For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સાના પૂર્વ મંત્રીના પુત્રની દહેજ કેસમાં ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

dowry-case
ભુવનેશ્વર, 17 માર્ચ: ઓરિસ્સાના પૂર્વ મંત્રી રઘુનાથ મોહંતીના પુત્ર રાજા શ્રી મોહંતીને દહેજ માટે પત્નીને ત્રાસ આપવાના કેસમાં રવિવારે ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે ઘણો હોબાળો મચ્યો હતો અને વિપક્ષી દળોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે મોહંતીને રાજ્ય પોલીસ વિભાગની માનવાધિકાર શાખાએ ધરપકડ કરી છે. તેમને કોર્ટમાં રજૂ કરી શકાય છે. મોહંતી પર જૂન 2012માં વર્ષા સ્વોની ચૌધરી સાથે લગ્ન કર્યા બાદ તેને દહેજ માટે ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ચૌધરીએ બાલાસોરના પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેના માતા-પિતાએ લગ્ન સમયે 10 લાખ રૂપિયા દહેજમાં આપ્યા હતા, જે પ્રમાણે સાસરી પક્ષે માંગણી કરી હતી. પરંતુ બાદમાં તેના સસરા, પતિ તથા પરિવારના અન્ય સભ્યોએ તેના માતા-પિતા પાસે 25 લાખ રૂપિયા અને એક મલ્ટી-યૂટિલિટી વ્હિકલની માંગણી કરી. આ આરોપ બાદ બાલાસોર જિલ્લામાં બિસ્તા વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રઘુનાથ મોહંતીએ શુક્રવારે રાજ્ય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દિધું હતું.

English summary
After public outcry and protests by opposition parties, police on Sunday arrested Raja Shree Mohanty, the son of former Odisha minister Raghunath Monahty, on charge of torturing his wife for dowry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X