For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારનુ અર્થવ્યવસ્થા પર ફોકસ, વિદેશ મંત્રીએ જણાવ્યો સરકારનો 'મેગા પ્લાન'

હવે કોરોના સામે જંગ લડી રહેલ ભારતની નજર ઈકોનૉમી સુધારવા પર છે.

|
Google Oneindia Gujarati News

S Jaishankar Statement on Union Budget 2021 And Coronavirus: કોરોના મહામારીએ આખી દુનિયાની કમર તોડી નાખી છે. ભારત પર આની મોટી અસર પડી છે. દેશની અર્થવ્યવસ્થા કોરોનાના કારણે પ્રભાવિત થઈ છે. વળી, લોકોના રોજગાર પર પણ આની ખરાબ અસર જોવા મળી છે. હવે કોરોના સામે જંગ લડી રહેલ ભારતની નજર ઈકોનૉમી સુધારવા પર છે. જેની સ્પષ્ટ ઝલક આ વખતના બજેટ 2021માં જોવા મળી. બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે આ વખતનુ બજેટ ઈમરજન્સીમાં અવસર શોધવા જેવુ છે. વળી, હવે વિદેશ મંત્રી એસ જયશંકર પણ જણાવ્યુ કે અમારી પ્રાથમિકતા લોકો માટે આરોગ્ય સેવાઓ છે.

j shankar

વાસ્તવમાં, આજે પ્રેસ કૉન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ કે અમારો મુદ્દો કોરોના અને ઈકોનૉમિક રિકવરી વચ્ચેનો છે. ભવિષ્યની દિશા શું હોવી જોઈએ. આ વખતના બજેટમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે આજના સમયમાં આપણા માટે લોકોનુ આરોગ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે માટે આ વખતના બજેટમાં સરકારે આરોગ્ય સેક્ટરને વધુ પ્રાથમિકતા આપી છે.

માસ્ક અને પીપીઈ કિટ બનાવનારી 1000 કંપનીઓ હાજર

વિદેશ મંત્રી જયશંકરના જણાવ્યા મુજબ જ્યારે કોરોના મહામારી ભારતમાં આવી ત્યારે કોઈ કોવિડ સેન્ટર નહોતુ. કોઈ પીપીઈ કિટ નહોતુ બનાવતુ, ઘણા ઓછા લોકો માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર બનાવતા હતા પરંતુ આ દરમિયાન સૌના પ્રયત્નોથી આપણે 16,000 કોવિડ સેન્ટર બનાવ્યા. આજના સમયમાં આપણી પાસે માસ્ક અને પીપીઈ કિટ બનાવતી 1000 કંપની છે.

બજેટમાં હેલ્થ સેક્ટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જોર

તમને જણાવી દઈએ કે બજેટ 2021-22માં કેન્દ્ર સરકારે હેલ્થ સેક્ટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ્સુ જોર આપ્યુ છે. આરોગ્ય ક્ષેત્રે બજેટને 94,000 કરોડથી વધારીને 2.38 કરોડ કરી દેવામાં આવ્યુ છે. વળી, બજેટમાં કોરોના વાયરસ સામે રસીકરણ માટે 35,000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ છે. સ્ટાર્ટઅપ કંપનીઓ માટે ટેક્સ હોલી-ડેને એક વર્ષ માટે વધારી દીધુ એટલે કે સ્ટાર્ટઅપમાં રોકાણથી થતા લાભ પર છૂટને વધુ એક વર્ષ માટે વધારવામાં આવી છે. વૃદ્ધોને આવકવેરામાંથી છૂટ આપવામાં આવી છે. હવે 75 વર્ષથી ઉપંરના લોકો, જેમની આવક પેન્શન કે વ્યાજથી થાય છે તેમણે ટેક્સ રિટર્ન ફાઈલ નહિ કરવા પડે.

હાઈવે પર ઉતર્યા ખેડૂતો, ઘણા રાજ્યોમાં ચક્કાજામની અસરહાઈવે પર ઉતર્યા ખેડૂતો, ઘણા રાજ્યોમાં ચક્કાજામની અસર

English summary
Foreign Minister S Jaishankar statement on Union Budget 2021 and coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X