For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2019: પૂર્વ પીએમ મનમોહન સિંહે વચગાળાના બજેટને ગણાવ્યુ ‘ચૂંટણી બજેટ'

એનડીટીવી સાથે વાત કરતા મનમોહન સિંહે જણાવ્યુ કે આ એક ચૂંટણી બજેટ છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહે કહ્યુ કે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે દ્વારા આજે રજૂ કરવામાં આવેલુ સરકારનું વચગાળાનું બજેટ મેમાં થનાર લોકસભા ચૂંટણી પર પ્રભાવ પાડશે. આ બજેટમાં સરાકરે મધ્યમ વર્ગ, નાના ખેડૂતો અને ગ્રામીણ વસ્તી માટે ઘણા મોટા એલાનો કર્યા છે. એનડીટીવી સાથે વાત કરતા મનમોહન સિંહે જણાવ્યુ કે આ એક ચૂંટણી બજેટ છે. મોદી સરકાર દ્વારા મધ્યમ વર્ગ અને ખેડૂતોની મોટી આવકવેરા છૂટ આપવાના સવાલ પર મનમોહન સિંહે કહ્યુ કે આ પરિસ્થિતિઓમાં ખેડૂતોને રાહત અને મધ્યમ વર્ગને રાહત સ્પષ્ટ રીતે ચૂંટણીમાં લાભ લેવા માટે આપવામાં આવ્યો છે.

Manmohan Singh

મનમોહન સિંહને દેશમાં વ્યાપક રીતે આર્થિક સુધારા માટે ઓળખવામાં આવે છે. જેની ઘોષણા તેમણે 1991માં કરી હતી જ્યારે તે નાણામંત્રી હતા. તેમણે કહ્યુ કે સરકારે વચગાળાના બજેટમાં ખર્ચ પર કામ કર્યુ નથી. વળી, પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે શુક્રવારે કાર્યવાહક નાણામંત્રી પિયુષ ગોયલ તરફથી રજૂ કરાયેલ વચગાળાની ટીકા કરતા કહ્યુ કે વચગાળાના બજેટમાં કોંગ્રેસની કૉપી કરવા માટે આભાર. જેણે આ વાતની ઘોષણા કરરી કે દેશનો સંશાધનો પર પહેલો અધિકાર ગરીબ લોકોનો છે. તેમણે કહ્યુ કે આ વોટ ઓન અકાઉન્ટ નહિ પરંતુ અકાઉન્ટ ઓન વોટ્સ હતુ.

એનડીએ સરકારે વચગાળાનું બજેટ રજૂ કરીને સામાન્ય લોકોને ટેક્સમાં મોટી રાહત આપી છે. લોકસભા ચૂંટણી પહેલા આ સામાન્ય જનતાને સરકાર તરફથી મોટી ભેટ છે. સરકાર આવકની છૂટની સીમા અઢી લાખ રૂપિયાથી વધારીને સીધા 5 લાખ કરી દીધી છે. મોદી સરકાર વચગાળાના બજેટમાં આવક મર્યાદા વધારીને મિડલ ક્લાસને એક ખુશખબરી આપી છે.

આ પણ વાંચોઃ બજેટ 2019: મોદી સરકારે રજૂ કર્યુ વિઝન 2030, બતાવ્યા આ 10 સપનાઆ પણ વાંચોઃ બજેટ 2019: મોદી સરકારે રજૂ કર્યુ વિઝન 2030, બતાવ્યા આ 10 સપના

English summary
Former pm Manmohan Singh said the government's interim budget It's an election budget
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X