CM પદના દાવેદાર મનોજ સિંહાએ કર્યા કાશી વિશ્વનાથના દર્શન

Written By:
Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર જીત મેળવવા બાદ ભાજપ આજે સાંજે 5 વાગ્યે નવા મુખ્યમંત્રી નામની જાહેરાત કરશે.જ્યારે સીએમની રેસની દોડમાં જેનું નામ સૌથી આગળ છે તે કેન્દ્રીય પ્રધાન અને ગાજીપુરનાં સાંસદ મનોજ સિંહાએ, શનિવારે સવારે વારાણસી પહોંચશે. ત્યારે મનોજ સિંહાએ અહીના પ્રસિદ્ધ કાળ ભૈરવ, કાશી વિશ્વનાથ મંદિર અને સંકટમોચનના મંદિરમાં પૂજા કરી હતી. તેમ છતા આ દરમિયાન જ્યારે પત્રકારો દ્વારા મુખ્યમંત્રીના પદ માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તે જવાબ આપ્યા વગર નીકળી ગયા હતા.

MANOJ

આજે સાંજે 5વાગે લખનઉમાં યોજાનારી ધારાસભ્યોની બેઠક બાદ યુપીના નવા મુખ્યમંત્રી નામની જાહેરાત કરવામાં આવશે. શનિવારે સાંજે મુખ્યમંત્રી નામની જાહેરાત કર્યા બાદ રવિવારે બપોરે લગભગ 2.15 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ આયોજીત કરવામાં આવશે. સુત્રોના જણાવ્યાં મુજબ મુખ્યમંત્રી મનોજ સિંહા નામ લગભગ નક્કી છે. અને આ માત્ર ઔપચારિક જાહેરાત છે તેંવુ માનવામાં આવે છે.

માનવામાં આવી રહ્યું છે કે ભાજપ રાજ્યના મુખ્યમંત્રી સમેત ઉપમુખ્યમંત્રી ના નામ પર પણ વિચાર કરી રહી છે. એવુ મનાય છે કે મુખ્યમંત્રી જો સુવર્ણ જાતિનો હશે તો ઉપમુખ્યમંત્રી અનુસુચિત જાતિનો હશે. જો કે મુખ્યમંત્રીના નામને લઇને હજુ પણ ચર્ચાઓનો કોઇ અંત નથી આવ્યો. હજી પણ રાજનાથ સિંહ, કેશવ પ્રસાદ મૌર્ય, સુરેશ ખન્ના, દિનેશ શર્મા, યોગી આદિત્યનાથના નામોની ચર્ચા હાલ થઇ રહી.

English summary
Union Minister Manoj Sinha prayed at Kaal Bhairav and Kashi Vishvanath temples in Varanasi.
Please Wait while comments are loading...