For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંતરિક ચૂંટણી ના થઈ તો કોંગ્રેસે 50 વર્ષ વિપક્ષમાં બેસવું પડશેઃ ગુલામ નબી આઝાદ

આંતરિક ચૂંટણી ના થઈ તો કોંગ્રેસે 50 વર્ષ વિપક્ષમાં બેસવું પડશેઃ ગુલામ નબી આઝાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે ફરી એકવાર પાર્ટીની અંદર અનિયમિતતાને લઈ સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે પાર્ટીમાં અધ્યક્ષ પદ પર નિયુક્ત થનારા નેતાને એક ટકા પણ સમર્થન ના મળે તે શક્ય છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસ વર્કિગ કમિટી અને મહત્વના સગઠનના પદો જેવા પ્રદેશ અધ્યક્ષ, જિલ્લા અધ્યક્ષ, બ્લૉક અધ્યક્ષની ચૂંટણી થવી જોઈએ. એટલું જ નહિ આઝાદે કહ્યું કે જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે તેઓ પોતાનુ પદ ગુમાવવાથી ડરી રહ્યા છે.

કોંગ્રેસે 50 વર્ષ વિપક્ષમાં બેસવું પડી શકે

કોંગ્રેસે 50 વર્ષ વિપક્ષમાં બેસવું પડી શકે

આઝાદે કહ્યું કે જો ચૂંટાયેલા નેતા પાર્ટીની કમાન સંભાળી લે છે તો પાર્ટીનું ભવિષ્ય સારું થશે, નહિતર કોંગ્રેસ પાર્ટીએ આગલા 50 વર્ષો સુધી વિપક્ષમાં બેસવું પડશે. જ્યારે તમે ચૂંટણી લડો છો તો ઓછામા ઓછા 52 ટકા લોકો તમારી સાથે હોય છે પરંતુ પાર્ટીની અંદર તમે માત્ર 2-3 ટકા લોકો વિરુદ્ધ જ ચૂંટણી લડો છો. જે વ્યક્તિ 51 ટકા વોટ હાંસલ કરે તે જીતશે. અન્યને માત્ર 10-15 ટકા વોટ જ મળશે. જે વ્યક્તિ જીતશે એને પાર્ટીની કમાન મળશે, એનો મતલબ કે તેને 51 ટકા લોકોનું સમર્થન પ્રાપ્ત છે. શક્ય છે કે હાલ જે કોઈપણ પાર્ટીના અધ્યક્ષ બને તેને એક ટકા લોકોનું સમર્થન પણ ના હોય. જો કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોની ચૂંટણી થાય છે તો તેને તેમના પદેથી હટાવી ના શકાય. એવામાં સમસ્યા શું છે.

જે દિલ્હી આવતુ- જતુ હોય તેની ભલામણ થઈ જાય છે

જે દિલ્હી આવતુ- જતુ હોય તેની ભલામણ થઈ જાય છે

વરિષ્ઠ નેતાએ કહ્યું કે જે લોકો ચૂંટણીમાં બીજા, ત્રીજા કે ચોથા સ્થાને આવશે તેમને મહેસૂસ થશે કે તેમણે પાર્ટીને મજબૂત કરવાની જરૂરત છે જેથી આગલી વખતે જીતી શકે. પરતુ હાલ જે પાર્ટીનો અધ્યક્ષ ચૂંટાય છે શક્ય છે કે તેને 1 ટકા લોકોનું જ સમર્થન પ્રાપ્ત હોય. ચૂંટણીથી પાર્ટીનો પાયો મજબૂત થાય છે. હાલના સમયમાં પ્રદેશ અધ્યક્ષ માટે વ્યક્તિને નિયુક્ત કરવામાં આવે છે જે દિલ્હી આવતો જતો હોય, જેના નામની પાર્ટી હાઈ કમાન ભલામણ કરે છે.

દરેક પદ પર ચૂંટણી થાય

દરેક પદ પર ચૂંટણી થાય

મહત્વની વાત એ છે કે ગુલામ નબી આઝાદનું આ નિવેદન કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકના ત્રણ દિવસ બાદ આવ્યું છે. વર્કિંગ કમિટીની બેઠકમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો કે વર્કિંગ કમિટીની ચૂંટણી છ મહિના બાદ થશે ત્યાં સુધી સોનિયા ગાંધી આગલા છ મહિના માટે કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ બન્યા રહેશે. આઝાદે કહ્યું કે જે વ્યક્તિને નિયુક્ત કરવામાં આવ્યો છે તેને એક ટકા અથવા 100 ટકા લોકોનું સમર્થન છે, આપણને આ વિશે માલૂમ જ નથી. આવું પ્રદેશ અધ્યક્ષ, જિલ્લા અધ્યક્ષ, કોંગ્રેસ કમિટીના અધ્યક્ષના પદ પર થાય છે. એક નિયુક્ત કરાયેલ વ્યક્તિને હટાવવામાં આવી શકે છે પરંતુ ચૂંટાયેલાને નહિ. આમાં ખોટું શું છે.

ચૂંટણીનો વિરોધ કરનારા તુચ્છ રાજનીતિ કરે છે

ચૂંટણીનો વિરોધ કરનારા તુચ્છ રાજનીતિ કરે છે

જે લોકો પાર્ટીમાં ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે તેમની વિરુદ્ધ બોલતાં ગુલામ નબી આઝાદે કહ્યું કે જો લોકો ખુદનો વિશ્વાસપરસ્ત જણાવે છે તો ખરેખર તુચ્છ રાજનીતિ કરી રહ્યા છે અને તે પાર્ટી અને દેશના હિતમાં નથી. જેણે પણ કોંગ્રેસ પાર્ટી માટે ખરેખર પોતાનો પરસેવો વહાવ્યો છે તેણે પાર્ટીની અંદર નેતૃત્વને લઈ લખાયેલા પત્રનું સ્વાગત કર્યું છે, મેં એમ કહ્યું કે પાર્ટીના પ્રદેશ, જિલ્લા અને બ્લૉક અધ્યક્ષની ચૂંટણી કાર્યકર્તાઓ દ્વારા થવી જોઈએ. પાછલા કેટલાય દશકોથી ચૂંટણી ના કરાવવાને આઝાદે વખોડી કાઢ્યું.

10-15 વર્ષે ચૂંટણી થઈ જવી જોઈતી હતી

10-15 વર્ષે ચૂંટણી થઈ જવી જોઈતી હતી

ગુલામ નબી આઝાદે કહ્યું કે આપણે કદાચ 10-15 વર્ષ પહેલા જ ચૂંટણી કરાવી દેવી જોઈતી હતી. હવે આપણે ચૂંટણી હારી રહ્યા છીએ, જો આપણે વાપસી કરવી છે તો આપણે ચૂંટણી કરાવી પાર્ટીને મજબૂત કરવાની જરૂરત છે. જો મારી પાર્ટી આગલા 50 વર્ષ સુધી વિપક્ષમાં રહેવા માંગે છે તો પાર્ટીમાં ચૂંટણીની કોઈ જરૂરત નથી. આની સાથે જ ગુલામ નબી આઝાદે સ્પષ્ટ કર્યું કે તેની કોઈ વ્યક્તિગત મહત્વકાંક્ષા નથી, તે એકવાર મુખ્યમંત્રી, કેબિનેટ મિનિસ્ટર, સીડબલ્યૂસી સભ્ય, પાર્ટી મહાસચિવ રહી ચૂક્યા છે, મારે બીજું કંઈ નથી જોઈતું. આગલા 5-7 વર્ષ સુધી જ હું સક્રિય રાજનીતિમાં રહિશ. હું પાર્ટી અધ્યક્ષ બનવા નથી માંગતો. સાચા કોંગ્રેસી તરીકે હું ઈચ્છું છું કે પાર્ટીની અંદર ચૂંટણી થાય જેથી પાર્ટી મજબૂત થઈ શકે.

ઉદ્યાગપતિઓને 14500 કરોડની છુટ, મધ્યમવર્ગને લોનના વ્યાજની પણ માફી નહી: રાહુલ ગાંધીઉદ્યાગપતિઓને 14500 કરોડની છુટ, મધ્યમવર્ગને લોનના વ્યાજની પણ માફી નહી: રાહુલ ગાંધી

English summary
ghulam nabi azad explained why election required inside the congress party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X