For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંત્રી રહ્યા વગર પણ 5 વર્ષમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની સંપત્તિ 1000 ટકા વધી

લોકસભા 2019ની ચૂંટણીમાં બીજીવાર ચૂંટણી લડી રહેલા 335 સાંસદોની સરેરાશ સંપત્તિ 23.65 કરોડ રૂપિયા છે. જ્યારે 2014માં આ સંપત્તિનો આંકડો 16.79 કરોડ હતો.

|
Google Oneindia Gujarati News

લોકસભા 2019ની ચૂંટણીમાં બીજીવાર ચૂંટણી લડી રહેલા 335 સાંસદોની સરેરાશ સંપત્તિ 23.65 કરોડ રૂપિયા છે. જ્યારે 2014માં આ સંપત્તિનો આંકડો 16.79 કરોડ હતો. એટલે કે જનતા પાસે બીજીવાર વોટ માગી રહેલા હાલના સાંસદોની સંપત્તિમાં છેલ્લા 5 વર્ષમાં 50 ટકા કરતા ઓછો વધારો થયો છે. પરંતુ આ જ સાંસદોમાં કોંગ્રેસના મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ સામેલ છે, જેની સંપત્તિ છેલ્લા 5 વર્ષમાં 10 ગણા કરતા વધુ વધી છે.

આ પણ વાંચો: લોકસભાની ચૂંટણી લડી રહેલા પાંચ સૌથી અમીર ઉમેદવાર, આટલી સંપત્તિ

સિંધિયાની સંપત્તિમાં 1,032 ટકાનો વધારો

સિંધિયાની સંપત્તિમાં 1,032 ટકાનો વધારો

મધ્યપ્રદેશની ગુનાની લોકસભા બેઠક પરથી બીજીવાર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ 2014માં ઉમેદવારી પત્રમાં પોતાની પાસે માત્ર 33.08 કરોડની સંપત્તિ દર્શાવી હતી. આ વખતે ઉમેદવારી પત્રમાં તેમણે 341.47 કરોડ વધુ એટલે કે 374.56 કરોડની સંપત્તિ દર્શાવી છે. આ વધારો 1032 ટકા જેટલો છે. જો કે તેમના છેલ્લા ઈન્કમટેક્સ રિટર્ન પ્રમામે તેમની વાર્ષિક આવક 1,60,,98,730 રૂપિયા છે. તેમણે પોતાની આવકનો સ્રોત સર્વિસ ગણાવ્યો છે.

ચૂંટણી લડી રહેલા સાંસદોની સંપત્તિમાં નજીવો વધારો

ચૂંટણી લડી રહેલા સાંસદોની સંપત્તિમાં નજીવો વધારો

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ પ્રમાણે બીજી વખત ચૂંટમી લડી રહેલા 335 સાંસદોની સંપત્તિમાં થયેલો વધારો જોઈએ તો 2014થી 2019 વચ્ચે આ વધારો માત્ર 6.86 કરોડ થયો છે, જે માત્ર 41 ટકા જ છે. એટલે કે પાંચ વર્ષ પહેલા તેમની સરેરાશ સંપત્તિ 16.79 કરોડ હતી, જે વહે 23.65 કરોડ થઈ છે.

કોંગ્રેસના આ સાંસદની સંપત્તિ સૌથી વધુ વધી

કોંગ્રેસના આ સાંસદની સંપત્તિ સૌથી વધુ વધી

તેલંગાણાની ચેવેલલ્લા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કોંડા વિશ્વેશ્વર રેડ્ડીની સંપત્તિ છેલ્લા 5 વર્ષમાં 366.39 કરોડ વધી છે. 2014માં તેમની પાસે 528.62 કરોડની સંપત્તિ હતી, જે 2019માં વધીને 895.01 કરોડ થઈ છે. તેમણે પોતાની આવકના સ્રોતમાં પગાર, ડિવિડન્ડ અને બિઝનેસ ગણાવ્યો છે. જો કે રેડ્ડી છેલ્લે TRSની ટિકિટ પર જીત્યા હતા .

બેંગાલુરુ ગ્રામીણના સાંસદની સંપત્તિમાં 295 ટકાનો વધારો

બેંગાલુરુ ગ્રામીણના સાંસદની સંપત્તિમાં 295 ટકાનો વધારો

જે સાંસદોની સંપત્તિ વધુ વધી છે, તેમાં ત્રીજા નંબરે કોંગ્રેસના જ સાંસદ છે. બેંગાલુરુ રુરલથી કોંગ્રેસના ઉમેદવાર ડી કે સુરેશ પાસે 2014ની ચૂંટણીમાં 85.87 કરોડ રૂપિયા જ હતા. જે આ વખતે 253.02 કરોડ રૂપિયા વધીને 338.39 કરોડ થઈ ચૂક્યા છે. તેમણે પોતાની આવકમાં પગાર, કેપિટલ ગેઈન્સ, ખેતીની આવક અને બેન્કનું વ્યાજ ગણાવ્યું છે.

English summary
from rs 33 crore in 2014 jyotiraditya scindia s assets grew to rs 387 crore in 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X