અબ્દુલ કલામના અચાનક નિધનથી દેશ શોકમાં
નવી દિલ્હી, 28 જુલાઇ: એક દુ:ખદ સમાચારે આખા દેશને ત્યારે જગજોળી નાખ્યું જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના નિધનના સમાચાર કાને પડ્યા. નોંધનીય છે કે તેઓ શિલોંગ સ્થિત ભારતીય મેનેજમેન્ટ સંસ્થા (IIM)માં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે જ અચાનક તેમની તબિયત લથડવા લાગી.
જ્યારે તેમને સારવાર માટે શિલોંગની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. ડોક્ટરોએ જણાવ્યું કે ડો. એપીજે કલામને અહીં લાવવામાં આવ્યા ત્યાં સુધી તેમનું નિધન થઇ ચુક્યું હતું.

ડો. કલામના આ રીતે અચાનક નિધન થતા દેશને મોટો ફટકો પડ્યો છે... લોકોએ તેમને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી હતી અને પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું.
ડો. એપીજે અબ્દુલ કલામની છેલ્લી ટ્વિટ...
Going to Shillong.. to take course on Livable Planet earth at iim.
With @srijanpalsingh and Sharma.
— In memoryof Dr.Kalam (@APJAbdulKalam) July 27, 2015 











Click it and Unblock the Notifications
