• search

એબીપીના ‘ઘોષણાપત્ર’માં આ 15 પ્રશ્નોનાં મોદીએ આપ્યાં જવાબ

નવી દિલ્હી, 23 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા એબીપી ન્યૂઝના ખાસ કાર્યક્રમ ઘોષણાપત્રમાં ઇન્ટરવ્યુ આપવામાં આવ્યું હતું, જેમાં તેઓએ પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. તેમણે કહ્યું કે, તેઓ ક્યારેય કોઇ ધર્મની નહીં પરંતુ દેશની વાત કરે છે. દેશ સંઘના ઇશારે ચાલશેના જવાબમાં તેમણે કહ્યું કે સંઘ નહીં સંવિધાનથી દેશ ચાલશે.

આ ઇન્ટરવ્યુમાં તેમણે પિન્ક રિવોલ્યુશન, રોબર્ટ વાડ્રા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાનો પક્ષ રજૂ કર્યો. તેમજ તેમણે ભાજપના નેતા ગિરિરાજ દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે તેનું સમર્થન કર્યું નથી. 2002ના ગુજરાતના રમખાણો અંગે મોદીએ કહ્યું છેકે તેમણે બધાજ પ્રશ્નોના જવાબ આપી દીધા છે, જરૂર છે તો તેના પર રિસર્ચ કરવાની, મે જે કહ્યું છે તે બધું જ મળી જશે. કાશ્મિર મુદ્દે ઉદ્ભવેલા વિવાદ અંગે પણ મોદીએ કહ્યું છેકે આ બધું ક્યાંથી આવ્યું તે મન ખબર નથી, આ મારા માટે પણ એક આશ્ચર્ય પમાડે તેવી વાત છે. નરેન્દ્ર મોદીએ એબીપી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુ સાથે જોડાયેલી 15 મહત્વની વાતો અહી તસવીરો થકી રજૂ કરવામાં આવી છે.

મોદીનું ઇન્ટરવ્યૂ વાંચો અને જુઓ વીડિયોમાં...

સંઘ નહીં સંવિધાન

સંઘ નહીં સંવિધાન

નરેન્દ્ર મોદીઃ પહેલી વાત મારે સરકાર ચલાવવાની છે. સરકાર સંવિધાનથી ચાલે છે અને હું માનું છું કે સરકાર એક ધર્મ હોય છે. ઇન્ડિયા ફર્સ્ટ. સરકાર પાસે એક હોલી બુક હોય છે, અવર કોન્સ્ટીટ્યૂશન, સરકારની એક જ ભક્તિ, ભારત ભક્તિ. સરકારની એક જ કાર્યશૈલી, સબકા સાથ સબકા વિકાસ.

ગુજરાત રમખાણોની નૈતિક જવાબદારી અંગે

ગુજરાત રમખાણોની નૈતિક જવાબદારી અંગે

નરેન્દ્ર મોદીઃ રમખાણો અંગે બધું જ બોલું છું. તમે ખોટું બોલી રહ્યાં છો, તમારી આ ભાષા યોગ્ય નથી. મે 2007 સુધી દરેક વ્યક્તિના પ્રશ્નોના જવાબ આપ્યા છે. પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં એ પડેલું છે. તમે રિસર્ચ કરો, તમે ખરાબ લાગે કે સારુ લાગે અને તમે ઇચ્છો છોકે હું દબાઇ જાઉં તો એ થવાનું નથી.

પિંક રિવોલ્યુશન અંગે

પિંક રિવોલ્યુશન અંગે

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને દુઃખ થાય છેકે મારી સામે આટલા બુદ્ધિજીવી પત્રકારો બેઠાં છે. મને કોઇ સમજાવો કે પિંક રિવોલ્યુશન શબ્દમાં સાંપ્રકાદિયકતા ક્યાં આવી. આ વ્યવસાયમાં અમુક જૈન મિત્રો પણ જોડાયેલા છે. આ આખો આર્થિક વિષય છે, જે રીતે કોઇ ખેડૂતની જમીન લઇ લેવી એ પાપ છે, તે બિન સાંપ્રદાયિકતા અને સાંપ્રદાયિકતા નથી, તેવી જ રીતે પશુ આપણી એક મોટી સંપત્તિ છે. ભારતે એ દિશામાં ગંભીરતાથી વિચારવું પડશે. ભારતે મિલ્ક પ્રોડક્ટિવિટી વધારવાની જરૂર છે.

મુસ્લિમ સમુદાય સાથે સંપર્ક સ્થાપિત કરવા અંગે

મુસ્લિમ સમુદાય સાથે સંપર્ક સ્થાપિત કરવા અંગે

તેમણે કહ્યું કે પહેલી વાત મારી જવાબદારી છે ગુજરાતના મુખ્યમંત્રીના નાતે 6 કરોડ જનતાઓ સાથે જોડાઇ શકુ અને જોડાવું જોઇએ અને હાલના દિવસે મને દેશની જવાબદારી મળી છે તો એડી ચોટીનું જોર લગાવીને સવાસો કરોડ ભારતીયો સુધી પહોંચવાનો પ્રયાસ કરું છે. આ મારી જવાબદારીનો એક ભાગ છે અને મારે તે કરવું જ જોઇએ. બની શકે કે 100 પગલાં ચાલવાના હોય, 3, 5, કે સાત પગલા ચાલી શકુ તે અલગ વિષય છે, પરંતુ મારી જવાબદારી છેકે દેશના દરેક નાગરીક સુધી પહોંચવાનો મારે પ્રામાણિક પ્રયાસ કરવો જોઇએ.

શેહઝાદા શબ્દના ઉપયોગ અંગે

શેહઝાદા શબ્દના ઉપયોગ અંગે

તેમણે કહ્યું કે, કમાલ છે, ઇતિહાસમાં આપણે શેહઝાદા શબ્દ વાંચીએ છીએ. ચાર પાંચ વર્ષ પહેલા કોંગ્રેસના લોકોએ સોનિયા ગાંધીને રાજ માતા કરીને સંબોધ્યા હતા. ત્યારે શું હું કોઇ કોંગ્રેસીઓને કહેવા જાઉ કે ભાઇ રાજા રજવાડા જતાં રહ્યાં રાજમાતા કેમ બોલો છો?

રોબર્ટ વાડ્રાને જીજાજી કહેવા અંગે

રોબર્ટ વાડ્રાને જીજાજી કહેવા અંગે

મોદીએ કહ્યું કે, ઓળખ તો કરવી પડશેને, જે ઘટના ઘટી છે, તે એક પરિવાર સાથે જોડાયેલી છે, સંબંધ આ જ શબ્દોમાં છે, મને અન્ય કોઇ શબ્દ ખબર નથી.

રોબર્ટ વાડ્રા પર કાર્યવાહી થશે કે નહીં

રોબર્ટ વાડ્રા પર કાર્યવાહી થશે કે નહીં

મોદીએ કહ્યું કે આ અંગે ગંદો પ્રશ્ન છે, કાયદાથી પર કોઇ નથી. ધારોકે મોદી પર કોઇ આરોપ લાગે છે અને તે પીએમ બની જાય તો શું તેના પર કેસ ચાલવા જોઇએ કે નહીં ચાલવા જોઇએ, કારણ કે પીએમ બની ગયા એટલે તેમના પર લાગેલા આરોપોના કેસ બંધ કરી દેવા જોઇએ એવું ના થવું જોઇએ. આપણને સરકાર મળી છે તો શક્તિનો ઉપયોગ દેશના ભલા માટે કરવો જોઇએ, કાયદો તેનું કામ કરતો રહે છે.

અદાણી અને અંબાણી અંગે

અદાણી અને અંબાણી અંગે

મોદીએ કહ્યું કે રાજકીય વિરોધીઓ દ્વારા ચલાવવામાં આવેલી કથા છે. 14 વર્ષમાં ગુજરાતમાં મોદીએ કેવું શાસન કર્યું છે. પહેલા અહી સરકાર ચાલતી તો કોરીડોરમાં દલાલો ફરતા હતા, મારી એવી ઓળખ છેકે 14 વર્ષ થઇ ગયા લોકો કહે છે કે યાર એક એવી સરકાર આવી છેકે કોઇ દલાલ જઇ શકતો નથી, અને આ રાજકીય આરોપોનો જવાબ મારો 14 વર્ષનો ટ્રેક રેકોર્ડ આપશે.

કાળા નાણાં અંગે

કાળા નાણાં અંગે

મોદીએ કાળા નાણાં અંગે કહ્યું કે આખા દેશમાં ચર્ચા છેકે વિદેશી બેંકોમાં ભારતના પૈસા છે. આ જાણકારી સરકાર પાસે છે, અમે સરકારમાં નથી, જે સરકારમાં છે તે જવાબ આપતા નથી. અમારો એ સ્ટેન્ડ છેકે જ્યારે અમે સરકારમાં આવીશુ તો અમારીએ પ્રાથમિકતા રહેશે કે દુધનું દુધ અને પાણીનું પાણી કરીશુ. જો નથી તો આ હવાબાજી બંધ થઇ જશે અને હશે તો અમે પરત લાવીશું.

લગ્ન અને પત્ની અંગે

લગ્ન અને પત્ની અંગે

મોદીએ કહ્યું કે મને કોઇ આશ્ચર્ય નથી કે મારી પાસે કંઇ નથી, એવી પણ વાતો વહેતી થાય છેકે તેમની પાસે કંઇ નથી તો શું કરે... કહેતા રહેશે.

રાજ ઠાકરેના સમર્થન અંગે

રાજ ઠાકરેના સમર્થન અંગે

મોદીએ કહ્યું કે 16 મેના રોજ ચૂંટણીના પરિણામ આવશે મને વિશ્વાસ છેકે સરકાર ચલાવવા માટે કોઇપણ એવા સપોર્ટની જરૂર નહીં પડે, પરંતુ દેશ ચલાવવા માટે બધાના સમર્તનની જરૂર છે. મારો એ મત છેકે લોકતંત્રમાં દેશ ચલાવવા માટે રાજકારણથી પર થઇને દરેકનો સહયોગ લેવો જોઇએ.

મમતા બેનરજી અંગે

મમતા બેનરજી અંગે

મમતાજી નહીં આવે એની અમને ખાતરી હતી. કોઇ દુવિધા કે કોઇ શંકા અમારા મનમાં નથી, પરંતુ હું જરૂર માનું છું કે લેફ્ટે જે હાલત કરી રાખી છે, તેમાંથી બહાર આવવા માટે મમતાની ઘણો સમય મળ્યો છે, પરંતુ તે જોવા નથી મળતો ત્યારે નિરાશા થાય છે.

અમેરિકા જવા અંગે

અમેરિકા જવા અંગે

મોદીએ કહ્યું કે આ એક ભારે પ્રશ્ન છે, દેશની જનતા મન દેશના કામ કરવા માટે પસંદ કરશે.

કાશ્મીર અંગે મોદી

કાશ્મીર અંગે મોદી

નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સાંભળીને મને આશ્ચર્ય થયું કે આ આવ્યું ક્યાંથી. મે મીડિયા જોયું નથી, પરંતુ એ ક્લિયર થઇ ગયું કે કોઇએ કહી દીધુ કે ના..ના અમે કોઇ મોદીના દૂત નથી, મને તો ખબર જ નથી, આમ જ કોઇ સમાચાર ચલાવી દે છે.

દેશ કેવી રીતે ચલાવવો

દેશ કેવી રીતે ચલાવવો

તેમણે કહ્યું કે, આપણે દેશને એવો બનાવીએ અને એવી રીતે ચલાવીએ કે કોઇ આપણે આંખો ના દેખાડે અને આપણે પણ વિશ્વ સાથે આંખ દેખાડીને વ્યવહાર ના કરવો જોઇએ. વાતો આખ મેળવીને કરવી જોઇએ અને આંતરરાષ્ટ્રીય સંબંધમાં આ ઉત્તમ રીત છે.

મોદીનું ઇન્ટરવ્યૂ જુઓ વીડિયોમાં..

એબીપીના ઘોષણાપત્રમાં મોદીનું ઇન્ટરવ્યૂ જુઓ..

English summary
BJP's PM candidate Narendra Modi in ABP News' Special Programme GhoshanaPatra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more