For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં પહેલી વખત 6 મહિનાનું GST કલેક્શન 10 હજાર કરોડને પાર, જાણો શું કહ્યું નાણામંત્રીએ?

પંજાબના નાણા, આયોજન, આબકારી અને કરવેરા મંત્રી એડવોકેટ હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું કે, પંજાબમાં સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 10,604 કરોડ રૂપિયાનું GST કલેક્શન કર્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 05 ઓક્ટોબર : પંજાબના નાણા, આયોજન, આબકારી અને કરવેરા મંત્રી એડવોકેટ હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું કે, પંજાબમાં સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 10,604 કરોડ રૂપિયાનું GST કલેક્શન કર્યુ છે. પંજાબ સરકારે જીએસટી લાગુ થયા બાદ પહેલી વખત 10 હજાર કરોડનો આંકડો પાર કર્યો છે.

Punjab

સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર નાણામંત્રીએ જણાવ્યું કે, રાજ્યએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન GST સંગ્રહમાં 22.6 ટકાનો વિસ્તરણ દર નોંધ્યો છે. તેમણે જણાવ્યું કે ગયા નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન 8650 કરોડની વસૂલાત કરી હતી, જે બાદ ચાલુ વર્ષ દરમિયાન રાજ્યએ 10604 કરોડનું રેકોડ બ્રેક જીએસટી કલેક્શન કર્યુ છે. આ ક્વાટરમાં કુલ 1954 કરોડ રૂપિયાનો વધારોનોંધાયો છે.

નાણામંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારે નાણાકીય વર્ષ 2022-23ના તેના પ્રથમ બજેટમાં 20,550 કરોડ રૂપિયા જીએસટી કલેક્શનનો અંદાજ લગાવ્યો છે. નાણામંત્રીએ જણાવ્યું કે, રાજ્યએ પ્રથમ છ મહિનામાં 50 ટકાથી વધુ ટાર્ગેટ હાંસલ કર્યો છે અને આગામી તહેવારોની સીઝન દરમિયાન જીએસટીના સંગ્રહમાં સારી વૃદ્ધિની અપેક્ષા છે.

નાણામંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે નકલી બિલિંગને રોકવા તેમજ તમામ છટકબારીઓ દૂર કરવા પંજાબ વિધાનસભામાં પંજાબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારા) બિલ 2022 પસાર કર્યું છે, જેનો લાભ માત્ર વેપારીઓને જ નહીં પરંતુ રાજ્યને પણ થશે.

English summary
For the first time in Punjab, GST collection in 6 months crossed 10 thousand crores
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X