For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: નાસભાગના થોડા કલાકો પહેલાં ગાંધી મેદાન પર હતી દશેરાની રોનક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પટના, 4 ઓક્ટોબર: શુક્રવારે પટનાના ગાંધી મેદાન પર દશેરાના અવસર મચેલી નાસભાગે આખા દેશને હેરાન કરીને મુકી દિધો છે. આ ઘટના બાદથી પટનાના વહિવટીતંત્રની સાથે જ બિહારના મુખ્યમંત્રી જીતન રામ માંઝીની ભૂમિકા પર સવાલ ઉદભવી રહ્યાં છે.

જે ગાંધી મેદાન પર સાંજે મચેલી નાસભાગે લોકો માટે તહેવારના માહોલને માતમમાં બદલી દિધો, તે ગાંધી મેદાન પર ઘટનાના થોડી મિનિટો પહેલાં સુધી દશેરાની રોનકમાં ખોવાયેલા હતા.

કંઇક આવી હતી દશેરાની રોનક

કંઇક આવી હતી દશેરાની રોનક

નાસભાગના પહેલાં ગાંધી મેદાન પર કંઇક આ પ્રકારે હતો દશેરાનો માહોલ. તસવીર જોઇને જ તમે અંદાજો લગાવી શકો છો કે કેટલા લોકોની ભીડ ગાંધી મેદાન પર વિજયાદશમીના અવસર પર હાજર હતી.

જીતન રામ માંઝી ગાયબ

જીતન રામ માંઝી ગાયબ

સૌથી વધુ સવાલ બિહારના મુખ્યમંત્રી જીતન રામ માંઝી પર ઉદભવી રહ્યાં છે. જીતન રામ માંઝી ઘટના સમયે પટનામાં જ ન હતા. ફક્ત તે જ નહી તેમના કેબિનેટના બાકી મંત્રી પણ અકસ્માતના સમયે હાજર ન હતા.

એક અફવાએ મચાવી દિધો આતંક

એક અફવાએ મચાવી દિધો આતંક

ગાંધી મેદાન દશેરાની રોનકને એક અફવાએ માતમમાં બદલી દિધો. મેદાન પર અચાનક જ તાર પડવાની અફવા ફેલાઇ અને તેણે આખા મેદાનનો નજરો જોત જોતામાં બદલી દિધો.

પોતાનાઓની શોધમાં લોકો

પોતાનાઓની શોધમાં લોકો

નાસભાગ દરેક બાજુ બસ ચીસોનો અવાજ સંભળાતો હતો અને લોકો પોતાનાઓની શોધ કરી રહ્યાં હતા.

ગત વર્ષે અહીં જ થયા હતા સીરિયલ બ્લાસ્ટ્સ

ગત વર્ષે અહીં જ થયા હતા સીરિયલ બ્લાસ્ટ્સ

પટનાનું ગાંધી મેદાન તે જગ્યા છે જ્યાં ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન સીરિયલ બ્લાસ્ટ થયા હતા. જો કે તે સમયે મેદાન પર બ્લાસ્ટના લીધે નાસભાગ જેવો કોઇ અકસ્માત સર્જાયો ન હતો.

100 લોકો છે ઇજાગ્રસ્ત

100 લોકો છે ઇજાગ્રસ્ત

આ ઘટનામાં જ્યાં 33 લોકોના મોત નિપજ્યા છે તો બીજી તરફ 100 લોકોને ઇજા પહોંચી છે. ઘટનામાં મૃત્યું પામેલા લોકોને કેન્દ્ર સરકાર દ્વારા બે લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

English summary
Patna stampede shocks the whole nation on the eve of Dussehra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X