For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેજ પ્રતાપના લગ્નથી પાછા આવતા ભીષણ દુર્ઘટના, નેતા સહીત 4 મૌત

બિહારના ફારબીસગંજ પોઠીયા ઓવરબ્રીઝ પર રોડ દુર્ઘટનામાં 4 લોકોની મૌત થઇ ગયી છે. બધા જ સ્કોર્પિયોમાં સવાર હતા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બિહારના ફારબીસગંજ પોઠીયા ઓવરબ્રીઝ પર રોડ દુર્ઘટનામાં 4 લોકોની મૌત થઇ ગયી છે. બધા જ સ્કોર્પિયોમાં સવાર હતા. બધા જ મૃતક કિશનગંજ ના રહેવાસી હતા. તેઓ લાલુ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવના લગ્નથી કિશનગંજ પાછા જઈ રહ્યા હતા કે રસ્તામાં આ દુર્ઘટના થયી. મૃતકમાં કિશનગંજ રાજદ જીલ્લાધ્યક્ષ ઇંતખાબ આલમ બબલુ પણ શામિલ હતા.

ટ્રક સાથે ટક્કર થવાથી દર્દનાક દુર્ઘટના ઘટી

ટ્રક સાથે ટક્કર થવાથી દર્દનાક દુર્ઘટના ઘટી

આ દુર્ઘટનામાં ઈકરામૂલ બાગીની પણ મૌત થઇ ચુકી છે. ઈકરા મૂલ જનતાદળ સરકારમાં કલ્યાણ મંત્રી રહી ચૂકેલા ઇસલામુદ્દીન બાગી ઉર્ફ સુલેમાન બાગીના પુત્ર છે. મૃતકની ઓળખ તેના આઈકાર્ડ ઘ્વારા કરવામાં આવી ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી ચુકી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના ટ્રકની ટક્કર ઘ્વારા થયી છે. ટ્રક ચાલક ફરાર થઇ ગયો વાહનમાં રાજદ નું બેનર પણ હતું.

જગ્યા પર 4 લોકોની દર્દનાક મૌત

જગ્યા પર 4 લોકોની દર્દનાક મૌત

જાણકારી મુજબ રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવના લગ્નથી પાછા આવતી વખતે આ દુર્ઘટના થયી. જેમાં રાજદ ના કિશનગંજ જીલ્લા અધ્યક્ષ ઇંતખાબ આલમ, ઈકરામૂલ હક બાગી, રાજદના દીધલ બેંક પ્રખંડ અધ્યક્ષ પપ્પુ સહીત સ્કોર્પિયો ચાલકની મૌત ઘટના પર થઇ ચુકી છે.

સ્કોર્પિયો ના ફુરચા ઉડ્યા

સ્કોર્પિયો ના ફુરચા ઉડ્યા

એસડીપીઓ મનોજ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ઘટના સવારે લગભગ 6 વાગ્યે થયી હતી. આ બધા જ લોકો પટનામાં લગ્ન અટેન્ડ કરીને પાછા આવી રહ્યા હતા. ઉંગને કારણે સ્કોર્પિયો ચાલાક લેન બદલીને બીજી લેનમાં ચાલ્યો ગયો અને સામેથી આવી રહેલી ટ્રક સાથે તેની ટક્કર થઇ ગયી. પોલીસ આખા મામલાની જાંચમાં જોડાઈ ગયી છે. ઘટના નજરે જોનાર અનુસાર ટક્કર ખુબ જ જોરદાર હતી. જોરદાર ધમાકા સાથે સ્કોર્પિયોના ફુરચા ઉડી ગયા. સ્કોર્પિયોમાં સવાર બધા જ લોકોની ઘટના પર જ મૌત થઇ ગયી.

English summary
Four killed while returning from Tej Pratap marriage in Bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X