોંગ્રેસના મોટા નેતા અને રાજસ્થાનના તત્કાલિન નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટની બગાવતને પગલે અશોક ગેહલોતની સરકાર પણ સંકટમાં આવી ગઈ હતી. પોતાના સમર્થક ધારાસભ્યો સાથે પાયલટ કેટલાય દિવસો સુધી જયપુરથી દૂર હરિયાણાના એક રિસોર્ટમાં રોકાયા. તેઓ ડેપ્યૂટી સીએમ પદ પહેલેથી જ છોડી ચૂક્યા હતા. પરંતુ બાદમાં કેન્દ્રીય નેતૃત્વએ તેમને સમજાવી ફોસલાવીને મામલો ટાઢો પાડ્યો અને ગેહલોત સરકારની સત્તા છીનવાતાં બચી ગઈ.

બિહાર વિધાનસભા ચૂંટણી

બિહાર વિધાનસભા ચૂંટણી

આ વર્ષે ઓક્ટોબર- નવેમ્બરમાં બિહાર વિધાનસભા ચૂંટણી કરાવવામા આવી. કોરોના વાયરસ દરમ્યાન થયેલ આ ચૂંટણી પર આખી દુનિયાની નજર હતી, પરંતુ ભારતીય ચૂંટણી પંચે સફળતાપૂર્વક ચૂંટણી પૂરી કરાવી. શરૂઆતમાં આવેલા સર્વે મુજબ ચૂંટણી એકતરફી એનડીએના પક્ષમાં જોવા મી રહી હતી. પરંતુ મતગણતરીની ઠીક પહેલાં માહોલ અચાનક બદલાવવો શરૂ થઈ ગયો. એક્ઝિટ પોલમાં નીતિશ કુમારની આગેવાની વાળા એનડીએ ગઠબંધનને સત્તાથી બહાર કરી દેવામાં આવી. પરંતુ વાસ્તવિક ચૂંટણી પરિણામ અલગ આવ્યાં. જેમાં રાજદની આગેવાની વાળા મહાગઠબંધને સારું પ્રદર્શન કર્યું પરંતુ બહુમત એનડીએને મળ્યો અને 243 સીટ વાળી વિધાનસભામાં 125 સીટ જીતી નીતિશ કુમારની આગેવાની વાળી એનડીએ ફરીથી સત્તા પર આવી.

કૃષિ કાનૂનના વિરોધમાં ખેડૂતોનું પ્રદર્શન

કૃષિ કાનૂનના વિરોધમાં ખેડૂતોનું પ્રદર્શન

ત્રણ કૃષિ કાનૂનના વિરોધમાં 26 નવેમ્બરથી ખેડૂતો દિલ્હીની વિવિધ સીમાઓ પર ડેરો જમાવીને બેઠા છે. તેમની માંગ છે કે ત્રણેય કાનૂનને પરત ખેંચી લેવામાં આવે. ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ કેટલાય તબક્કાની વાતચીત કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી કોઈ ઠોસ પરિણામ નથી આવ્યું. મૂળ રૂપે પંજાબ અને હરિયાણાથી આવેલા ખેડૂતોએ પોતાની સાથે આગલા કેટલાય મહિના સુધી આંદોલનની તૈયારી કરી રાખી છે. ખેડૂત આંદોલન જલદી જ શાંત ના પડે તે માટે તેમાં રાજનૈતિક પાર્ટીઓ પણ કૂદી પડી છે. સંભવતઃ ખેડૂતોનું આ આંદોલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળનો સૌથી મોટો પડકાર બનતો જોવા મળી રહ્યો છે.

English summary
Flashback 2020: CAA protest, Lockdown, pandemic, farmer protest all incident that happened in 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X