For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ganesh Chaturthi 2018: આજથી ગણેશોત્સવ શરૂ, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામના

આજથી સમગ્ર દેશમાં ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. 10 દિવસ સુધી ચાલનારા આ તહેવારને મહારાષ્ટ્રમાં સૌથી વધુ ધૂમધામથી મનાવવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

આજથી સમગ્ર દેશમાં ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. 10 દિવસ સુધી ચાલનારા આ તહેવારને મહારાષ્ટ્રમાં સૌથી વધુ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ ખાસ તહેવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ કોવિંદ દેશને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવતા લખ્યુ કે, 'મારી કામના છે કે ભગવાન ગણેશના આશીર્વાદથી બધાને પ્રગતિ, શાંતિ, ખુશીઓ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય.' પીએમ મોદીએ પણ બધા દેશવાસીઓને આ તહેવારની શુભાકામનાઓ પાઠવી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગણેશ ચતુર્થીના આ ખાસ તહેવારે દેશવાસીઓને ત્રણ ભાષાઓમાં શુભકામનાઓ પાઠવી. અંગ્રેસી, હિન્દી અને મરાઠીમાં ચતુર્થીની શુભકામનાઓ પાઠવતા લખ્યુ, ‘ગણેશ ચતુર્થીના શુભ અવસર પર હું બધા દેશવાસીઓ અને વિદેશમાં વસતા ભારતવંશીઓને અભિનંદન અને શુભકામનાઓ આપુ છુ. મારી કામના છે કે ભગવાન ગણેશના આશીર્વાદથી બધાને પ્રગતિ, શાંતિ, ખુશી અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય.'

આ પણ વાંચોઃ લંડન ભાગતા પહેલા માલ્યા-જેટલીની મુલાકાત, બંનેને જોયા હોવાનો પુનિયાનો દાવોઆ પણ વાંચોઃ લંડન ભાગતા પહેલા માલ્યા-જેટલીની મુલાકાત, બંનેને જોયા હોવાનો પુનિયાનો દાવો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર દેશવાસીઓ માટે શુભકામનાઓના સંદેશ લખ્યા. ગણપતિ બાપ્પાનો ફોટો શેર કરીને પીએમ મોદીએ લખ્યુ, ‘બધા દેશવાસીઓને ગણેશચતુર્થીના પાવન પર્વની શુભકામનાઓ.'

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ગણેશ ચતુર્થીને સાંસ્કૃતિક એકતાનો ઉત્સવ ગણાવ્યો. તેમણે લખ્યુ, ‘ગણેશોત્સવના પાવન અને સુખદ પર્વ પર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. શ્રી ગણપતિ આપણને જીવન શુભતા અને જ્ઞાનના આશીર્વાદ આપે. આ પર્વ આપણી રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક એકતાનો ઉત્સવ છે.'

કોંગ્રેસ

કોંગ્રેસ પક્ષે પણ ગણેશોત્સવની શુભકામનાઓ લોકોને આપી. કોંગ્રેસે ટ્વિટર પર શુભકામનાઓ આપતા લખ્યુ કે, ‘ગણેશચતુર્થીના પ્રસંગે બધાને શુભકામનાઓ. આશા છે કે આ શુભ દિવસ આપ સહુના માટે શુભકામનાઓ અને નવી શરૂઆત લાવશે.'

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટરઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર

English summary
Ganesh Chaturthi 2018: President Ram Nath Kovind And PM Narendra Modi Wishes People Auspicious Festival.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X