For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફાન્સ ફરી આપ્યો ભારતનો સાથ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યતા માટે કર્યુ સમર્થન

ફ્રાન્સે ભારતને સુયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષધમાં કાયમી સભ્યપદ માટે સહકાર આપવાનુ કહ્યુ છે. આ સિવાય ભારતના મુલાકાતે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજનીતિક સલાહકારે ભારતના નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.

|
Google Oneindia Gujarati News

ફ્રાન્સે ફરી એક વાર ભારતની સયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યતા માટે ભારતનું સમર્થન કર્યુ છે. ફાન્સના રાષ્ટ્રપતિના રાજનીતિક સલાહકાર ઇમૈનુએલ બોએ કહ્યુ છે કે, તેમનો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યતા માટે ભારતનું સમર્થન કરે છે. આ પહેલા ભારત અને ફ્રાન્સે ગુરુવારે 36 માં સામારિક રાજનીતિક વાર્તાીની શરુઆત થઇ હતી. આ દરમિયાન વૈશ્વિક સુરક્ષા સ્થિતિ, યુક્રેન સંઘર્ષ, અફઘાનિસ્તાનની સ્થિતિ હિન્દી પ્રશાંત ક્ષેત્રમાં રક્ષઆ સહયોગ સહિત કેટલાય મુદ્દા પર વિસ્તૃત ચરચા થઇ હતી.

NARENDRA MODI

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદમ બાગચીએ જણાવ્યુ હતુ કે, આજે ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 મી સામરીક વાર્તા થઇ. ભારતીય શિષ્ટમંડલનું નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કર્યુ હતુ. તો ફ્રાન્સના શિષ્ટમંડળનું નેતૃત્વ ફ્રાન્સના રાષ્ટ્રપતિના કુટનીતિક સલાહકાર એમૈનુએલ બોનેએ કરી હતી. એવુ પુછવામાં આવતા કે, શુ આ બેઠકમાં રક્ષાને લઇને કોઇ ડીલ પર વાત કરવામાં આવી છએ. તો પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, રક્ષા ડીલ પર વાત થઇ છે કે નહી તેના માટે રક્ષા મંત્રાલયના નિવેદનની રાહ જુઓ. બેઠક હજી પણ ચાલુ હોવાનું કહ્યુ હતુ. બોને વિદેશ મંત્રી જયશંકર સાથે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી.

રિપોર્ટ અનુસાર આ બંનેની વાતચીત મેક ઇન ઇન્ડિયા અભિયાન અનુસાર વિમાન એન્જીન અને લાંબી દુરીની પનડૂબ્બીનું નિર્મણા પર કેન્દ્રીત હશે. ગુરુવારે રાજનાયિક સલહાકાર બોને રક્ષઆ મ્ત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી. મોદી સરકાર આ વાતચીતને લઇને ચુપ્પી સાધી લીધી છે પરંતુ એવું અનુમાન લગાવામાં આવે છે કે, ભારત,ચીનના વધતા સૈન્યીકરણને જોતા હથિયાર અને હાર્ડવેયર જૈવી વસ્તુ પર આત્મનિર્ભર બનવા માંગે છે. તેના માટે ભારત અને ફ્રાન્સ જેવા મુખ્ય સહયોગીઓની મદદ લેવા માંગ છે.

English summary
France will cooperate for membership in the United Nations Security Council
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X