For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલો, ગોવામાં ડીઝલ કરતા પેટ્રોલ સસ્તું!

|
Google Oneindia Gujarati News

petrolpump
પણજી, 11 મેઃ કર્ણાટકમાં યોજાયેલી ચૂંટણીના પરિણામ બાદ ઇંધણની કિંમતોમાં શુક્રવારે કરવામાં આવેલી વૃદ્ધિના કારણે ગોવામાં ડીઝલ કરતા પેટ્રોલ સસ્તું થઇ ગયુ છે.

પેટ્રોલની હાલની કિંમત 52.10 રૂપિયા છે, જ્યારે ડીઝલની કિંમતમાં 90 પૈસાનો વધારો થયા બાદ ડીઝલની કિંમત 52.70 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. ગોવામાં મનોહર પરિકરની સરકારે વેટ 0.1 ટકા ઓછુ કરી દીધું છે, જેના કારણે પેટ્રોલની કિંમત દેશભરમાં ઓછી થઇ ગઇ છે.

ઓલ ગોવા પેટ્રોલ ડીલર્સ એસોસિએશનના અધ્યક્ષ પરેશ જોશીએ કહ્યું કે પેટ્રોલની કિંમત ઓછી હોવાથી ઉપભોક્તાઓને ફાયદો થશે. તે પૈસા બચાવવા માટે ડીઝલના વાહનોના કારણે પેટ્રોલ કાર્સને મહત્વ આપી શકે છે.

નોંધનીય છે કે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી)એ શુક્રવારની મધ્યરાત્રીએ ડીઝલની કિંમતોમાં પ્રતિ લીટર 90 પૈસા સુધીનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ જાણકારી ઓઇળ કંપનીએ શુક્રવારે આપી હતી. આઇઓસીએ બે મહિનાના અંતરાલ બાદ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આઇઓસીએ કહ્યું કે, કિંમતમાં પ્રતિ લિટર 0.90 રૂપિયાની કિંમતમાં એપ્રિલ અને મેની કિમતનો વધારો સામેલ કરવામાં આવ્યો છે.

English summary
After the Friday hike in fuel prices by the central government, petrol is now cheaper than diesel in this western Indian state, known for cheap liqour.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X