For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્લાઝમા ડોનેટ કરવાના નામે દિલ્લી વિધાનસભા અધ્યક્ષ સાથે છેતરપિંડી

દિલ્લી વિધાનસભા અધ્યક્ષ રામ નિવાસ ગોયલ સાથે પ્લાઝમા ડોનેટ કરવાના નામે છેતરપિંડી કરવાની કોશિશ કરનારની ધરપકડ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી વિધાનસભા અધ્યક્ષ રામ નિવાસ ગોયલ સાથે પ્લાઝમા ડોનેટ કરવાના નામે છેતરપિંડી કરવાની કોશિશ કરનારની ધરપકડ કરવામાં આવી છે. ગોયલ સાથે પ્લાઝમાં ડોનેટ કરવાના બદલામાં મોટી રકમ માંગવામાં આવી હતી. આ અંગે દિલ્લી વિધાનસભા સ્પીકર રામનિવાસ ગોયલે પોલિસમાં ફરિયાદ કરી હતી. ગોયલની ફરિયાદ પર દિલ્લી પોલિસે મુખ્ય આરોપી અબ્દુલ કરીમ ઉર્ફે રાહુલ ઠાકુરની ધરપકડ કરી છે.

ram nivas goyal

દિલ્લી વિધાનસભા અધ્યક્ષ રામ નિવાસ ગોયલે પોલિસને જણાવ્યુ કે પ્લાઝ્મા ડોનેટ કરવાના બદલામાં તેણે રૂપિયા માંગ્યા હતા. આરોપીએ ખુદને રામ મનોહર લોહિયા હોસ્પિટલનો ડૉક્ટર ગણાવ્યો અને પેટીએમના માધ્યમથી રૂપિયા મોકલવા માટે કહ્યુ. દિલ્લી પોલિસે આ કેસની તપાસ શરૂ કરી અને આરોપીને પકડી લીધો.

દિલ્લી પોલિસનુ કહેવુ છે કે બ્લડ ડોનેશનના નામ પર છેતરપિંડી કરનાર આરોપી મૂળ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો છે. તે પોતાનુ નામ બદલીને રહેતો હતો અને બીજા ધર્મોના નામ જણાવીને છેતરપિંડી કરતો હતો. દિલ્લી પોલિસ આરોપીની પૂછપરછ કરને જાણવાની કોશિશ કરી રહી છે કે કેટલા લોકો તેની સાથે છે અને અત્યાર સુધી તે કેટલા કેસોને અંજામ આપી ચૂક્યો છે.

જગન્નાથ રથયાત્રાઃ SCમાં સુનાવણી દરમિયાન કેન્દ્રએ કહ્યુ - જન ભાગીદારી વિના કરી શકાય આયોજનજગન્નાથ રથયાત્રાઃ SCમાં સુનાવણી દરમિયાન કેન્દ્રએ કહ્યુ - જન ભાગીદારી વિના કરી શકાય આયોજન

English summary
Fraud with Delhi assembly speaker ram nivas goyal for plasma donation, 1 arrest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X