For Daily Alerts
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનને મનમોહન સિંહને પાઠવી જન્મદિવસની શુભેચ્છા!
નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદાવાર નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી મનમોહન સિંહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે 'વડાપ્રધાન ડો. મનમોહન સિંહને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હું તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું.'
જ્યારે બીજી બાજું નરેન્દ્ર મોદી એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે દક્ષિણ ભારતમાં આજે પહેલી રેલીને સંબોધવા માટે આવી પહોંચ્યા છે. આ રેલી તમિલનાડુના ચાર પ્રમુખ શહેરોમાંથી એક ત્રિચરાપલ્લીમાં, જેને ત્રિચી તરીકે પણ ઓળખવામાં આવે છે.
<blockquote class="twitter-tweet blockquote"><p>Best wishes to Prime Minister Dr. Manmohan Singh on his birthday. I pray for his long and healthy life ahead.</p>— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/statuses/383061592738242560">September 26, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>ત્રિચી ભૌગોલિક દ્રષ્ટિથી તમિલનાડુના કેન્દ્રમાં છે અને તેના કારણે જ બીજેપીએ નરેન્દ્ર મોદીની રેલીને આયોજીત કરવા માટે આ શહેરની પસંદગી કરી છે. આ કાર્યક્રમને યૂથ કોંફ્રેન્સનું નામ આપવામાં આવ્યું છે, અને ઔપચારિક રીતે આનું આયોજન તમિલનાડુ બીજેપી યુવા મોર્ચાના બેનર હેઠર થઇ રહી છે.