For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન જર્નાદન રેડ્ડીનું નિધન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હૈદ્વાબાદ, 9 મે: આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન જર્નાદન રેડ્ડીનું આજે સવારે અહીં નિધન થઇ ગયું છે. તે લાંબા સમયથી બિમાર હતા. એન જર્નાદન રેડ્ડી (80)ને જ્ઞાનતંતુ સંબંધિત બિમારી હતી તેની સારવાર ચાલી રહી હતી. તેમને સવારે પાંચ વાગે અંતિમ શ્વાસ લીધા હતા. એન જર્નાદન રેડ્ડીના પરિવારમાં પત્ની અને ચાર પુત્ર છે.

એન જર્નાદન રેડ્ડી આંધ્ર પ્રદેશથી વર્તમાન રાજ્યસભાના સભ્ય હતા. તે ડિસેમ્બર 1990 થી ઓક્ટોબર, 1992 સુધી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યાં હતા. કેટલાય દાયકા લાંબા પોતાના રાજકીય કેરિયરમાં તેમણે રાજ્ય મંત્રી અને ધારાસભ્ય તરીકે કામ કર્યું.

Janardhan-Reddy

એન જર્નાદન રેડ્ડીએ નક્સલવાદીઓ વિરૂદ્ધ સખત વલણ અપનાવ્યું હતું અને વર્ષ 2007માં ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલામાં માંડ માંડ બચ્યા હતા. તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડૂ સહિત કેટલાક વરિષ્ઠ નેતાઓએ જર્નાદન રેડ્ડીના નિધન પર સંવેદના પ્રગટ કરી છે.

English summary
Former Andhra Pradesh Chief Minister N Janardhan Reddy passed away on Friday morning following prolonged illness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X