For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરના પૂર્વ ગવર્નર જગમોહનનુ 94 વર્ષની ઉંમરમાં નિધન

જમ્મુ કાશ્મીરના પૂર્વ ગવર્નર જગમોહનનુ નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરના પૂર્વ ગવર્નર જગમોહનનુ નિધન થઈ ગયુ. તેઓ 94 વર્ષના હતા. જગમોહનને દિલ્લીમાં અંતિમ શ્વાસ લીધા. તેમનુ પૂરુ નામ જગમોહન મલ્હોત્રા હતુ. જગમોહન જમ્મુ કાશ્મીરના ગવર્નર રહેવા ઉપરાંત કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા હતા. દિલ્લીમાં તેમની કોઈ બિમારીનો ઈલાજ ચાલી રહ્યો હતો. આ દરમિયાન સોમવારે(3 મે) તેમનુ નિધન થઈ ગયુ. જગમોહન જમ્મુ કાશ્મીર ઉપરાંત ગોવાના ઉપરાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. જગમોહન સાંસદ પણ હતા. તેમણે નગરીય વિકાસ અને પર્યટન મંત્રીનો કાર્યભાર પણ સંભાળ્યો હતો.

Jagmohan

જાણો જમ્મુ કાશ્મીરના પૂર્વ ગવર્નર જગમોહન વિશે

જગમોહન મલ્હોત્રાનો જન્મ પંજાબના હિંદુ ખત્રી પરિવારમાં 25 સપ્ટેમ્બર 1927ના રોજ અવિભાજિત ભારત(હવે પાકિસ્તાન)ના હાફિઝાબાદમાં થયો હતો. તેમના પિતાનુ નામ અમીર ચંદ અને માતાનુ નામ દ્રોપદી દેવી હતી. જગમોહને પોતાનો અભ્યાસ દિલ્લીથી કર્યો છે. જગમોહનની પત્નીનુ નામ ઉમા જગમોહન છે. બંનેના લગ્ન 1957માં થયા હતા. જગમોહન એ વખતે ચર્ચામાં આવ્યા જ્યારે 1970ના દશકના મધ્યમાં દિલ્લી વિકાસ પ્રાધિકરણના તેઓ ઉપાધ્યક્ષ બન્યા. કહેવાય છે કે આ દરમિયાન તેઓ સંજય ગાંધીની નજીક આવી ગયા હતા.

જગમોહન 1971માં પદ્મશ્રી અને 1977માં પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. જગમોહન બે વાર જમ્મુ કાશ્મીરના ગવર્નર રહી ચૂક્યા હતા. તેમનો પહેલો કાર્યકાળ 1984થી 1989 સુધીનો હતો. વળી, વીપી સિંહ સરકારે જગમોહનને ફરીથી 1990માં રાજ્યપાલ તરીકે કાશ્મીર મોકલ્યા. જ્યાં તેઓ 1990 સુધી આ પદ પર રહ્યા. જમ્મુ કાશ્મીર પર જગમોહનના વિચાર કોંગ્રેસ સાથે મેળ નહોતા ખાતા માટે જગમોહન બાદમાં ભાજપમાં શામેલ થઈ ગયા હતા.

PM મોદીએ જે 18 જગ્યાએ રેલીઓ કરી તેમાંથી 10 સીટ પર જીત્યુ TMCPM મોદીએ જે 18 જગ્યાએ રેલીઓ કરી તેમાંથી 10 સીટ પર જીત્યુ TMC

1998માં જ્યારે ભાજપના અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા ત્યારે જગમોહને તેમના મંત્રીમંડળમાં સંચાર, શહેરી વિકાસ અને પર્યટન સહિત ઘણા વિભાગોમાં કામ કર્યુ. જગમોહને 1990-96 સુધી રાજ્યસભામાં સાંસદ કરીતે કાર્ય કર્યુ હતુ. જગમોહન નવી દિલ્લીથી 1996, 1998 અને 1999માં લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. જમ્મુ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટ્યા બાદ અમિત શાહ અને જેપી નડ્ડા જગમોહનને મળવા તેમના દિલ્લી સ્થિત ચાણક્યપુરી ઘરે ગયા હતા.

English summary
Former Jammu Kashmir governor Jagmohan passed away at the age of 94
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X