For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LAC પર પાછળ હટવામાં ચીન રાજી, 72 કલાક સુધી સ્થિતિ પર રાખવામાં આવશે નજર!

ભારત અને ચીન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે અને આ ટકરાવને ખતમ કરવા માટે મંગળવારે ભારત અને ચીન વચ્ચે કોર કમાંડર વચ્ચે વધુ એક વાતચીત થઈ.

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે અને આ ટકરાવને ખતમ કરવા માટે મંગળવારે ભારત અને ચીન વચ્ચે કોર કમાંડર વચ્ચે વધુ એક વાતચીત થઈ. મંગળવારે સવારે 11 વાગે શરૂ થયેલી વાતચીત 14 કલાક સુધી ચાલી. ભારત અને ચીન વચ્ચે તણાવને ખતમ કરવા માટે લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર આવી ત્રીજી મીટિંગ હતી. ચીનના સરકારી છાપા ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો છે કે ભારત અને ચીન બંને લદ્દાખમાં ટૂકડે ટૂકડે સેનાઓને પાછળ કરવા પર રાજી થઈ ગયા છે.

india-china

14 કલાક સુધી ચાલી ચુશુલમાં મીટિંગ

30 જૂને ચીનની કોર કમાંડર મેજર જનરલ લિયૂ લિને ભારતીય સેનાના લેહ સ્થિત 14 કોર કમાંડર લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ સાથે થયેલી મીટિંગમાં એલએસીથી પાછળ હટવા વિશે વિસ્તારથી ચર્ચા કરી. આ વખતે ચુશુલમાં થયેલી આ મીટિંગમાં કોઈ ઠોસ પરિણામ નથી નીકળી શક્યુ. જો કે સૂત્રો મુજબ બંને પક્ષ 15 જૂન જેવી ખૂની અથડામણ ફરીથી ન કરવા સંમત થયા છે. ભારત અને ચીનમાં સંમતિ થઈ છે કે 72 કલાક સુધી બંને પત્ર એકબીજા પર નજર રાખી રહ્યા છે કે જે વાતો પર એક મંતવ્ય બનેલુ છે તેને જમીન પર ઉતારવામાં આવી રહ્યુ છે કે નહિ. ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો છે કે ભારત અને ચીન એલએસી પર તણાવ ઘટાડવા પર સંમત થઈ ગયા છે. બંને દેશોમાં તબક્કાવાર રીતે સૈનિકોને હટાવવા પર સંમતિ બની ગઈ છે. ચીની છાપાએ સૂત્રના હવાલાથી કહ્યુ કે ભારત અને ચીન સ્થિતિને શાંતિપૂર્ણ બનાવવા માટે પ્રભાવી ઉપાય કરશે. ગ્લોબલ ટાઈમ્સે આ દાવા પર હજુ સુધી કોઈ મહોર નથી લાગી.

ડિસએન્ગેજમેન્ટમાં લાગ્યો ઘણો સમય

સૂત્રો મુજબ ચીન 22 જૂનની બેઠકમાં પણ તબક્કાવાર રીતે સરહદથી હટવા તૈયાર થઈ ગયા હતા પરંતુ આઠ દિવસ બાદ પણ સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે હજુ સુધી ના તો ભારત અને ના ચીન તરફથી 30 જૂને થયેલ કોર કમાંડર વાતચીત પર કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યુ છે. ભારતમાં પણ ઈન્ડિયન આર્મીના સૂત્રોના હવાલાથી ન્યૂઝ એજન્સી એએનઆઈએ માહિતી આપી છે કે મિલિટ્રી કમાંડર સ્તરની ત્રીજી મીટિંગ દરમિયાન એલએસી પર સ્થિત ટકરાવવાળી જહ્યાએ ડિસએન્ગેજમેન્ટ અને બોર્ડર વિસ્તારો પર ડિએસ્કલેશનની પ્રક્રિયા પર ચર્ચા થઈ. સૂત્રોની માનીએ તો ભારત અને ચીન બંને દેશો તરફથી એક વિસ્તૃત, તબક્કાવાલ રીતે ડિએસ્કલેશન પર જોર આપવામાં આવ્યુ છે. રક્ષા સૂત્રોએ એ વાત માની છે કે મંગળવારે જે મીટિંગ હતી તે લાંબી ચાલી અને કોવિડ-19 પ્રોટોકૉલ હેઠળ આયોજિત થઈ. બંને પક્ષોએ એલએસી પર તણાવ ઘટાડવા મમાટે વિસ્તારથી ચર્ચા કરી. સેના સાથે જોડાયેલા સૂત્રોનુ કહેવુ છે કે ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા એક લાંબી પ્રક્રિયા છે અને આ રીતના પરિપ્રેક્ષ્યમાં સારુ રહેશે કે અપુષ્ટ માહિતી અને રિપોર્ટ્સથી બચવામાં આવે.

કર્ણાટક-કેરળમાં અતિ ભારે વરસાદની સંભાવના, 4 દિવસ માટે જારી થયુ યલો એલર્ટકર્ણાટક-કેરળમાં અતિ ભારે વરસાદની સંભાવના, 4 દિવસ માટે જારી થયુ યલો એલર્ટ

English summary
Global Times says India and China to disengage troops from the border in Ladakh in batches.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X