For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબને આંતરરાષ્ટ્રી મંચ પર વેપાર માટે પસંદગીનું સ્થળ બનાવશે G-20 સંમેલન : CM માન

અમૃતસર : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજ રોજ જણાવ્યું હતું કે, માર્ચ 2023માં પવિત્ર નગરી અમૃતસરમાં યોજાનાર પ્રતિષ્ઠિત G-20 સંમેલન આંતરરાષ્ટ્રીય મંચ પર પંજાબને વ્યાપાર માટે ફેવરિટ સ્થળ તરીકે રજૂ કરવામાં મદદ કરશે.

|
Google Oneindia Gujarati News

અમૃતસર : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજ રોજ જણાવ્યું હતું કે, માર્ચ 2023માં પવિત્ર નગરી અમૃતસરમાં યોજાનાર પ્રતિષ્ઠિત G-20 સંમેલન આંતરરાષ્ટ્રીય મંચ પર પંજાબને વ્યાપાર માટે ફેવરિટ સ્થળ તરીકે રજૂ કરવામાં મદદ કરશે. આ સાથે આપણે આપણી ઉપલબ્ધી અને આપવામાં આવતી સુવિધાઓ માટે તક પણ મળશે.

CM mann

G-20 પરિષદને સફળ બનાવવા માટે ભગવંત માન સરકાર કોઈ કસર છોડશે નહીં, એવી ઘોષણા કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ એક સુવર્ણ તક છે, જ્યારે પંજાબને મહાન તકોની ભૂમિ તરીકે ઉભું કરી શકાય છે, જેનાથી આપણા માટે વધુને વધુ રોકાણ અને યુવાનોને સક્ષમ બનાવવા માટે રોજગારીની નવી તકો ઉભી થાય છે.

કોન્ફરન્સની તૈયારીઓની સમીક્ષા કરવા સિવિલ સચિવાલય ખાતે મળેલી બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં યોજાનારી આ કોન્ફરન્સમાં વિશ્વના અગ્રણી દેશો ભાગ લઈ રહ્યા છે. રાજ્ય પોતાને ભાગ્યશાળી માને છે કે, આ સંમેલનનું આયોજન કરવાની તક મળી છે, જેમાં વિશ્વભરના મોટા દેશો શિક્ષણ અને કાર્ય પર વિચાર વિમર્શ કરશે. આ સાથે મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આ વૈશ્વિક મેળાવડાની સફળતા માટે જંગી વ્યવસ્થા કરવામાં આવશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભગવંત માને જણાવવામાં આવ્યું હતું કે, સંમેલનની સફળતા માટે પવિત્ર નગરીને વહીવટી ધોરણે પાંચ મુખ્ય સેક્ટરમાં વહેંચવામાં આવશે. રાજ્યના સિવિલ અને પોલીસ એડમિનિસ્ટ્રેશનના વરિષ્ઠ અધિકારીઓને યોગ્ય સંચાલન માટે આ ક્ષેત્રોમાં પોસ્ટ કરવામાં આવશે. આ કોન્ફરન્સ દરમિયાન આ અધિકારીઓ તેમના સંબંધિત અધિકાર ક્ષેત્રમાં સમગ્ર કાર્યને સરળ બનાવવા માટે જવાબદાર રહેશે.

આ અવસરે મુખ્યમંત્રી ભગવંત માને શહેરની સુંદરતા અને માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવા માટે થનારી કામગીરીની વિગતો મેળવી હતી અને જણાવ્યું હતું કે, જે પણ કામ થવું જોઈએ તેનું એક ધોરણનું હોવું જોઈએ, જે શહેરના રહેવાસીઓને લાંબાગાળા માટે ઉપયોગી થશે.

English summary
G-20 summit to make Punjab a destination of choice for business on the international stage : CM mann
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X