સિબ્બલે મોદી પર તાક્યું તીર, ઘાતક સાબિત થઇ શકે છે સુફિયાણો વાતો

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 28 જાન્યુઆરી: કેન્દ્રિય કાનૂન મંત્રી કપિલ સિબ્બલે ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે એક પ્રકારે ચેતાવણી આપી છે કે નીતિ વિષયક જડતા અને વહિવટમાં સમસ્યાની ધારણા મતદારોને એક 'તાનાશાહ'ની પસંદગી કરવા તરફ લઇ જવી ન જોઇએ અને કહ્યું હતું કે આ વિનાશની રેસિપી હોઇ શકે છે.

તેમને આ સંબંધમાં વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મનીમાં થયેલા હોલોકાસ્ટ (યહૂદી નરસંહાર)નો પણ ઉલ્લેખ કર્યો હતો. કપિલ સિબ્બલે કહ્યું હતું કે ભારતીય મતદાતાઓનો એક વર્ગ દેશની કથિત નવી નિર્ણાયક દિશા માટે તાજેતરના ભૂતકાળની ઘટનાઓને નજરઅંદાજ કરવા માટે પોતાની ઇચ્છાથી તૈયાર છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર અપ્રત્યક્ષ રીતે નિશાન સાધતાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે સુફિયાણી વાતો અને જનસંપર્કનો દેખાવડો ગણતંત્રના આપણા મૂળ સિદ્ધાંત માટે ઘાતક થઇ શકે છે.

kapil-sibal

બહુસંખ્યક જ્યારે પોતાની ધાર્મિક ભાવનાઓને આગળ લાવે છે તો સાંપ્રદાયિકતાની સમસ્યા વધી જાય છે. ભારત જેવા જટિલ બહુ-સાંસ્કૃતિક સમાજમાં, આ વિનશની રેસિપી હોઇ શકે છે. તેમણે કહ્યું હતું કે કોઇપણ વ્યક્તિ જે સ્વતંત્ર અભિવ્યક્તિ અને કલાત્મક ગતિવિધિઓનો વિરોધ કરે છે તે લોકતાંત્રિક હોઇ ન શકે. લોકતંત્રમાં આપણો વિશ્વાસ અને લોકતાંત્રિક સંસ્થાઓ દાવ પર લાગેલી છે. તેમણે 'હોલોકાસ્ટ મેમોરિયલ ડે'ના અવસર પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાતો કહી હતી. તેમની વેબસાઇટ પર સ્પષ્ટ કર્યું છે કે આ તેમના વ્યક્તિગત વિચાર છે.

તેમને કહ્યું હતું કે ગત શતાબ્દીના 20ના દશકની જેમ, જ્યારે લોકોને સમસ્યાઓનું સમાધાન દેખાતું નથી અને તે રાહ જોઇને થાકી ગયા છે, તેમને એક મજબૂત નેતાની માંગ શરૂ કરી દિધી છે.

English summary
Law Minister Kapil Sibal today warned that the perception of policy paralysis and breakdown of governance should not sway the voters towards electing a "dictator" and said it could be a recipe of disaster.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.