For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએમ મનોહરલાલ ખટ્ટર સામે ચૂંટણી લડશે તેજ બહાદુર

વીડિયો બનાવીને ખરાબ ખાવાની ફરિયાદ કરનાર બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવ ફરી એક વખત હેડલાઇન્સમાં છે.

|
Google Oneindia Gujarati News

વીડિયો બનાવીને ખરાબ ખાવાની ફરિયાદ કરનાર બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવ ફરી એક વખત હેડલાઇન્સમાં છે. તેજ બહાદુર હરિયાણાની ચૂંટણીને લગતી જાહેરાત અંગે ચર્ચામાં છે. તેજ બહાદુરે જાહેરાત કરી છે કે તે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સામે ચૂંટણી લડશે. આપને જણાવી દઇએ કે હરિયાણાની 90 બેઠકો પર 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે.

ખટ્ટર સામે ચૂંટણી લડશે તેજ બહાદુર

ખટ્ટર સામે ચૂંટણી લડશે તેજ બહાદુર

તેજ બહાદુરે વીડિયો જાહેર કરતાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આ વખતે યોજાનારી હરિયાણાની ચૂંટણીમાં 75 પાર નારો આપી રહી છે પરંતુ તમે 75 ની સામે માઈનસ મૂકી દો. તેજ બહાદુરે જાહેરાત કરી હતી કે તેઓ આ વખતે હરિયાણામાં રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સામે કરનાલથી ચૂંટણી લડશે.

પીએમ મોદી સામે વારાણસીથી તેમનું નોમિનેશન રદ થયું હતું

પીએમ મોદી સામે વારાણસીથી તેમનું નોમિનેશન રદ થયું હતું

બીએસએફના આ પૂર્વ જવાને મનોહરલાલ ખટ્ટર પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રવાદની વાત કરે છે, પરંતુ તેઓ એક પણ એવી વાત કહે જે તેમને રાષ્ટ્ર હિતમાં કરી હોય. તમને જણાવી દઈએ કે વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં બીએસએફમાંથી કાઢી મુકાયેલા જવાન તેજ બહાદુર યાદવે વારાણસીથી પીએમ મોદી સામે અરજી કરી હતી. તેમણે પોતાનું નોમિનેશન ફાઇલ કર્યા પછી જ સમાજવાદી પાર્ટીએ તેમને તેમનો ઉમેદવાર જાહેર કર્યો હતો. બીજા દિવસે તેમને ચૂંટણી પંચ તરફથી નોટિસ મળી.

બીએસએફમાંથી કાઢી મુકાયેલા જવાન તેજ બહાદુર

બીએસએફમાંથી કાઢી મુકાયેલા જવાન તેજ બહાદુર

તેજ બહાદુરને તેમની ઉમેદવારી માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લાવવા કહેવામાં આવ્યું હતું. દસ્તાવેજ પૂર્ણ ન થવા અને તેમના દ્વારા આપવામાં આવેલા જવાબથી સંતુષ્ટ ન થવાને કારણે તેમનું નામાંકન રદ કરાયું હતું. વારાણસીથી નોમિનેશન રદ થયા પછી તેજ બહાદુરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો અને તેમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે આ અરજીનો નિકાલ કરતાં ચૂંટણી પંચને આ કેસમાં યોગ્ય નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. જે બાદ ચૂંટણી પંચે આ મામલાની તપાસ કરી અને તેજ બહાદુરના તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા.

આ પણ વાંચો: હરિયાણાઃ ખુદને પ્રશાંત કિશોર ગણાવી કોંગ્રેસની ટિકિટ આપવાના નામે લાખો ઠગ્યા

English summary
former BSF Jawan tej bahadur yadav to contest against manohar lal khattar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X