For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા બૂટા સિંહનુ નિધન, લાંબા સમયથી હતા બિમાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બૂટા સિંહનુ શનિવારે સવારે નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બૂટા સિંહનુ શનિવારે સવારે નિધન થઈ ગયુ. તેઓ લાંબા સમયથી બિમાર હતા. તેમનો જન્મ પંજાબના જલંધરના મુસ્તફાપુર ગામમાં 21 માર્ચ, 1934ના રોજ થયો હતો. આ ઉપરાંત તે 8 વાર સાંસદ ચૂંટાયા હતા. જ્યારથી મોદી સરકાર નવો કૃષિ કાયદો લાવ્યા ત્યારથી બૂટા સિંહ તેને વિરોધ કરી રહ્યા હતા. બૂટા સિંહને દલિતોના મસીહા કહેવામાં આવતા હતા. સાથે જ તેમણે ઘણી વાર કોંગ્રેસને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢી. આ પહેલા નવેમ્બરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનુ નિધન થયુ હતુ.

buta singh

Recommended Video

નેશનલ : પૂર્વ ગૃહ મંત્રી અને કોંગ્રેસ નેતા બુટા સિંહનું નિધન

બૂટા સિંહને નહેરુ-ગાંધી પરિવારના સૌથી ભરોસાપાત્ર લોકોમાંના એક માનવામાં આવતા હતા. જ્યારે 1977થી દેશમાં જનતા પાર્ટીની લહેર આવી અને કોંગ્રેસ ખરાબ રીતે હારી ત્યારે ઘણા દિગ્ગજ નેતાઓએ ઈંદિરા ગાંધીનો સાથ છોડી દીધો. એ દરમિયાન બૂટા સિંહ કોંગ્રેસના એકમાત્ર રાષ્ટ્રીય મહાસચિવ હતા. તેમની કઠોર મહેનતના કારણે પાર્ટીમાં ઘણા મોટા ચહેરાઓ જોડાયા અને 1980માં કોંગ્રેસની સત્તામાં વાપસી થઈ. ત્યારથી બૂટા સિંહ ગાંધી પરિવારની સૌથી નજીક રહ્યા. આના કારણે તેમને ગૃહ, કૃષિ, રમતગમત, રેલવે સહિત ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારીઓ પણ મળી. આ ઉપરાંત તેમણે બિહારના રાજ્યપાલ તરીકે પણ પોતાની સેવાઓ આપી હતી. જ્યારે સરકારે તેમને અનુસૂચિત જાતિ પંચના અધ્યક્ષ બનાવ્યા તો તેમણે દલિતોના ઉત્થાન માટે ઘણા કામ કર્યા.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

આ વેબસીરિઝ માટે થયા વિવાદ, અભિનેતા-નિર્દેશકોને જારી થઈ નોટિસઆ વેબસીરિઝ માટે થયા વિવાદ, અભિનેતા-નિર્દેશકોને જારી થઈ નોટિસ

English summary
Former Union Minister and Congress leader Buta Singh passed away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X