For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હા, મે સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરાવી...', લૉરેન્સ બિશ્નોઈએ દિલ્લી પોલિસ સામે કબૂલ્યુ

પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યા પાછળ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનુ પણ નામ સામે આવી રહ્યુ હતુ જેને રિમાન્ડમાં લઈને દિલ્લી પોલિસ પૂછપરછ કરી રહી છે. ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈએ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરાવવાની વાત સ્વીકારી છે. ઈંડિયા ટુડેના સૂત્રોએ જણાવ્યા મુજબ લૉરેન્સ બિશ્નોઈએ દિલ્લી પોલિસને જણાવ્યુ, 'હા, મે સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરાવી દીધી છે.'

પહેલા લૉરેન્સ બિશ્નોઆએ કહ્યુ હતુ - મારે કોઈ લેવા-દેવા નથી

પહેલા લૉરેન્સ બિશ્નોઆએ કહ્યુ હતુ - મારે કોઈ લેવા-દેવા નથી

તમને જણાવી દઈએ કે આ પહેલા દિલ્હી પોલીસે સૂત્રોને ટાંકીને માહિતી આપી હતી કે લૉરેન્સ બિશ્નોઈ પૂછપરછમાં સહકાર આપી રહ્યા નથી. લૉરેન્સ બિશ્નોઈએ અગાઉ પોલીસને કહ્યુ હતુ કે તેને સિદ્ધુ મૂસેવાલાના કેસ સાથે કોઈ લેવાદેવા નથી. જો કે અગાઉ તેણે નિશ્ચિતપણે કહ્યુ હતુ કે સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હશે... કારણ કે તેનુ નામ અકાલી દળના નેતા વિકી મિદુખેડાની હત્યામાં સામે આવ્યુ હતુ.

લૉરેન્સ બિશ્નોઈએ કહ્યુ - વધારવામાં આવે મારી સુરક્ષા

લૉરેન્સ બિશ્નોઈએ કહ્યુ - વધારવામાં આવે મારી સુરક્ષા

સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યુ છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની 29 મે, રવિવારે માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મૂસેવાલાની હત્યાના એક દિવસ પછી લોરેન્સ બિશ્નોઈએ તેમના વકીલ દ્વારા સુરક્ષા વધારવાની માંગ કરી હતી. લૉરેન્સ બિશ્નોઈ હાલમાં તિહાર જેલમાં બંધ છે.

એનકાઉન્ટર કરી શકે છે મારુ પંજાબ પોલિસ

એનકાઉન્ટર કરી શકે છે મારુ પંજાબ પોલિસ

દિલ્હીની પટિયાલા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં લૉરેન્સ બિશ્નોઈના વકીલે કહ્યુ છે કે, 'આરોપી લૉરેન્સ બિશ્નોઈ એક વિદ્યાર્થી રાજકીય નેતા છે અને રાજકીય દુશ્મનાવટને કારણે તેની વિરુદ્ધ પંજાબ અને ચંદીગઢ રાજ્યોમાં અનેક ખોટા કેસ નોંધવામાં આવ્યા છે અને આરોપીને પંજાબ પોલિસ દ્વારા નકલી એનકાઉન્ટરમાં તેને મારી નાખવાની શંકા છે. દાખલ કરવામાં આવેલી અરજીમાં લોરેન્સ બિશ્નોઈને ટાંકીને લખવામાં આવ્યુ છે કે, 'મારી સુરક્ષા વધારવી જોઈએ કારણ કે પંજાબ પોલીસ મારુ એન્કાઉન્ટર કરી શકે છે.'

લૉરેન્સ બિશ્નોઈને કસ્ટડીમાં લઈ શકે છે પંજાબ પોલિસ

લૉરેન્સ બિશ્નોઈને કસ્ટડીમાં લઈ શકે છે પંજાબ પોલિસ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ગુરુવારે (2 જૂન) જેલમાં બંધ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની અરજીને ફગાવી દીધી હતી. હવે લૉરેન્સ બિશ્નોઈને કોઈ વધારાની સુરક્ષા આપવામાં આવશે નહિ. અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે પંજાબ પોલીસ લૉરેન્સ બિશ્નોઈને કસ્ટડીમાં ન લે. હવે હાઈકોર્ટે અરજી ફગાવી દીધા બાદ પંજાબ પોલીસ કોઈપણ સમયે લૉરેન્સ બિશ્નોઈને કસ્ટડીમાં લઈ શકે છે.

લૉરેન્સ મૂસેવાલાના ભાણિયાએ કહ્યુ - સિદ્ધુ મૂસેવાલાને મે ગોળી મારી

લૉરેન્સ મૂસેવાલાના ભાણિયાએ કહ્યુ - સિદ્ધુ મૂસેવાલાને મે ગોળી મારી

તમને જણાવી દઈએ કે ગુરુવારે (02 જૂન) સચિન બિશ્નોઈએ દાવો કર્યો છે કે તેણે વિકી મિદુખેડાની હત્યાનો બદલો લેવા માટે સિદ્ધુ મૂસેવાલાને ગોળી મારી દીધી છે. રિપોર્ટ અનુસાર એક ટીવી ચેનલને વર્ચ્યુઅલ ફોન કરીને સચિન બિશ્નોઈએ દાવો કર્યો કે, હા, તેણે સિદ્ધુ મુસેવાલાને ગોળી મારી છે. તેનુ કહેવુ છે કે તેણે સિદ્ધુ મૂસેવાલા પર ગોળીબાર કર્યો હતો. તેણે કહ્યુ કે તે અને લૉરેન્સ બિશ્નોઈ એક જ ગામના છે.

700 ગુંડાઓનો ડૉન છે લૉરેન્સ બિશ્નોઈ

700 ગુંડાઓનો ડૉન છે લૉરેન્સ બિશ્નોઈ

તમને જણાવી દઈએ કે લૉરેન્સ બિશ્નોઈની ગેંગમાં 700 ગુંડાઓ છે. આ 700 ગુંડાઓની ગેંગમાં લૉરેન્સ બિશ્નોઈ ડૉન છે. ગેંગના સભ્યો લૉરેન્સ બિશ્નોઈને 'ડૉન' કહે છે. 30 વર્ષીય લૉરેન્સ બિશ્નોઈ, કેનેડિયન ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લઈને પોલીસના રડાર હેઠળ આવી ગયા છે. મૂસેવાલાની હત્યા બાદ ગોલ્ડી બ્રારે ફેસબુક પોસ્ટ કરી હતી જેમાં તેણે અકાલી નેતા વિકી મિદુખેડા અને પિતરાઈ ભાઈ ગુરલાલ બ્રારની હત્યાનો બદલો લેવાનો દાવો કર્યો હતો.

જાણો કોણ છે લૉરેન્સ બિશ્નોઈ

જાણો કોણ છે લૉરેન્સ બિશ્નોઈ

લૉરેન્સ બિશ્નોઈનો જન્મ 12 ફેબ્રુઆરી 1993ના રોજ પંજાબના અબોહર પાસે આવેલા ધત્રાંવલી ગામમાં થયો હતો. તે આ સ્થળનો વતની છે. બિશ્નોઈના પિતા 1992માં હરિયાણા પોલીસમાં કૉન્સ્ટેબલ તરીકે જોડાયા હતા પરંતુ પાંચ વર્ષ પછી નોકરી છોડીને ખેતી કરવાનુ શરૂ કર્યુ હતુ. લૉરેન્સ બિશ્નોઈ સ્નાતક છે. લૉરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને પણ મારી નાખવાની ધમકી આપી હતી.

English summary
Gangster Lawrence Bishnoi told delhi police yes i got Sidhu Moose Wala killed sources revealed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X