For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કોરોના વેક્સીનની તૈયારી જોવા માટે 4 ડિસેમ્બરે પૂણે પહોંચશે વિદેશી પ્રતિનિધિ મંડળ

ભારતમાં કોરોનાની વેક્સીન કાર્યક્રમની તૈયારી જોવા માટે 4 ડિેસેમ્બરે વિદેશી પ્રતિનિધિ મંડળ પૂણે આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોનાની વેક્સીન કાર્યક્રમની તૈયારી જોવા માટે 4 ડિેસેમ્બરે વિદેશી પ્રતિનિધિ મંડળ પૂણે આવી રહ્યા છે. વિદેશી દળના આ પ્રવાસને ભારતના વિદેશ મંત્રાલય તરફથી આયોજિત કરવામાં આવ્યો છે. એક દિવસના આ પ્રવાસ પર આ વિદેશી દળ બે મહત્વના ઈન્સ્ટીટ્યુટ સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા અને ગેનોવા બાયોફાર્માસ્યુસ્ટિકલ્સનુ નિરીક્ષણ કરશે અને આ દરમિયાન કોરોના વેક્સીન માટે ભારતની શું તૈયારી છે તેની માહિતી લેશે.

vaccine

અહેમદ પટેલની અંતિમ ક્રિયા માટે ભરૂચ પહોંચ્યા રાહુલ ગાંધીઅહેમદ પટેલની અંતિમ ક્રિયા માટે ભરૂચ પહોંચ્યા રાહુલ ગાંધી

તમને જણાવી દઈએ કે આ પહેલા વિદેશ સચિન હર્ષ શ્રંગલાએ ગયા મહિને દિલ્લીમાં પ્રતિનિધિ મંડળની મુલાકાત લીધી હતી. 6 નવેમ્બરે શ્રંગલાએ ભારત સરકારના પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર પ્રોફેસર વિજય રાઘવન, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, બાયોટેકનોલૉજી વિભાગના સચિવ ડૉક્ટર રેનૂ સ્વરૂપ, સાયન્સ એન્ડ ટેકનોલૉજીન સચિવ આશુતોષ શર્માએ 190થી વધુ ડિપ્લેમેટિક મિશનને ભારતની કોરોના મહામારી માટેના એક્શન પ્લાનની માહિતી આપી હતી.

તમને જણાવી દઈએ કે સીરમ ઈન્સ્ટીટ્યુટ આસ્ટ્રા જેનેકા-ઑક્સફૉર્ડ કોરોનાની વેક્સીન તૈયાર કરવામાં લાગ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે પોતાની વર્ચ્યુઅલ બેઠક દરમિયાન કહ્યુ હતુ કે વેક્સીન રિસર્ચ પર કામ ભારત-બ્રિટન સહિત દુનિયાભરના દેશોમાં હવે લગભગ અંતિમ તબક્કામાં છે અને ભારત સરકાર દરેક સ્તરે કોરોના વેક્સીન માટે થઈ રહેલ કામ પર નજર રાખી રહ્યા છે, અમે બધાના સંપર્કમાં છે. જો કે હજુ સુધી એ નક્કી નથી થયુ કે એક, બે કે ત્રણ વેક્સીન હશે કેપછી આની કિંમત શું હશે.

માનવામાં આવી રહ્યુ છે કે કોરોનાના ઉત્પાદન અને વેક્સીન વિતરણમાં ભારતની ભૂમિકા ઘણી મહત્વની રહેવાની છે. કોરોના મહામારી દરમિયાન એચસીક્યુ, પેરાસીટામૉલ જેવી દવાઓનુ વિતરણ ભારતે 150થી વધુ દેશોમાં કર્યુ હતુ. વેક્સીનના નિર્માણ કાર્યક્રમમાં પણ નવી દિલ્લીએ ટ્રેનિંગ કાર્યક્રમનુ આયોજન કર્યુ અને જેમાં પડોશના 9 દેશોમાંથી 90 એક્સપર્ટે ભાગ લીધો હતો.

અહેમદ પટેલની વતન પિરામણમાં કરાઈ દફન વિધિ અહેમદ પટેલની વતન પિરામણમાં કરાઈ દફન વિધિ

English summary
Foreign diplomat to visit Pune to see India's covid vaccine program.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X