જર્મની, ફ્રાંસ, ઈટલીએ લગાવી એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન પર રોક, WHOએ કહ્યુ - રસી સંપૂર્ણપણે સુરક્ષિત
હવે જર્મની, ફ્રાંસ, ઈટલી અને સ્પેને પણ ઑક્સફૉર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિડ-19 વેક્સીનના ઉપયોગ પર અસ્થાયી રોક લગાવી દીધી છે.
બર્લિનઃ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન વિશે વિવાદ અટકવાનુ નામ નથી લઈ રહ્યો. ડેનમાર્ક અને ઑસ્ટ્રિયા બાદ બ્લડ ક્લૉટિંગ (લોહીમાં ગઠ્ઠો જામી જવો)ની ફરિયાદ માટે હવે જર્મની, ફ્રાંસ, ઈટલી અને સ્પેને પણ ઑક્સફૉર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિડ-19 વેક્સીનના ઉપયોગ પર અસ્થાયી રોક લગાવી દીધી છે. ઈટલીની દવા નિયંત્રકે સોમવારે (15 માર્ચ) સાવચેતીના પગલાં ઉઠાવીને એસ્ટ્રાજેનેકાનના કોવિડ-19 વેક્સીનના ઉપયોગ પર અસ્થાયી રોક લગાવી દીધી છે. તેમણે કહ્યુ છે કે વેક્સીનનો ડોઝ લીધા બાદ લોહી જામવાની ઘટના સંબંધી ફરિયાદ બાદ અમે આ નિર્ણય કર્યો છે. ઈટલીએ પોતાના અધિકૃત નિવેદનમાં કહ્યુ છે કે આ નિર્ણય અન્ય યુરોપીય દેશો તરફથી લેવામાં આવેલા પગલાને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવ્યો છે.

સ્પેન એસ્ટ્રાજેનેકા વેક્સીન પર રોક લગાવવા અંગે શું કહ્યુ?
સીએનએનના સ્પેનના આરોગ્ય મંત્રી કેરોલિના દરિયાસનો હવાલો આપીને જણાવ્યુ છે કે સ્પેને બે સપ્તાહ માટે એસ્ટ્રાજેનેકાની કોવિડ-19 વેક્સીનના રોલ આઉટ પર રોક લગાવી દીધી છે. સોમવારે એક સમાચાર ચેનલ પર સ્પેનના આરોગ્ય મંત્રીએ કહ્યુ કે એક અસ્થાયી અને સાવચેતી રૂપે લેવામાં આવેલુ પગલુ છે. જ્યાં સુધી યુરોપીય ચિકિત્સા એજન્સી(ઈએમએ) દ્વારા વેક્સીનની સાઈડ ઈફેક્ટનુ મૂલ્યાંકન ન કરવામાં આવે ત્યાં સુધી અમે તેને બેન જ રાખીશુ.

જર્મનીએ શું કહ્યુ?
વળી, જર્મનની આરોગ્ય મંત્રી જેન્સ સ્પેને સોમવારે કહ્યુ કે ડેનમાર્ક અને નૉર્વેમાં એસ્ટ્રાજેનેકા વેક્સીનનો ડોઝ લીધા બાદ લોકોમાં લોહી જામવાના અમુક મામલાની સૂચના બાદ સાવચેતી રૂપે દેશમાં એસ્ટ્રાજેનેકા રસીકરણ રોકવામાં આવી રહ્યુ છે.

ફ્રાંસે શું કહ્યુ?
ફ્રાંસ અને ઈટલીએ પણ સોમવારે રસીના પોતાના રોલઆઉટને રોકી દીધુ છે. ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોએ સોમવારે એક સમાચાર સંમેલનમાં કહ્યુ, 'અમે સાવચેતીના ઉપાય તરીકે એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સીનના રોલઆઉટને રોકવાનો નિર્ણય કર્યો છે અને તેને જલ્દી ફરીથી શરૂ કરવાની આશા રાખી રહ્યા છે.' વળી, વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યુ છે કે એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત છે. WHOઓએ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનને બેન કરવા અંગે કહ્યુ હતુ કે અમે બ્લડ ક્લૉટિંગના મામલાની તપાસ કરી રહ્યા છે. પરંતુ આ વેક્સીનથી લોકોને કોઈ જોખમ નથી અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. માટે દેશોએ આના ઉપયોગ પર બેન ન લગાવવો જોઈએ.












Click it and Unblock the Notifications
