Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લખીમપુરમાં બાળકી સાથે હેવાનિયત મામલે અખિલેશનો યોગી પર પ્રહાર

લખીમપુરમાં બાળકી સાથે હેવાનિયત મામલે અખિલેશનો યોગી પર પ્રહાર

લખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુરમાં 13 વર્ષની બાળકી પર રેપ બાદ નિર્મમ હત્યાનો ઘૃણાસ્પદ મામલો સામે આવ્યો છે. આ મામલે બે આરોપીઓને એનએસએ અંતર્ગત પકડી પાડવામાં આવ્યા છે. એસપીએ જણાવ્યું કે મામલાની તપાસ ચાલુ છે. પ્રદેશમાં સતત થઈ રહેલી ઘટનાઓ બાદ બાળકી સાથે થયેલ આ હેવાનિયત બાદ વિપક્ષ યોગી સરકાર પર હુમલાવર થઈ ગયું છે. યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે ભાજપકાળમાં ઉત્તર પ્રદેશની બાળકોઓ અને મહિલાઓના ઉત્પીડન ચરમ પર છે.

અખિલેશે કહ્યું- માણસાઈને શરમાવે તેવી ઘટના

અખિલેશે કહ્યું- માણસાઈને શરમાવે તેવી ઘટના

અખિલેશ યાદવે ટ્વીટ કર્યું કે, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક માસૂમ કિશોરી પર દુષ્કર્મ બાદ તેની નિર્મમ હત્યાની ઘટના કંપાવી દે તેવી છે. ભાજપકાળમાં ઉપ્રની બાળકીઓ અને નારીઓના ઉત્પીડન ચરમ પર છે.

અગાઉ શનિવારે બસપા પ્રમુખ માયાવતીએ દષિતો વિરુદ્ધ સખ્ત કાર્યવાહીની માંગ કરતા ટ્વીટ કર્યું, ‘યૂપીના લખીમપુર ખીરીમાં દલિત સગીર છોકરી સાથે બળાત્કાર બાદ તેની હત્યાની ઘટના અતિ દુખદ અને શર્મનાક છે. આવી ઘટનાઓથી સપા અને વર્તમાન ભાજપ સરકારમાં શું તફાવત રહ્યો? સરકાર આજમગઢ સાથે ખીરીના દોષિતો વિરુદ્ધ પણ સખ્ત કાર્યવાહી કી, બીએસપીની આ માંગ છે.'

શેરડીના ખેતરમાં બાળકીનો પીંખેલો દેહ મળ્યો

શેરડીના ખેતરમાં બાળકીનો પીંખેલો દેહ મળ્યો

જણાવી દઈએ કે લખીમપુર ખીરી જિલ્લાના ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં 14 ઓગસ્ટે 13 વર્ષની માસૂમ બાળકીનો પીંખેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મની પુષ્ટિ થી છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું હતું કે બાળકીની બંને આંખો ફૂટેલી હતી અને અણીદાર વસ્તુની તેની જીભ પર પણ કાપો મારવામાં આવ્યો હતો. એટલું જ નહિ બાળકીના ગળામાં તેનો દુપટ્ટો કસ્યો હતો અને બંને પગ બાંધેલા હતા. મેડિકલ રિપોર્ટમાં બાળકી પર રેપ અને ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની પુષ્ટિ થી છે.

બે આરોપીની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી

બે આરોપીની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી

લખીમપુર ખીરી એસપી સત્યેન્દ્ર કુમારે જણાવ્યું કે આ મામલે એફઆઈઆર નોંધી બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મની પુષ્ટિ થી છે. હાલ પોલીસ મામલાની તપાસમાં લાગી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X