For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેનાના પૂર્વ અધિકારીનુ તિહાર જેલમાં મોત, પોલિસે લગાવ્યો ચીન માટે જાસૂસીનો આરોપ

સેનાના પૂર્વ અધિકારી કેપ્ટન મુકેશ ચોપડાનુ તિહાર જેલમાં શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

સેનાના પૂર્વ અધિકારી કેપ્ટન મુકેશ ચોપડાનુ તિહાર જેલમાં શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ ગયુ છે. કેપ્ટન મુકેશ ચોપડાના મોત બાદ આ કેસની મેજિસ્ટરેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વળી, પોલિસના સૂત્રનો દાવો છે કે તેમની તપાસમાં એ વાત સામે આવી છે કે 64 વર્ષીય મુકેશ ચોપડા એવિએશન રિસર્ચ સેન્ટરના ગેસ્ટ હાઉસમાં રહી રહ્યા હતા જ્યાં તેમના રુમને રિટાયર્ડ અધિકારીએ બંધ કરી દીધો હતો. માહિતી અનુસાર આ અધિકારી મુકેશ ચોપડા સાથે કામ કરી ચૂક્યા છે.

ચીનના કોઈ વ્યક્તિ સાથે હતા સંપર્કમાં

ચીનના કોઈ વ્યક્તિ સાથે હતા સંપર્કમાં

સૂત્રએ દાવો કર્યો ખે કેપ્ટન મુકેશ ચોપડા સોશિયલ મીડિયા એપ દ્વારા ચીનના કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ચોપડાને 2 નવેમ્બરના રોજ માનેકશાં સેન્ટરમાંથી મહત્વના સ્ટ્રેટેજિક પુસ્તક ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવ હતી. ત્યારબાદ ત્રણ દિવસ સુધુ તેમની પોલિસ કસ્ટડાં પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ બાદ ચોપડાને 6 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં જેલ મોકલી દેવામાં આવ્યા હતા જ્યાં એક દિવસ બાદ તેમનુ મોત થઈ ગયુ. ચોપડાના વકીલ અને ભાઈએ તેમના શંકાસ્પદ મોત પર સવાલ ઉઠાવ્યા છે જ્યારે પોલિસને શંકા છે કે તે ચીન માટે જાસૂસી કરી રહ્યા છે.

જેલની દિવાલથી કૂદ્યા

જેલની દિવાલથી કૂદ્યા

8 નવેમ્બરના રોજ ચોપડાના વકીલ દીપક ત્યાગીએ તિહાર જેલ પ્રશાસને આ વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન જેલ પ્રશાસને જણાવ્યુ કે ચોપડા જેલની બિલ્ડીંગની દિવાલ પરથી કૂદી ગયા હતા. દીપક ત્યાગીએ કહ્યુ કે જો ચોપડા પર જાસૂસીનો આરોપ હતો તો તેમને સુરક્ષિત વૉર્ડમાં રાખવા જોઈતા હતા, અમને એ વાતની માહિતી મળી છે કે મુકેશ ચોપડાનો યોગ્ય રીતે ઈલાજ પણ કરાવવામાં આવ્યો નહોત. મુકેશ ચોપડાના ભાઈ રંગેશ ચોપડાએ જણાવ્યુ કે મારા ભાઈની પોલિસ કસ્ટડીમાં રોજ 15 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. તે માત્ર પાંચ કલાક સૂતા હતા અને તેમને ફરીથી જગાડી દેવામાં આવતા હતા. મારા ભાઈ પૂર્વ સેનાના અધિકારી હતી અને તેમને જાસૂસ ગણાવીને લોકો વચ્ચે રજૂ કરવામાં આવ્યા.

આ પણ વાંચોઃ વરિષ્ઠ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની તબિયત બગડી, હોસ્પિટલમાં ભરતીઆ પણ વાંચોઃ વરિષ્ઠ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની તબિયત બગડી, હોસ્પિટલમાં ભરતી

64 કરોડ રૂપિયાની એફડી

64 કરોડ રૂપિયાની એફડી

પોલિસનો દાવો છે કે તેમણે જ્યારે મુકેશ ચોપડાની ધરપકડ કરી ત્યારે તેમની પાસેથી ચાર મોબાઈલ ફોન મળ્યા હતા. એ વખતે ચોપડાએ જણાવ્યુ હતુ કે તે પેરાશૂટ રેજીમેન્ટમા કેપ્ટન રહી ચૂક્યા છે અને તેમને લેહમાં તૈનાત કરવામાં આવ્યા હતા. તે 1993માં રિટાયર થયા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસે છતરપુર અને કૈલાશમાં પ્રોપર્ટી છે. એટલુ જ નહિ તેમણે કહ્યુ હતુ કે તેમની પાસે 64 કરોડ રૂપિયા ફિક્સ ડિપોઝીટ છે. પોલિસના જણાવ્યા અનુસાર ચોપડા પોતાની પત્ની અને દીકરી સાથે 1983 કેનેડા જતા રહ્યા હતા અને ત્યારબાદ તેમણે અમેરિકાનો પાસપોર્ટ મળી ગયો હતો. તેમના પાસપોર્ટ પર 2025 સુધી ચીનનો વિઝા હતા. તેમની વ્યક્તિગત ડાયરીમાં ચાઈનીઝ યુનાઈટેડ ફ્રંટ વર્ક ડિપાર્ટમેન્ટના અમુક સભ્યોના નંબર હતા. તે 2007થી સતત ભારત આવી રહ્યા હતા. તે 15 વાર ભારત આવ્યા અને આ દરમિયાન તેમણે સેનાના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

ફોનમાં ઘણા મેસેજને કર્યા હતા ડિલીટ

ફોનમાં ઘણા મેસેજને કર્યા હતા ડિલીટ

31 ઓક્ટોબરા રોજ ચોપડા હૉંગકૉગથી દિલ્લી પહોંચ્યા હતા. પોલિસ સૂત્રનુ કહેવુ છે કે તેમણે સેનાના એર રિટાયર અધિકારી એરપોર્ટ લેવા પહોંચ્યા હતા જે કે એઆરસીમાં તેમની સાથે કામ કરી ચૂક્યા હતા. ચોપડાએ પોતાના દીકરાને અમેરિકા અને કેનેડામાં નોકરી મેળવવામાં મદદ કરી હતી. પોલિસ સૂત્રએ જણાવ્યુ કે ચોપજાને માનેકશાં સેન્ટર પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જે સમયે ચોપડાની ધરપકડ કરવામાં આવી તેમની પાસે 30000 યુએસ ડૉલર કેશ હતા અને અમુક ગોલ્ડ જ્વેલરી, ચાર મોબાઈલ ફોન હતા. માહિતી અનુસાર તે ચીનના કોઈ વ્યક્તિ સાથે સતત સંપર્કમાં હતા અને તેમણે ઘણા મેસેજ ડિલીટ પર કર્યા હતા. વળી, ચોપડાના વકીલનુ કહેવુ છે કે જે પુસ્તકની ચોરીનો આરોપ તેમના પર લાગ્યો છે તે બધુ ઑનલાઈન ઉપલબ્ધ છે. વળી, ચોપડાના પરિવારનુ કહેવુ છે કે તેમની પાસે માનેકશાં સેન્ટરનુ કાર્ડ હતુ અને તે એ દિવસે લઈ જવાનુ ભૂલી ગયા હતા.

English summary
Former army officer died in Tihar jail police accuses him a Chinese spy had 65 crore fd.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X