For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભાની ચૂંટણી લડી રહેલા પાંચ સૌથી અમીર ઉમેદવાર, આટલી સંપત્તિ

ચૂંટણી દરમિયાન દરેક રાજકીય પક્ષો ગરીબોની વાતો કરે છે. પરંતુ જો તેમના ઉમેદવારો પર નજર નાખીએ તો દેખાય છે કે તેમને ફક્ત ચૂંટણી પૂરતો જ ગરીબીનો મુદ્દો જોઈએ છીએ

|
Google Oneindia Gujarati News

ચૂંટણી દરમિયાન દરેક રાજકીય પક્ષો ગરીબોની વાતો કરે છે. પરંતુ જો તેમના ઉમેદવારો પર નજર નાખીએ તો દેખાય છે કે તેમને ફક્ત ચૂંટણી પૂરતો જ ગરીબીનો મુદ્દો જોઈએ છીએ, પરંતુ ચૂંટણી જીતવા માટે પૈસાદાર લોકો વિના કામ ચાલી શકે તેમ નથી. આ પ્રકારની માન્યતા કોઈ એક પક્ષની નથી. મોટા મોટા પક્ષોની સાથે નાના પક્ષો અને પોતાને ગરીબોના મસીહા ગણાવતા, સામાન્ય જનતા સાથે જોડાયેલા ગણાવતા પક્ષોમાં પણ કરોડપતિ ઉમેદવારો છે. ચાલો જોઈએ આ પક્ષોની સચ્ચાઈ અને કોણ છે એ પાંચ સૌથી વધુ પૈસાદાર ઉમેદવારો જેમની સંપત્તિ કરોડપતિઓ કરતા પણ વધુ છે.

આ પણ વાંચો: કરોડપતિઓ ભારતમાં રહેવા તૈયાર નથી? એક વર્ષમાં 5000 અમીરોએ છોડ્યો દેશ

બધા એકબીજાથી ચડિયાતા

બધા એકબીજાથી ચડિયાતા

આ ચૂંટણીમાં સૌથી વધુ 363 કરોડપતિ ઉમદેવારોને ભાજપે ટિકિટ આપી છે. તો કોંગ્રેસે 349 અને ગરીબો તેમજ દલિતોનો પક્ષ ગણાતા માયાવતીના બસપાએ 129 કરોડપતિ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ ડેટા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ પર આધારિત છે. જો દેશભરના ઉમેદવારોના ચૂંટણી સોગંદનામાની સમીક્ષા કરવામાં આવે તો દેશના 30 ટકા ઉમેદવારો પાસે 1 કરોડ કરતા વધુ સંપત્તિ છે, અને આ ઉમેદવારો કરોડપતિ છે.

કરોડપતિ ઉમેદવારોની ટકાવારી

કરોડપતિ ઉમેદવારોની ટકાવારી

જો રાજ્ય પ્રમાણે જોઈએ તો નોર્થ ઈસ્ટનું નાનું રાજ્ય અરૂણાચલ પ્રદેશ સૌથી આગળ છે, જેમાં કરોડપતિ ઉમેદવારો સૌથી વધુ છે. પરંતુ જો પક્ષ પ્રમાણે કરોડપતિ ઉમેદવારો જોઈએ તો આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી, તામિલનાડુની AIADMK, શિરોમણી અકાલી દળના તમામ ઉમેદવારો એટલે કે 100 ટકા ઉમેદવારો કરોડપતિની શ્રેણીમાં આવે છે. તો DMKમાં 96 ટકા, RJDમાં 90 ટકા, YSRCમાં 88 ટકા, ભાજપમાં 83 ટકા, કોંગ્રેસમાં 83 ટકા, BJDમાં 81 ટકા, JDUમાં 79 ટકા, સપામાં 76 ટકા, ટીએમસીમાં 61 ટકા, આમ આદમી પાર્ટીમાં 60 ટકા અને NCPના 59 ટકા ઉમદેવારો કરોડપતિ છે. રસપ્રદ વાત એ છે કે સામાન્ય માનવી માટે રાજકારણનો દાવો કરતા અરવિંદ કેજરીવાલના પક્ષે પણ 50 ટકાથી વધુ કરોડપતિ ઉમેદવારોને ચૂંટણી લડાવી છે.

સૌથી પૈસાદાર ઉમેદવાર

સૌથી પૈસાદાર ઉમેદવાર

જો ભારતના 10 કરોડપતિ ઉમેદવાર જોઈએ તો તેમાંથી 6 કોંગ્રેસના છે. બાદમાં જગનમોહન રેડ્ડીના પક્ષ YSRCનો નંબર છે. તેમના પક્ષના 2 ઉમેદવાર ટોપ 10માં સામેલ છે. તો 1 ટીડીપી અને 1 અપક્ષ ઉમેદવાર આ લિસ્ટમાં સામેલ છે. પરંતુ ટોપમાંથી જો 5 જોઈએ તો 4 કોંગ્રેસના ઉમેદવાર છે અને 1 અપક્ષ ઉમેદવાર છે.

સૌથી વધુ પૈસાદાર ઉમેદવાર નંબર 1

સૌથી વધુ પૈસાદાર ઉમેદવાર નંબર 1

ટોપ 5માં સૌથી પહેલા નંબરે આવે છે બિહારના પાટલિપુત્રથી અપક્ષ ચૂંટણી લડી રહેલા રમેશકુમાર શર્મા. તેમણે ઉમેદવારી પત્ર ભરતી વખતે 1,107 કરોડની સંપત્તિ દર્શાવી છે. તેઓ પાટલિપુત્રથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન રામકૃપાલ યાદવ અને RJDના મીસા ભારતી સામે ચૂંટણી લડી રહ્યા છે.

સૌથી વધુ પૈસાદાર ઉમેદવાર નંબર 2

સૌથી વધુ પૈસાદાર ઉમેદવાર નંબર 2

કોંગ્રેસના ઉમેદવાર વિશ્વેશ્વર રેડ્ડી પાસે 895 કરોડની સંપત્તિ છે. તેઓ ટોપ 5ની લિસ્ટમાં બીજા નંબરે છે. વિશ્વેશ્વર રેડ્ડી તેલંગાણાના ચેવેલ્લાથી ચૂંટણી લડી રહ્યા છે. ગત ટર્મમાં તેઓ ટીઆરએસના ઉમેદવાર હતા.

સૌથી વધુ પૈસાદાર ઉમેદવાર નંબર 3

સૌથી વધુ પૈસાદાર ઉમેદવાર નંબર 3

ત્રીજા નંબરે કોંગ્રેસના જ ઉમેદવાર નકુલ નાથ છે, તેઓ મધ્યપ્રદેશના સીએમ કમલનાથના પુત્ર છે અને પોતાના પિતાના જ મતવિસ્તાર છિંદવાડાથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની પાસે કુલ 660 કરોડની સંપત્તિ દર્શાવાઈ છે.

સૌથી વધુ પૈસાદાર ઉમેદવાર નંબર 4

સૌથી વધુ પૈસાદાર ઉમેદવાર નંબર 4

ચોથા નંબરે પણ કોંગ્રેસના જ ઉમેદવાર છે. તમિલનાડુની કન્યાકુમારી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા વસંતકુમાર એચે સોગંદનામામં 417 કરોડની સંપત્તિ દર્શાવી છે.

સૌથી વધુ પૈસાદાર ઉમેદવાર નંબર 5

સૌથી વધુ પૈસાદાર ઉમેદવાર નંબર 5

પાંચમું નામ ખૂબ જ જાણીતો ચહેરો છે. આ નંબર પર કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા છે, તેમણે આ વખતે 374 કરોડની સંપત્િત જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશની ગુના બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સિંધિયાની સંપત્તિ 2014 કરતા આ વખતે 1000 ટકાથી વધુ વધી છે.

English summary
lok sabha elections 2019 top 5 richest candidates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X