For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જી20ની નાણાકીય સમાવેશ પર પહેલી બેઠક આજથી કોલકત્તામાં થશે શરુ

|
Google Oneindia Gujarati News

G-20 Kolkatta: જી20ની નાણાકીય સમાવેશ સૂચક સાથે સંબંધિત કાર્યકારી સમૂહની પહેલી બેઠક આજથી કોલકત્તામાં શરુ થશે. આ બેઠક બિસ્વ બંગલા કન્વેન્શન સેન્ટરમાં થશે. પહેલી સમિટ 9 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી ચાલશે અને તેમાં આંતરરાષ્ટ્રીય મહેમાનો ભાગ લેશે.

g20

તમને જણાવી દઈએ કે આ વખતે ભારત જી20ની અધ્યક્ષતા કરી રહ્યુ છે. કોલકત્તામાં આજે પહેલી જીપીએફઆઈએફની બેઠક થવા જઈ રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આ બેઠકમાં હાજર રહી શકે છે. જી-20ના સત્તાવાર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યુ છે કે કોલકાતા જી-20 સમિટ માટે તૈયાર થઈ રહ્યુ છે. પશ્ચિમ બંગાળ એ ભારતીય સાહિત્ય અને કલાત્મક વિચારનુ જન્મસ્થળ છે, તે એશિયાના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોરનુ જન્મસ્થળ છે. ફંક્શન હોલની બહાર રાજ્ય દ્વારા એક પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યુ. રાજ્યના ગ્રાહક સુરક્ષા વિભાગના સચિવ રોશની સેન ચાર્જમાં છે. રાજ્ય સરકાર દ્વારા 9મી જાન્યુઆરીએ ડિનર આપવામાં આવી રહ્યુ છે.

વિદેશ મંત્રાલયના સલાહકાર ચંચલ સરકારે જણાવ્યુ હતુ કે કોલકાતામાં નાણાકીય સમાવેશ પર વૈશ્વિક ભાગીદારીના કાર્યકારી જૂથની આ પ્રથમ બેઠક હશે. આ બેઠકમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ કોલકાતા પહોંચી ચૂક્યા છે. આ બેઠક માટે કોલકાતાને શણગારવામાં આવ્યુ છે. મહેમાનોના સ્વાગત માટે એરપોર્ટથી સ્થળ સુધી ખાસ પોસ્ટર અને ફ્લેક્સ લગાવવામાં આવ્યા છે. જેમાં ભારત સહિત 19 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ સાથે યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ પણ તેમાં ભાગ લેશે. એવુ માનવામાં આવે છે કે વિવિધ દેશોના લગભગ 60-70 પ્રતિનિધિઓ તેમાં ભાગ લેશે. વળી, કેન્દ્રીય નાણા મંત્રાલય, નાબાર્ડ અને અન્ય બેંકિંગ અને નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ તેમાં ભાગ લઈ શકે છે.

વિદેશ મંત્રાલયના સલાહકાર ચંચલ સરકારે વધુમાં જણાવ્યુ કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા, વધુને વધુ લોકોને સામેલ કરવા, વિદેશમાં રેમિટન્સ પર રેમિટન્સ ફી ઘટાડવા અને મધ્યમ અને નાના ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય વધારવા પર ભાર મૂકવામાં આવશે. તમને જણાવી દઈએ કે આજની સભાને નેધરલેન્ડની મહારાણી એમ ક્વીન મેક્સિમા સંબોધિત કરશે. વળી, એક નાણાકીય સમાવેશ અંગેનો વીડિયો પણ બતાવવામાં આવશે. નાણાકીય સમાવેશને આગળ વધારવા માટે ડિજિટલ ઇનોવેશન પર એક પ્રદર્શન પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ દરમિયાન નાણાકીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે.

English summary
G20 First meet on global partnership for financial inclusion in Kolkata.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X