For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

થોડા સમયમાં બદલાશે લખનઉની ઐતિહાસિક તસવીર

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ મહત્વનું એક પર્યટન સ્થળ છે. જેને ધ્યાનમાં રાખીને રાજધાનીની ઐતિહાસિક ઇમારતને હવે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવાની કવાયદ હાથ ધરવામાં આવી છે. હુસેનાબાદ ટ્રસ્ટ અને જિલ્લા પ્રશાસને એક એવી એપ લોન્ચ કરી છે જેના દ્વારા બધાં જ મહત્વપૂર્ણ સ્થળની જાણકારી આ એપ પર લોન્ચ કરાવવામાં આવી છે.

આ એપને માય લખનઉ માય એપના નામે લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં લખનઉના બધાં જ મુખ્ય પર્યટન સ્થળોના વિડીયો, ફોટા, તેમજ હેલ્પ ડેસ્કની જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ એપને સોશ્યિલ મિડીયા સાથે પણ જોડવામાં આવશે. તો એ ખબર પણ મળી રહી છે કે લખનઉના બધાં જ ઐતિહાસિક સ્મારકોને વર્ષ 2016 સુધીમાં રીપેર કરાવી દેવામાં આવશે.

આ સ્મારકો પર પ્રવાસીઓને સારામાં સારી સુવિધાઓ મળી રહે તે માટે સીસીટીવી, સુરક્ષા બંદોબસ્ત, પીવાનું પાણી, મોર્ડન ટોયલેટ્સ, મોર્ડન ટિકીટ કાઉન્ટર, જેવી અન્ય સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. પ્રવાસીઓ માટે હેરીટેજ વોકની પણ શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ KGMUથી લઇને છોટા ઇમામવાડા, ઘંટાઘર, પિક્ચર ગેલેરી તથા સાઇકલ ટ્રેક પણ બનાવવામાં આવશે.

આ પ્રવાસી સ્થળો પર પ્રવાસીઓને ફ્રીમાં સાઇકલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે માટે પ્રવાસીઓએ ફોટો આઇડી જમા કરાવવી પડશે. ઐતિહાસિક ઇમારતોની માવજત માટે આ વિસ્તારમાં હવે માત્ર LED લાઇટ્સ જ લગાવવામાં આવશે. પ્રવાસીઓને આકર્ષવા માટે લાઇટ શોનું પણ આયોજન કરવામાં આવશે. તેમજ આ સ્મારકો હેઠળ WIFI પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે ડીસેમ્બર મહિના સુધી ઉપલબ્ધ બનાવવામાં આવશે.

બદલાશે લખનઉની તસવીર

બદલાશે લખનઉની તસવીર

પ્રવાસીઓની સુરક્ષા માટે ઐતિહાસિક સ્થળો પર સુરક્ષા સઘન કરવામાં આવશે.

લાઇટ શોની શરૂઆત

લાઇટ શોની શરૂઆત

વર્ષ 2016ના માર્ચ સુધીમાં લખનઉની ઐતિહાસિક ઇમારતોમાં લાઇટ શોની શરૂઆત થશે.

ફ્રી WIFIની સુવિધા

ફ્રી WIFIની સુવિધા

બધા જ ઐતિહાસિક સ્મારકો પર ડિસેમ્બર મહિના સુધીમાં WIFIની સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મોર્ડન ટેક્નોલોજીનો કરવામાં આવશે ઉપયોગ

મોર્ડન ટેક્નોલોજીનો કરવામાં આવશે ઉપયોગ

બડા ઇમામ વાડા સહિત ઘણાં સ્મારકો પર મોર્ડન ટોયલેટ, મોર્ડન ટિકીટ કાઉન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સાઇકલ ટ્રેક બનાવાશે

સાઇકલ ટ્રેક બનાવાશે

બડા ઇમામવાડા, પિક્ચર ગેલેરી સહિતના સ્મારકો પર સાઇકલ ટ્રેક બનાવવામાં આવશે.

ફ્રીમાં મળશે સાઇકલ

ફ્રીમાં મળશે સાઇકલ

આ સ્મારકોના ભ્રમણ માટે પર્યટકોને ફ્રીમાં સાઇકલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે માટે પ્રવાસીઓએ પોતાના આઇડી કાર્ડ જમા કરાવવા પડશે.

માય લખનઉ માય પ્રાઉડ એપ

માય લખનઉ માય પ્રાઉડ એપ

આ એપ દ્વારા પ્રવાસીઓને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સીસીટીવી કમેરા

સીસીટીવી કમેરા

દરેક જગ્યા પર સીસીટીવી કમેરા લગાવવામાં આવશે.

English summary
Get ready for new experience to visit historical places in Lucknow. Soon the monuments will be on App and free wifi and other facilities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X