For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ વિધાનસભાના વિશેષ સત્ર બાદ ઘર-ઘર આટા સ્કીમમાં સુધારો કરાશે

હાઇકોર્ટની રોક અને ઘણા વિવાદોના કારણે સરકાર પહેલા ઓકટોબરના રોજ ઘર-ઘર આટા સ્કીમ લાગૂ કરી શકી ન હતી. હવે આ પંજાબ વિધાનસભાના વિશેષ સત્ર બાદ સુધારા સાથે લાગૂ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 02 ઓકટોબર : હાઇકોર્ટની રોક અને ઘણા વિવાદોના કારણે સરકાર પહેલા ઓકટોબરના રોજ ઘર-ઘર આટા સ્કીમ લાગૂ કરી શકી ન હતી. હવે આ પંજાબ વિધાનસભાના વિશેષ સત્ર બાદ સુધારા સાથે લાગૂ કરવામાં આવશે.

punjab

સોમવારના રોજ વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ સત્ર બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અન્ન અને પુરવઠા વિભાગના મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજીને યોજનામાં જરૂરી સુધારાની ખાતરી કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાદ્ય અને પુરવઠા વિભાગના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ પણ હાલની યોજના મુદ્દે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આ સાથે પંજાબ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, લોકોને ઘરે ઘરે લોટ અને દાળ આપવામાં આવશે. ડેપો ધારક પાસે જવાની જરૂર રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી બીપીએલ કાર્ડધારકો ડેપોમાં જઈને રાશન લેતા હતા. વિભાગ ડેપોને રાશન સપ્લાય કરે છે અને આગળ ડેપો ધારકો દ્વારા તેનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણા લોકોને રોજગારી પણ મળે છે.

English summary
Ghar Ghar Ata scheme will be revised After the special session of the Punjab Legislative Assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X