તબાહ થયું કેદારનાથ, આફતમાંથી આવ્યા બહાર, આજના ખાસ ન્યૂઝ
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચારની વાત કરવામા આવે તો પ્રણવ મુખરજીએ થર્મલ પ્રોજેક્ટનુ ઉદ્દઘાટન કર્યું હતું. તો બીજી તરફ મુંબઇમાં બિલ્ડિંગ ધરાશયી થયા બાદ બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે વિનાશમાંથી બહાર આવેલા લોકો ચેન્નાઇ પહોંચ્યા હતા તો કેદારનાથમાં થયેલા તબાહની તસવીર બહાર આવી હતી. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

મુંબઇમાં બચાવ કાર્ય
મુંબઇના મુમ્બ્રામાં બિલ્ડિંગ ધરાશયી થયા બાદ ઘટના સ્થળે રેસ્ક્યુ કામ કરી રહેલા બચાવ કર્મીઓ.

પલ્ટાના થર્મલ પ્રોજેક્ટ
અગરતાલામાં પલ્ટાના થર્મલ પ્રોજેક્ટના ઉદ્દઘાટન સમયે હાજર રહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલી, મુખ્યમંત્રી મનિક સરકાર.

ઇકોનોમિક અફેર્સ પર કોન્ફરન્સ
નવી દિલ્હીમાં ઇકોનોમિક અફેર્સ પરની કેબિનેટ કમિટિ તરફથી એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમ, માર્ગ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી ઓસ્કાર ફર્નાન્ડિસ, કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલ અને આઇબી મંત્રી મનિષ તિવારી હાજર રહ્યાં હતા.

આફતમાંથી આવ્યા બહાર
ઉત્તરાખંડમાં આવેલા વિનાશક પૂરમાં દિવસો અને રાતો વિતાવ્યા બાદ ચેન્નાઇ એરપર્ટ પર પહોચેલા શ્રદ્ધાળુઓ.

સીઆઇડી દ્વારા પૂછપરછ
કોલકતામાં સીઆઇડી દ્વારા સીપીઆઇએમના નેતા ગૌતમ દેબની પૂછપરછ કરવામાં આવી હતી.

તબાહ થઇ ગયેલા કેદારનાથની તસવીર
ઉત્તરાખંડમાં આવેલા વિનાશક પૂરમાં તબાહ થઇ ગયેલા કેદારનાથની તસવીર.

મહારાષ્ટ્ર મંત્રાલય
મુંબઇમાં એક વર્ષ પહેલા આગમાં સ્વાહા થઇ ગયેલા માહારાષ્ટ્ર મંત્રાલયનું રિનોવેશન.

આત્મઘાતી હુમલો
પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદ પાસે થયેલા આત્મઘાતી હુમલામાં અનેક લોકોના મોત નીપજ્યાં હતા. મૃતદેહોને હટાવી રહેલા પાકિસ્તાની વોલેન્ટિયર્સ.

પૂરગ્રસ્ત લોકો
નવી દિલ્હીમાં યુમના નદી નજીક કાશ્મિરી ગેટ પાસે પુરગ્રસ્ત લોકોએ રાહત છાવણીનો આસરો લીધો હતો.












Click it and Unblock the Notifications
