For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલ પર ફ્રાંસે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યુ ખંડન

રાહુલ ગાંધીએ રાફેલ ડીલ પર સંસદમાં આપેલા નિવેદન બાદ ફ્રાંસે નિવેદન જારી કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

રાહુલ ગાંધીએ રાફેલ ડીલ પર સંસદમાં આપેલા નિવેદન બાદ ફ્રાંસે નિવેદન જારી કર્યુ છે. મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ વપર થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં દાવો કરતા કહ્યુ હતુ કે તેમની ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત થઈ હતી. રાહુલે કહ્યુ મેક્રોએ તેમને સ્પષ્ટ કહ્યુ હતુ કે આવો કોઈ પણ એક્ટ નથી કે ડીલની વાતો સાર્વજનિક ના થઈ શકે. આ દરમિયાન ફ્રાંસ સરકારે રાહુલના નિવેદનનું ખંડન કરતા કહ્યુ કે ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલી ડીલને સાર્વજનિક નહિ કરવા માટે બંને દેશ કાયદાથી બંધાયેલા છે.

france

ફ્રાંસે નિવેદન જારી કરીને કહ્યુ, 'અમે ભારતીય સંસદમાં રાહુલ ગાંધીના નિવેદન સાંભળ્યુ છે. ફ્રાંસ અને ભારત વચ્ચે 2008 માં સુરક્ષા સમજૂતી થઈ હતી, જેમાં બંને દેશો સુરક્ષા સાથે જોડાયેલી જાણકારી સાર્વજનિક નહિ કરવા માટે કાયદાથી બંધાયેલા છે.' ફ્રાંસે આગળ કહ્યુ કે જે ભારત કે ફ્રાંસના સુરક્ષા ઉપકરણોની સુરક્ષા અને ઓપરેશનલ ક્ષમતાઓને પ્રભાવિત કરી શકે છે. ફ્રાંસ મુજબ 36 રાફેલ એરક્રાફ્ટ અને તેના હથિયારો ખરીદવા અંગે 23 સપ્ટેમ્બર 2016 ના રોજ સ્વાભાવિક રૂતે આઈજીએ (Inter-Governmental Agreement) હેઠળ અંતિમ રૂપ આપવામાં આવ્યુ છે.

આ તરફ રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા પોતાના નિવેદન પર કાયમ છે. રાહુલ ગાંધીએ નિવેદન અંગે કહ્યુ કે ફ્રાંસના રાષ્ટ્રપતિએ મનમોહનસિંહ સામે કહ્યુ હતુ કે સરકાર જો ઈચ્છે તો રાફેલ ડીલને સાર્વજનિક કરી શકે છે.

English summary
રાફેલ ડીલ પર ફ્રાંસે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યુ ખંડન
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X