For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો કહેરઃ 183 દેશના 634,000 લોકો સંક્રમિત, 30 હજારથી વધુ મોત

દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. 183 દેશ કોરોના વાયરસની ચપેટમાં છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. 183 દેશ કોરોના વાયરસની ચપેટમાં છે. ચીનથી શરૂ થયેલ આ જાનલેવા વાયરસને ધીમેધીમે દુનિયાભરના દેશોને પોતાની ચપેટમાં લઈ લીધા. કોરોના વાયરસના કારણે દુનિયાના 183 દેશોના 634,000 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. વળી, કોરોના વાયરસના કારણે મૃતકોનો આંકડો 30000ને પાર થઈ ગયો છે.

કોરોનાની ચપેટમાં દુનિયાભરના દેશ

કોરોનાની ચપેટમાં દુનિયાભરના દેશ

રવિવાર રાત 12 વાગ્યા સુધી કોરોનાના કારણે આખી દુનિયામાં 32 હજાર 537 લોકોના મોત થઈ ચૂક્યા હતી. વળી,આ વાયરસની ચપેટમાં 6 લાખ 34 હજાર લોકો છે. વળી, 1 લાખ 39 હજાર 217 દર્દી સાજા થઈ ચૂક્યા છે. અમેરિકા, સ્પેન, ઈટલી જેવા દેશ કોરોના સંકટથી સૌથી વધુ ઝઝૂમી રહ્યા છે. વળી, ભારતમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 હજાર સુધી પહોંચી ગઈ છે. વળી, આ વાયરસની ચપેટમાં આવવાથી મરનારની સંખ્યા પણ વધી રહી છે.

દુનિયાભરમાં કોરોનાથી મોત

દુનિયાભરમાં કોરોનાથી મોત

રવિવારના આંકડાઓ પર નજર નાખીએ તો દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે 31,412 લોકોના મોત નીપજ્યા છે. રાષ્ટ્રીય એજન્સીઓ અને વિશ્વ આરોગ્ય સંગઠનની સૂચનાઓના આધારે આ આંકડા કાઢવામાં આવ્યા છે. જો ઈટલીની વાત કરીએ તો અહીં ભયાનક રૂપ જોવા મળી રહ્યુ છે. 20 ફેબ્રુઆરીએ અહીં કોરોના વાયરસથી પહેલુ મોત થયુ હતુ. વળી, સમાચાર લખાવા સુધી ઈટલીમાં મૃતકોની સંખ્યા 10, 023ને પાર થઈ ગઈ હતી. એક મહિનામાં જ કોરોના વાયરસના સંક્રમણ અને મૃતકોની સંખ્યા ઝડપથી વધી ગઈ. ઈટલીમાં 92,472 લોકો કોરોનાથઈ સંક્રમિત છે. વળી, સ્પેનની પણ હાલત ખરાબ છે.

એક નજર દુનિયાના આ મોટા દેશો પર

એક નજર દુનિયાના આ મોટા દેશો પર

રવિવારે જારી કરાયેલ આંકડા મુજબ સ્પેનમાં અત્યાર સુધી 6,528 લોકોના મોત થઈ ગયા છે. 78,747 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. વળી, ઈરાનમાં કોરોના વાયરસની ચપેટમાં આવવાથી 2,640 લોકોના મોત થઈ ગયા જ્યારે 38,309 લોકો સંક્રમિત છે. ફ્રાંસમાં 2,314 લોકોનો મોત થઈ ગયા જ્યારે કોરોનાની ચપેટમાં 37,575 લોકો છે. વળી, દુનિયાની મહાશક્તિ અમેરિકાની સ્થિતિ પણ બગડી રહી છે. અમેરિકામાં 1,24,686 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. વળી, 2,191 લોકોના મોત થયા છે. અમેરિકામાં 2,612 લોકો સાજા થઈને ઘરે પાછા જઈ ચૂક્યા છે. જો ભારત પર નજર નાખીએ તો રવિવારે જારી કરેલા આંકડાઓ મુજબ અહીં કરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધી 1100 લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. વળી, 27 લોકોના મોત થઈ ગયા. સરકારે બધી સીમાઓ સીલ કરાવી દીધી છે. લોકોને લૉકડાઉનનુ કડકાઈથી પાલન કરવાની અપીલ કરવાનુ કહેવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ Coronavirusને કારણે અમેરિકામાં 1 લાખથી વધુના જીવ જઈ શકે- હેલ્થ ઑફિસરની ચેતવણીઆ પણ વાંચોઃ Coronavirusને કારણે અમેરિકામાં 1 લાખથી વધુના જીવ જઈ શકે- હેલ્થ ઑફિસરની ચેતવણી

English summary
Global COVID-19 tally surpasses 634,000, toll approaches 30,000: WHO
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X