For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 કલાકનું મોડું અને બચી ગયો મોદીનો જીવ, મલેશિયાના રૂટ પર જ ઉડી રહ્યું હતું તેમનું વિમાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mh17-flight-crash
નવી દિલ્હી, 18 જુલાઇ: થોડા કલાકો પહેલાં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન પણ તે ફ્લાઇટના પાથ (વિમાનનો રૂટ) પરથી ઉડાન ભરી રહ્યું હતું જે માર્ગમાં મલેશિયાઇ એરલાઇન્સના વિમાનને ગુરૂવારે ઉડાડી દેવામાં આવ્યું તેમાં સવાર 298 લોકોના મોત નિપજ્યા છે. એક અંગ્રેજી સમાચાર પત્રમાં છપાયેલા અહેવાલ અનુસાર મલેશિયાઇ વિમાન MH17 બોઇંગ 777 અને પીએમ નરેન્દ્ર મોદીનું પ્લેન એક જ રૂટ પર ઉડાન ભરવાનું હતું.

રિપોર્ટ અનુસાર પીએમ નરેન્દ્ર મોદીનું વિમાન જર્મનીના ફ્રૈંકફર્ટથી ઉડાન ભર્યાના બે કલાક બાદ જ મલેશિયાઇ વિમાન MH17 બોઇંગ 777ને મિસાઇલ વડે હવામાં ઉડાડી પાડવામાં આવ્યું. ઓળખ છતિ ન કરવાની શરતે વિમાનન અધિકારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઇ ખતરો ન હતો, પરંતુ આ વાયુક્ષેત્રથી તેમનું વિમાન પસાર થવાનું હતું.

રિપોર્ટ અનુસાર લગભગ એક કલાક બાદ નરેન્દ્ર મોદીનું વિમાન યૂક્રેન ફ્લાઇટ ઇંફોર્મેશન વિસ્તારમાં પ્રવેશ કરતું. વડાપ્રધાનના વિમાનને કોઇ ખતરો ન હતો પરંતુ એ સ્પષ્ટ છે કે જે વિસ્તાર પરથી વિમાનને ઉડવાનું હતું તે એ જ હતો. આ પાયલોટનો નિર્ણય હતો કે તે પ્લેનને રૂસના ઉપર ડાયવર્ટ કરે કે પછી કાળા સાગરની તરફ.

અત્રે ઉલ્લેખનીય છે કે મોદી એર ઇન્ડિયાના વિમાન મારફતે ગયા હત. વિમાનને જર્મનીના ફ્રૈંકફર્ટથી 11:22 (જીએમટી) ઉડાન ભરવાની હતી.ફ્રૈંકફર્ટથી ડોનેટસ્ક સુધીની આ મુસાફરી ત્રણ કલાકમાં પુરી થાય છે. યૂક્રેન પૂર્વી ક્ષેત્રને યુદ્ધના લીધે નો ફ્લાઇ જોન જાહેર કરી ચૂક્યું છે. કેટલાક મહિનાઓથી ચાલુ યુદ્ધના લીધે તે આકાશમાર્ગે વિમાન ઉડાન ભરી રહ્યાં નથી અને તેમની અવરજવર પર પ્રતિબંધ છે.

વિમાન પૂર્વી યૂક્રેનના વિસ્તારમાં 33 હજાર ફૂટની ઉંચાઇ પર હતું. વિમાનને મોસ્કોના સમય અનુસાર ગુરૂવારે સાંજે 5.20 વાગે રૂસમાં પ્રવેશ કરવાનો હતો. રૂસી સીમાથી 60 કિમી પહેલાં વિમાન પર મિસાઇલ હુમલો થઇ ગયો. ઘટના યૂક્રેનના દોનેત્સક વિસ્તારમાં સર્જાઇ.

English summary
A flight carrying Prime Minister Narendra Modi was on the same flight route as the Malaysian Airlines plane that is believed to have been shot down, according to a report in The Hindu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X