For Quick Alerts
For Daily Alerts
વિદેશી કંપનીઓ ભારતમાં ના આવી જોઇએ: અણ્ણા
નવી દિલ્હી, 10 નવેમ્બર: અણ્ણા હઝારેની ટીમ નાના-મોટા આંદોલનને જોડીને એક મોટું આંદોલન છેડશે. દિલ્હીમાં અણ્ણાની કોર કમેટીની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અણ્ણા હઝારેએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે વિદેશી કંપનીઓને દેશમાં આવવાથી રોકવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે માનવતા અને પ્રકૃતિનું નુકસાન સૌથી મોટો ખતરો છે.
અણ્ણાની નવી ટીમમાં કિરણ બેદી, સંતોષ પાંડે, મેધા પાટકર, અખિલ ગોગોઇ સહિત 13 સભ્યો છે. અણ્ણાએ એવું પણ જણાવ્યું કે જમીનનું અધિગ્રહણ કરતા પહેલા ગ્રામસભાની સહમતી હોવી જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે જનલોકપાલની લડાઇ હજી પૂરી નથી થઇ એ ચાલતી રહેવાની છે જેના ભાગરૂપે હું 30 જાન્યુઆરીથી ભારતભ્રમણ કરીશ.