For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ જેઠમલાણીએ માગ્યું નિતિન ગડકરીનું રાજીનામું

|
Google Oneindia Gujarati News

ram jethmalani
નવી દિલ્હી, 23 ઓક્ટોબર: ભાજપા અધ્યક્ષ નિતિન ગડકરીની મુશ્કેલીમાં એક પછી એક વધારો થતો રહે છે. રાજ્યસભા સાંસદ અને દેશના જાણીતા વકીલ રામ જેઠમલાણી ગડકરીની સામે મેદાનમાં ઉતરી પડ્યા છે. તેમણે મંગળવારે નિતિન ગડકરીના રાજીનામાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે નિતિન ગડકરીને બીજું કાર્યકાળ મળવું જોઇએ નહીં.

નિતિન ગડકરીની કંપનીમાં ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે. રામજેઠમલાણીએ પહેલા પણ ચેતાવણીના ટોનમાં કહી ચૂક્યા હતા કે અરવિંદ કેજરીવાલ ગડકરીની સામે કોઇ પુરાવા રજૂ કરશે તો તેઓ કેજરીવાલને સાથ આપશે.

ઉલ્લેખનીય છે કે જેઠમલાણીએ ગડકરીને પત્રમાં લખ્યું હતું કે નરેન્દ્ર મોદીને 2014ની સામાન્ય ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાની માગ કરી હતી. તેમણે ગડકરીના કામ કરવાના પદ્ધતિથી નારાજ છે.

જેઠમલાણીએ આ પત્ર 27 સપ્ટેમ્બરના રોજ લખી હતી, જ્યારે બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક સૂરજકુંડમાં ચાલી રહી હતી. જોકે ગડકરી તરફથી આવો કોઇ પત્ર મળવાનો ઇનકાર કર્યો હતો.

English summary
Ram Jethmalani on Tuesday dropped another bomb by demanding the resignation of BJP president Nitin Gadkari over a slew of allegations against him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X