For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનું ભારત હવે ગોડસેનું ભારત બની ગયું છે-મહેબૂબા મુફ્તી

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તીએ મંગળવારે કહ્યું કે જ્યાં સુધી રાજ્યમાંથી કલમ 370નું સસ્પેન્શન પાછું ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ જમ્મુ અને કાશ્મીરમાં કોઈ ચૂંટણી લડશે નહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 7 ડિસેમ્બર : પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તીએ મંગળવારે કહ્યું કે જ્યાં સુધી રાજ્યમાંથી કલમ 370નું સસ્પેન્શન પાછું ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ જમ્મુ અને કાશ્મીરમાં કોઈ ચૂંટણી લડશે નહીં. મુફ્તીએ કેન્દ્ર પર પ્રહાર કરતા અટલ બિહારી વાજપેયીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, વાજપેયીથી મોટો રાજનેતા ક્યારેય જોયા નથી. તે બે વખત પાકિસ્તાન ગયા હતા. તેઓ જાણતા હતા કે સંવાદ જ આગળ વધવાનો માર્ગ છે.

Mehbooba Mufti

T20 વર્લ્ડ કપમાં ભારત પર પાકિસ્તાનની જીતની ઉજવણી કરવા માટે આગ્રામાં અભ્યાસ કરી રહેલા કાશ્મીરી વિદ્યાર્થીઓ પર યુપી સરકારની કાર્યવાહી પર મુફ્તીએ કહ્યું કે, મને વાજપેયીના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ યાદ આવી રહી છે. તે સમયે પાકિસ્તાનના લોકો ભારત માટે અને ભારતના લોકો પાકિસ્તાન માટે ઉત્સાહિત હતા. બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પણ તત્કાલીન ભારતીય કેપ્ટન એમએસ ધોનીના વખાણ કર્યા હતા.

થોડા દિવસો પહેલા જ્યારે આગ્રામાં કેટલાક યુવાનોએ ભારત સાથેની મેચ પછી પાકિસ્તાન માટે સૂત્રોચ્ચાર કર્યા હતા, ત્યારે કોઈ વકીલ તેમનો કેસ લડવા આગળ આવ્યા નહીં. એવું લાગી રહ્યું હતું કે ગાંધીનું ભારત ગોડસેના ભારતમાં ફેરવાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે વાજપેયીના શાસનમાં ભારત અને પાકિસ્તાનના નાગરિકો એકબીજા પ્રત્યે ઉત્સાહી હતા. આ પહેલા સોમવારે મુફ્તીએ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન પર પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે કાશ્મીર પીડામાં છે.

ગયા મહિને નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની પહેલ કરી હતી. નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા અબ્દુલ્લાએ કહ્યું હતું કે આર્ટિકલ 370 નાબૂદ કરનાર નેતૃત્વમાં પાડોશી દેશથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને પરત લાવવાની ક્ષમતા પણ છે. તેમણે કહ્યું કે હું વારંવાર કહી રહ્યો છું કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ માટે ભારત અને પાકિસ્તાને વાતચીત કરવી પડશે. જ્યારે તેઓ ચીન સાથે વાત કરી શકે છે, જે આપણા વિસ્તારમાં ઘુસ્યું છે અને ગામડાઓ વસાવી રહ્યું છે તો તેઓ સરહદ પાર આવેલા પાકિસ્તાન સાથે કેમ વાત કરી શકતા નથી. ઉલ્લેખનિય છે કે કશ્મીરમાં સતત એન્કાઉન્ટર પણ થઈ રહ્યાં છે.

English summary
Gandhi's India has now become Godse's India - Mehbooba Mufti
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X