સલમાન ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી

Written By:
Subscribe to Oneindia News

બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રાજસ્થાનમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ સલમાનને ખુલી ધમકી આપતા જણાવ્યુ કે, અમે તેને જોધપુરમાં જ મારીશું ત્યારે પોલીસને ખબર પડશે. નોંધનીય છે કે, બિશ્નોઇ સમાજ કાળા હરણના મામલાને લઇને સલમાન ખાનથી ઘણો નારાજ છે. અને લોરેન્સ પણ આ સમાજથી સંબંધ ધરાવે છે આથી તેણે સલમાન ખાનને જોધપુર કોર્ટની બહાર આ ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન, સૈફ અલી ખાન અને તબ્બુની વિરુદ્ધ વર્ષ 1998માં 'હમ સાથ સાથ હે' ફિલ્મના શૂટિંગ કરવા રાજસ્થાન આવ્યા હતા. એ દરમિયાન કાળા હરણનો શિકાર કર્યાનો આરોપ તેમના પર મુકવામાં આવ્યો હતો. તો બીજી તરફ રાજસ્થાનનો બિશ્નોઇ સમાજ જાનવર પ્રેમી તરીકે જાણોતો છે. છેલ્લા 500 વર્ષથી આ સમાજ જાનવરોના સંરક્ષણ માટે કામ કરી રહ્યો છે.

Salman Khan

તેમા પણ ખાસ કરીને કાળા હરણના સંરક્ષણ માટે કામ કરી રહ્યો છે. હવે જો વાત લોરેન્સની કરવામાં આવે તો તેના પર 20થી પણ વધારે કેસ નોંધાયેલા છે. મુળ પંજાબનો લેરેન્સ તેના પિતા પંજાબ પોલીસમાં કોન્સટેબલ છે. લોરેન્સ વિદ્યાર્થી નેતા હતો એ બાદ ધીરે ધીરે તે ગુનાહિત પ્રવૃતિઓ તરફ વળ્યો. આજે તે એક ગેંગસ્ટર છે. કરોડોની સંપત્તિ ધરાવતા લોરેન્સ પર પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનમાં હત્યા, ઉઘરાણી અને ફાયરિંગના કેસો નોંધાયેલા છે. આ કેસ અંતગત તેને જોધપુર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે મીડિયાની સામે અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી.

English summary
Gangster Lawrence Bishnoi Threatens To Kill Bollywood Actor Salman Khan In Jodhpur.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.