For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FORBES: ટોપ 10 ભારતીય અમીરોની સંપતિની યાદી

|
Google Oneindia Gujarati News

ફોર્બ્સે ભારતીય અમીરોની યાદી જાહેર કરી દીધી છે. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી આ સૂચીમાં સતત 9મી વખત ટોપ પર આવ્યા છે. 18.9 અરબ ડૉલરની સંપતિ સાથે મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ ઘોષિત કરવામાં આવ્યા છે. જો કે તેમની સંપતિમાં પાછલા એક વર્ષમાં 4.7 અરબ ડૉલરનો ઘટાડો થયો છે. જણાવી દઇએ કે કાચા તેલમાં થયેલા ભાવ ઘટાડાને લઇને તેમને આ નુકસાન થયુ છે.

તો ફ્લીપકાર્ટના સંસ્થાપક સચિન બંસલ અને બિન્ની બંસલ ફોર્બ્સની સૌથી અમીર ભારતીયોની યાદીમાં શામેલ થઇ ગયા છે. બંનેની નેટવર્થ 8580 કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છેકે બુધવારે ફોર્બ્સ મેગેઝીન તરફથી લિસ્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે. મેગેઝીનનો નવો અંક 9 ઓક્ટોબરથી સ્ટેન્ડ પર મળશે.

તો આવો તસવીરોમાં જોઇએ ભારતના 10 સૌથી મોટા ધનવાનો........

મુકેશ અંબાણી

મુકેશ અંબાણી

ભારતના 100 સૌથી મોટા ધનકુબેરોની સંપતિ 345 અરબ ડૉલર આંકવામાં આવી છે. પાછલા વર્ષે આ 346 અરબ ડૉલર હતી. મુકેશ અંબાણીની કુલ સંપતિ 18.9 અરબ અમેરિકી ડૉલર આંકવામાં આવી છે. આ સાથે જ તેઓ આ લીસ્ટમાં સૌથી ઉપર છે.

દિલીપ સંઘવી

દિલીપ સંઘવી

ફાર્મા સેક્ટરમાં પ્રતિષ્ઠીત નામ દિલીપ સંઘવી નંબર બે પર છે. સંઘવીની કુલ સંપતિ 18 બિલિયન અમેરિકી ડૉલર છે. સંઘવીની સન ફાર્મા ભારતની સૌથી વિશ્વસનીય ડ્રગ કંપની બની ગઇ છે.

અઝીમ પ્રેમજી

અઝીમ પ્રેમજી

ટેક ટાયકુન અઝીમ પ્રેમજી 15.9 અરબ ડૉલરની સંપતિ સાથે ત્રીજા નંબરે છે. ભારતની ત્રીજી સૌથી મોટી આઉટસોર્સીગ કંપની વીપ્રોના 18 % શેર પ્રેમજીએ હાલમાં જ ચેરીટેબલ ટ્રસ્ટને દાનમાં આપી દીધા છે. આ પહેલા તેઓ 21 % શેર પણ પણ દાન કરી ચૂક્યા છે.

હિંદુજા બ્રધર્સ

હિંદુજા બ્રધર્સ

હિંદુજા બંધુઓ આ યાદીમાં ચોથા નંબર પર છે. હિંદુજા બંધુઓની કુલ સંપતિ 14.8 ડૉલર છે.

પલ્લોનજી મિસ્ત્રી

પલ્લોનજી મિસ્ત્રી

પલ્લોનજી મિસ્ત્રીની કુલ સંપતિ 14.7 અરબ ડૉલર છે. તેઓ આ સૂચિમાં પાંચમા નંબરે છે.

શિવ નાડર

શિવ નાડર

HCL અને શિવ નાડર ફાઉન્ડેશનના ફાઉન્ડર શિવ નાડર આ સૂચિમાં છઠ્ઠા નંબરે છે. નાડરની કુલ સંપતિ 12.9 અરબ ડૉલર છે.

ગોદરેજ ફેમિલી

ગોદરેજ ફેમિલી

ફોર્બ્સની આ યાદીમાં ગોદરેજ ફેમિલીને સાતમો નંબર આપવામાં આવ્યો છે. આ પરિવારની કુલ સંપતિ 11.4 અરબ ડૉલર છે.

લક્ષ્મી મીત્તલ

લક્ષ્મી મીત્તલ

મોટાભાગના ટાઇકુન પોતાની સંપતિમાં વધુમાં વધુ 1 અરબ ડૉલરની ખોટ ખાતા જોવા મળ્યા છે. જેમાં લક્ષ્મી મીત્તલનું નામ પણ છે. મિત્તલની સંપતિમાં 4.6 અરબ ડૉલરનો ઘટાડો જોવા મળ્યો છે. તેઓ ત્રીજા નંબરેથી ખસીને આઠમા સ્થાને પહોંચી ગયા છે.

વેક્સીન મેકર સાયરસ પુનાવાલા

વેક્સીન મેકર સાયરસ પુનાવાલા

મુંબઇમાં 11 કરોડ ડૉલરનો આલીશાન બંગલો ખરીદનારા સાઇરસ પુનાવાલાની સંપતિ 1.7 અરબ ડૉલર વધી છે. તેઓ 7.9 અરબ ડૉલરની સંપતિ સાથે 9માં નંબર પર છે.

કુમાર બીરલા

કુમાર બીરલા

ટૉપ 10ની આ સૂચિમાં કુમાર બિરલા 10માં નંબર પર છે. કુમારની સંપતિ 7.8 અરબ ડૉલર છે.

English summary
Mukesh Ambani has been named India's richest for 9th year in a row with a net worth of $18.9 billion, while ecommerce giant Flipkart's founders made their debut on the country's top 100 rich list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X