For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુક્રવારે આ બાબતો પર રહી બધાની નજર

|
Google Oneindia Gujarati News

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

બોલિવુડ અભિનેતા-અભેનત્રીઓ દ્વારા ઘનચક્કરના નવા સોંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, તો નવી દિલ્હીમા ઇ ગવ એપસ્ટોરનું નેતા દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, વિશ્વ આખું નો ટોબેકો ડે ઉજવી રહ્યું છે તો ગુવાહાટીમાં વ્યક્તિ સ્મોકિંગ કરતો નજરે ચઢ્યો હતો. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

ભારતના પ્રધાનમંત્રીનુ અભિવાદન

ભારતના પ્રધાનમંત્રીનુ અભિવાદન

બેન્કોકના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને તેમના પત્ની ગુરશરણ કોરનું અભિવાદન કરી રહેલા થાઇ અધિકારીઓ.

ઇ ગવ એપસ્ટોરનું લોન્ચિંગ

ઇ ગવ એપસ્ટોરનું લોન્ચિંગ

નવી દિલ્હીમાં કેન્દ્રીય આઇટી મંત્રી કપીલ સિબ્બલ દ્વારા ઇ ગવ એપસ્ટોરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

બીએસએફ ટ્રેઇનિંગ

બીએસએફ ટ્રેઇનિંગ

ગુરગાંવ ખાતે બીએસએફ કેડેટ્સ દ્વારા બીએસએફ ટ્રેઇનિંગ કેમ્પમાં પરેડ કરવામાં આવી હતી.

ઘનચક્કરના સોંગનું લોન્ચિંગ

ઘનચક્કરના સોંગનું લોન્ચિંગ

મુંબઇ ખાતે અભિનેતા ઇમરાન હાશ્મી અને અભિનેત્રી વિદ્યા બાલને તેમની આગામી ફિલ્મ ઘનચક્કરનું સોંગ લેઝી લેડને લોન્ચ કર્યું હતું.

ગુજ્જરોની બેઠક

ગુજ્જરોની બેઠક

જયપુર ખાતે નોકરીમાં 5 ટકા આરક્ષણની માંગણી સાથે રાજસ્થાન માહિતી અને પ્રસારણ મંત્રી જિતેન્દ્ર સિંહ સાથે બેઠક કરી રહેલું ગુજ્જર ડેલિગેશન.

નો ટોબેકો ડે

નો ટોબેકો ડે

એક તરફ વિશ્વ જ્યાં નો ટોબેકો ડેની ઉજવણી કરી રહ્યું છે ત્યારે બીજી તરફ ગુવાહાટીમાં એક વ્યક્તિ સ્મોકિંગ કરી રહ્યો હતો.

ભારતીય વાયુ સેનાના ત્રણ એરક્રાફ્ટ

ભારતીય વાયુ સેનાના ત્રણ એરક્રાફ્ટ

ઇન્ડિયન એરફોર્સ એકેડમી, હૈદરાબાદ ખાતે ત્રણ પીસી 7 એમકે ટૂ ટ્રેઇનર એરક્રાફ્ટને દર્શાવી રહેલી ભારતીય વાયુ સેના.

આસુંના ગોળા

આસુંના ગોળા

ઇસ્તાંબુલ ખાતે રમખાણો દરમિયાન પોલીસ દ્વારા લોકોને વિખેરવા માટે આસું ગેસના ગોળા છોડવામાં આવ્યા હતા.

ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે

ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે

લંડનના લોર્ડ્સ મેદાન ખાતે રમાઇ રહેલી ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે મેચમાં ન્યુઝીલેન્ડના કેઇલ મિલ્સે કંઇક આવા એક્સપ્રેશન આપ્યા હતા.

હોવરાહમાં ચૂંટણી પહેલાની તૈયારી

હોવરાહમાં ચૂંટણી પહેલાની તૈયારી

હોવરાહ ખાતે હોવરાહ પાર્લામેન્ટને ઉપ ચૂંટણી પહેલા પેટ્રોલિંગ કરી રહેલા પાર્લામેન્ટીર જવાનો.

એવરેસ્ટની યાદો

એવરેસ્ટની યાદો

તાશી અને નન્ગશી મલિક પોતાના માતા-પિતાને એવરેસ્ટ સર કર્યો તે સમયની તસવીરો દર્શાવી રહ્યાં છે.

મૃત અવસ્થામાં હરણ

મૃત અવસ્થામાં હરણ

પશ્ચિમ બંગાળના જલપાઇગુરી જિલ્લામાં મૃત હરણને ચકાસી રહેલા ફોરેસ્ટ ગાર્ડ્સ.

English summary
friday may 31's top news photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X