દિલ્લી અને રાજસ્થાનંમાં ઓમિક્રૉનના 4-4 નવા કેસ, દેશમાં આંકડો પહોંચ્યો 49
દેશમાં હવે કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનનો ડર વધી રહ્યો છે.
નવી દિલ્લીઃ દેશમાં હવે કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનનો ડર વધી રહ્યો છે. ઝડપથી સંક્રમિત કરતા આ ખતરનાક ઓમિક્રૉનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે દિલ્લી અને રાજસ્થાનમાં 4-4 નવા કેસ નોંધવામાં આવ્યા છે જેના કારણે હવે રાજ્ય સરકારો પહેલાની સરખામણીમાં વધુ એલર્ટ મોડ પર આવી ચૂકી છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા 49 થઈ ગઈ છે.

દિલ્લીમાં આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને નવા કેસો વિશે જણાવ્યુ કે દિલ્લીમાં અત્યાર સુધી 6 લોકો ઓમિક્રૉન વેરિઅંટથી પૉઝિટિવ જોવા મળ્યા છે જેમાંથી 1 રિકવર થઈને ઘરે જઈ ચૂક્યા છે. ઓમિક્રૉનના બધા કેસ વિદેશ આવેલા લોકોમાં જોવા મળ્યા છે. બધા કેસ સ્ટેબલ છે. સ્થિતિ નિયંત્રણમાં છે. સાથે જ કહ્યુ કે વર્તમાનમાં 35 કોવિડ દર્દી અને 3 શંકાસ્પદ કેસ એલએનજેપી હોસ્પિટલમાં ભરતી છે.
આ તરફ, ઓમિક્રૉનના નવા કેસો પર રાજસ્થાનના આરોગ્ય મંત્રી પરસાદી લાલ મીણાએ માહિતી આપીને જણાવ્યુ કે વધુ ચાર કોરોનાના નવા વેરિઅંટના કેસ સામે આવ્યા છે. આ દર્દીઓની તબિયત સ્થિર છે. રાજ્યમાં છેલ્લા બધા ઓમિક્રૉન કેસોએ હવે કોવિડ નેગેટીવ પરીક્ષણ કર્યુ છે. રાજસ્થાનમાં વર્તમાન સમયમાં 13 કેસ થઈ ચૂક્યા છે. વળી, સંક્રમિતોના કેસોમાં મહારાષ્ટ્ર બાદ બીજુ સૌથી પ્રભાવિત રાજ્ય રાજસ્થાન છે.
Four new Omicron cases detected, taking the total number of cases to 6. Of the 6 cases, 1 patient has been discharged from the hospital. Currently, 35 Covid positive patients & 3 suspected cases admitted to LNJP hospital: Delhi Health Minister Satyendar Jain on Omicron cases pic.twitter.com/Bwlz15YVCI
— ANI (@ANI) December 14, 2021
Four more cases have been reported, the health condition of these patients is stable. All previous Omicron cases in the State have tested COVID negative now: Rajasthan Health Minister Parsadi Lal Meena on Omicron cases pic.twitter.com/eCUa8lzTpU
— ANI (@ANI) December 14, 2021












Click it and Unblock the Notifications
