For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2023 : રેલવે, મહિલા સુરક્ષા અને સફાઇ પર ફોકસ, જાણો જનતાની અપેક્ષા

Union Budget 2023 : કેન્દ્રીય બજેટ 2023 નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. રેલવે મુસાફરોને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે, જેના વિશે આજે આપણે આ અહેવાલમાં જાણીશું.

|
Google Oneindia Gujarati News

Union Budget 2023 : સામાન્ય કેન્દ્રીય બજેટ 2023 રજૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મોંઘવારીને ધ્યાનમાં રાખીને જનતા તરફથી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પાસેથી આશા રાખવામાં આવી રહી છે. રેલવે બજેટ પણ સામાન્ય બજેટ સાથે જ રજૂ કરવામાં આવશે. આવા સમયે મુસાફરોને પણ સરકાર પાસેથી ઘણી આશા છે.

Union Budget 2023

ઉલ્લેખનીય છે કે, બજેટ 2023 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, છેલ્લી વખતની જેમ આ બજેટ પણ પેપરલેસ હશે.

પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો

પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો

ન્યૂઝ એજન્સી એએનઆઈએ પટના જંક્શન અને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ઘણા મુસાફરોને બજેટ અંગે તેમની અપેક્ષાઓ અને આ વખતે તેઓ શું ઈચ્છે છે તે વિશે પૂછ્યું હતું.

એક મુસાફર એમડી સંજયે જણાવ્યું હતું કે, આ વખતે રેવલે ભાડું વધારવું જોઈએ નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં ભાડામાં જે વધારો થયો છે, તેને નિયંત્રણમાં લાવવો જોઈએ. આ સાથે પ્લેટફોર્મ ટિકિટની કિંમત 50 રૂપિયાથી ઘટાડીને 10 રૂપિયા કરવી જોઈએ.

દરેક પાટનગરથી ચલાવો વંદે ભારત ટ્રેન

દરેક પાટનગરથી ચલાવો વંદે ભારત ટ્રેન

વંદે ભારત અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે પટના જંક્શન પર હાજર મુસાફરોએ જણાવ્યું હતું કે, વંદે ભારત જેવી ટ્રેન દેશની દરેક રાજધાનીમાં દોડાવવી જોઈએ. આ સાથે બુલન ટ્રેન ટૂંક સમયમાં શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી હતી.

સ્વચ્છતા પર ધ્યાન આપે રેલવે

સ્વચ્છતા પર ધ્યાન આપે રેલવે

અન્ય એક મુસાફર રંજન કુમારે જણાવ્યું હતું કે, રેલવેએ હજૂ પણ સ્વચ્છતા પર ઘણું ધ્યાન આપવાની જરૂર છે. આ દિશામાં વધુ કામ કરવું જોઈએ. જે ટ્રેનો કોરોના સમયે બંધ હતી, તે ફરીથી શરૂ કરવી જોઈએ.

મહિલા મુસાફરોની સુરક્ષા પર પણ ધ્યાન આપો

મહિલા મુસાફરોની સુરક્ષા પર પણ ધ્યાન આપો

નવી દિલ્હીના અન્ય એક મુસાફર ભાવના શર્માએ જણાવ્યું હતું કે, મહિલા મુસાફરોની સુરક્ષા અને સ્વચ્છતાને બજેટમાં મુખ્ય સ્થાન આપવું જોઈએ. આવા સમયે અન્ય એક મુસાફર દીપક શર્માએ જણાવ્યું હતું કે, સરકારે અકસ્માતોની શક્યતા ઘટાડવા માટે વધુ રોકાણ કરવું જોઈએ.

English summary
Focus on Railways, Women's Safety and Sanitation, Know People's Expectations in Union Budget 2023
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X