For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પર્યાવરણવિદ જીડી અગ્રવાલનું નિધન, 112 દિવસથી હતા ભૂખ હડતાળ પર

ગંગાને બચાવવા માટે 22 જૂનથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા પર્યાવરણવિદ જી ડી અગ્રવાલનું નિધન થઈ ગયુ છે. તેઓ 86 વર્ષના હતા.

|
Google Oneindia Gujarati News

ગંગાને બચાવવા માટે 22 જૂનથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા પર્યાવરણવિદ જી ડી અગ્રવાલનું નિધન થઈ ગયુ છે. તેઓ 86 વર્ષના હતા. આઈઆઈટીના પ્રોફેસર રહી ચૂકેલ જી ડી અગ્રવાલનો ગંગાને બચાવવા માટેનો આ 5મો ઉપવાસ હતો. જી ડી અગ્રવાલ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પહેલા સભ્ય સચિવ રહી ચૂક્યા હતા અને ગંગાને બચાવવા માટે ઘણા લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ Me Too અભિયાન પર રાધે માં કંઈક આવું બોલ્યા, જુઓ વીડિયોઆ પણ વાંચોઃ Me Too અભિયાન પર રાધે માં કંઈક આવું બોલ્યા, જુઓ વીડિયો

gd agrawal

ઉત્તરાખંડ સરકારે તેમના આમરણાંત ઉપવાસ ખતમ કરવા માટે કહ્યુ હતુ પરંતુ તેઓ માન્યા નહોતા. પ્રો. જી ડી અગ્રવાલે જળ ત્યાગ કર્યાના આગલા દિવસે બુધવારે બપોરે પ્રશાસને તેમને જબરદસ્તીથી લઈ જઈને ઋષિકેષ સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. જી ડી અગ્રવાલને સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદના નામે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ સરકારની આમરણાંત ઉપવાસ ખતમ કરવાની કોશિશોને માનવા તૈયાર નહોતા અને ગંગાને બચાવવા માટે પોતાની લડાઈ લડતા રહ્યા.

આ પણ વાંચોઃ રાફેલ પર રાહુલનો મોટો હુમલોઃ 'દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે'આ પણ વાંચોઃ રાફેલ પર રાહુલનો મોટો હુમલોઃ 'દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે'

આ પહેલા વર્ષ 2011 માં માતૃસદનના એક સંત નિગમાનંદનું પણ આમરણાંત ઉપવાસ કરવા દરમિયાન મૃત્યુ થઈ ગયુ હતુ. જેનો ઘણો વિવાદ થયો હતો. તેઓ ગંગા સંરક્ષણ માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલ કાયદાના સખત વિરોધમાં હતા. તેમનું કહેવુ હતુ કે આ કાયદો મંત્રીઓ અને અધિકારીઓના હાથનું રમકડુ બની જશે અને ગંગા પોતાનું વાસ્તવિક રૂપ ગુમાવી દેશે.

English summary
GD Agrawal passes away, was on indefinite hunger strike for 112 days to save ganga
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X