For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાઝિયાબાદની બે સ્કૂલના બાળકો કોરોના સંક્રમિત, બંધ કરવામાં આવી વિદ્યાલય

ગાઝિયાબાદના ઈંદિરાપુરમ સ્થિત સ્કૂલમાં બે છાત્ર કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.

|
Google Oneindia Gujarati News

ગાઝિયાબાદઃ કોરોના સંક્રમણ ઓછુ થયા બાદ જે રીતે સ્થિતિ સામાન્ય થઈ રહી છે તે બાદ દિલ્લી-ગાઝિયાબાદની સ્કૂલોને પણ ખોલવામાં આવી. પરંતુ ગાઝિયાબાદના ઈંદિરાપુરમ સ્થિત સ્કૂલમાં બે છાત્ર કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા. જેના કારણે સ્કૂલને ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સેંટ ફ્રાંસિસ સ્કૂલના ક્લાસ 3ના છાત્ર અને ક્લાસ 9ના છાત્રનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો ત્યારબાદથી સ્કૂલને 13 એપ્રિલ માટે બંધ કરી દેવામાં આવી છે. હવે ક્લાસને 11થી 13 એપ્રિલ વચ્ચે ઑનલાઈન ચલાવવામાં આવશે. સ્કૂલના પ્રિન્સિપાલ રોની થૉમસે એક ઈમેલ દ્વારા આની માહિતી આપી છે.

stidents

સ્કૂલમાં બંને બાળકોના સંક્રમણનો મામલો એ વખતે સામે આવ્યો જ્યારે બંને બાળકો ત્રણ દિવસથી સ્કૂલો નહોતા આવી રહ્યા. જ્યારે આ બાળકના માતાપિતાનો સંપર્ક કરવામાં આવ્યો તો જાણવા મળ્યુ કે બંને બાળકો કોરોના સંક્રમિત છે. ત્યારબાદ સ્કૂલ પ્રશાસને સ્કૂલને સુરક્ષાના કારણે બંધ કરી દીધી અને માતાપિતાને અપીલ કરી કે તે જરૂરી પ્રોટોકૉલનુ પાલન કરે. સ્કૂલના પ્રિન્સિપાલે બધાને મેલ કરીને લખ્યુ, ડિયર પેરેન્ટ્સ, સુરક્ષા જ બચાવ છે, અમારી સ્કૂલમાં બે છાત્ર કોરોના સંક્રમિત મળી આવ્યા છે, સ્કૂલ મેનેજમેન્ટે નિર્ણય કર્યો છે કે ઑફલાઈન ક્લાસિસ આવતા ત્રણ દિવસ માટે 11-13 એપ્રિલ સુધી બંધ રહેશે જેથી સંક્રમણના ચેનને તોડી શકાય. અમે ઑનલાઈન ક્લાસ ચાલુ રાખીશુ. હવે સ્કૂલને ઈસ્ટરની રજાઓ પછી ખોલવામાં આવશે. પ્રિન્સિપાલે કહ્યુ કે તમે લોકો પોતાના વૉર્ડ પર નજર રાખો અને કોરોના સાથે જોડાયેલ પ્રોટોકૉલનુ પાલન કરો.

વળી, વૈશાલી સ્થિત એક અન્ય સ્કૂલન કેઆર મંગલમ વર્લ્ડ સ્કૂલમાં પણ ત્રણ બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે ત્યારબાદ સ્કૂલને 11-12 એપ્રિલ માટે બંધ કરી દેવામાં આવી છે. સ્કૂલ તરફથી કહેવામાં આવ્યુ છે કે અમારી સ્કૂલના ત્રણ બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે જેના કારણે આગલા દિવસ માટે સ્કૂલને બંધ કરવામાં આવી રહી છે. અમે આ દિવસોમાં ઑનલાઈન ક્લાસ ચાલુ રાખીશુ.

English summary
Ghaziabad school shut for 3 days after 2 students test corona positive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X